જ્યારે એક સમયે પછાત પ્રદેશ ગણાતા દાદરા નગર હવેલીમાં હાલ અનેકગણો વિકાસ થયો છે. વિકાસની આ દૌડમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ સંસદમાં બિલ પસાર કરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દિવને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના જે ચાર ગામ સંઘપ્રદેશમાં આવેલા છે. તે અંગે પોતાનો અભિપ્રાયો જણાવતા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રમણ કાકવાએ જણાવ્યું હતું કે, આ ગામના લોકોને સંઘપ્રદેશમાં જ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સુવિધા મળે છે. કેન્દ્ર સરકારના અનેક લાભ તેમને દાદરા નગર હવેલીમાં સામેલ થવાથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ સાથે નાતો ધરાવતા આ ગામના લોકો આજે પણ જંગલની જમીનમાં રહેઠાણ બાંધીને વસવાટ કરે છે. અને ખેતી-માછીમારી કરી ગુજરાન ચલાવે છે. ગુજરાત સરકાર અને વન વિભાગનીઆ અંગે કોઈ જ કનડગત નથી. જ્યારે સંઘપ્રદેશમાં સામેલ થવાથી તેમનેઆ જમીન જતી કરવી પડે તેવી દહેશત છે. એટલે જ તેઓ હવે ગુજરાતમાં જ રહીને સંઘપ્રદેશ સાથે શિક્ષણ, આરોગ્ય રોજગારીનો નાતો પણ જાળવવા માગે છે.