ETV Bharat / state

રાષ્ટ્રપતિ કોવિંદ 17મી ફેબ્રુઆરીએ દમણમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરશે - મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 17 અને 18મી ફેબ્રુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા આ પ્રદેશમાં મહાનુભાવોમાં સૌપ્રથમ દેશના સર્વોચ્ચ સત્તાધીશ અને પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દમણ અને સેલવાસની મુલાકાતે આવશે. અહીં તેઓ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરશે.

president
રાષ્ટ્રપતિ
author img

By

Published : Feb 15, 2020, 6:27 PM IST

Updated : Feb 15, 2020, 7:44 PM IST

દમણ: મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું 17મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દમણ ખાતે આગમન થશે. આ પ્રસંગે તેમનું ભવ્ય સ્વાગત કરી સંઘપ્રદેશ પ્રશાસને બતાવેલી પોતાની સમર્પણની ભાવના અને પ્રદેશના બદલાયેલા સ્વરૂપની ઝલક રજૂ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ વિવિધ વિકાસના કાર્યો દર્શાવતી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે.

17મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દમણમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરશે

રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને ઉદઘાટન પણ કરશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ અને સર્ટીફિકેટ પણ એનાયત કરશે. તેમજ આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા મકાનો ગરીબ લાભાર્થીઓને સુપ્રત કરશે. તે પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આ દિવસે આયોજન કરવામાં આવ્યું છે.

દમણથી જમપોર બીચ વચ્ચે બનેલ seaface road સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

હાલ આ માટે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ, પ્રશાસન અને વિવિધ એજન્સીઓ દ્વારા વિશેષ રિર્હસલ પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Last Updated : Feb 15, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.