વાપીના VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સમાજના યુવાન આગેવાન પ્રદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, વાપી, વલસાડ, નવસારી, દમણ, પારડી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ વસવાટ કરે છે, ત્યારે સમાજના યુવાનોમાં એકતાની ભાવના મજબૂત બને, એકબીજાના પરિચયમાં આવે સમાજને ઉપયોગી બની શકે તેવા ઉદ્દેશ્યથી એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. જ્યારે વિજેતા ટીમને વિશેષ ટ્રોફી સાથે સન્માનિત કરી હતી. શુભ ઉદ્દેશ્યથી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના વડીલો, યુવાનો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને તમામ ક્રિકેટ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તો બોલરોએ હરીફ ટીમના ખેલાડીઓને એક એક રન માટે હંફાવ્યા હતાં. ક્રિકેટ મેચ જોવાં માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.