ETV Bharat / state

PM Modi visit Dadra Nagar Haveli: 25 એપ્રિલે પીએમ મોદી દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે, 4800 કરોડના પ્રોજેકટનું કરશે લોકાર્પણ - Daman to launch the 4800 crore project

સંઘપ્રદેશ દમણમાં આગામી 25મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 કિલોમીટર લાંબો રોડ શો કરશે. PM દમણમાં તૈયાર થયેલ સી-ફ્રન્ટ માર્ગ ઉપરાંત દાદરા નગર હવેલીમાં નમો મેડિકલ કોલેજ સહિત 4800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

pm-modi-will-visit-dadra-nagar-haveli-and-daman-to-launch-the-4800-crore-project
pm-modi-pm-modi-will-visit-dadra-nagar-haveli-and-daman-to-launch-the-4800-crore-project-daman-to-launch-the-4800-crore-project
author img

By

Published : Apr 20, 2023, 11:01 PM IST

25 એપ્રિલે પીએમ મોદી દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયા કિનારે બનેલા સી-ફ્રન્ટ માર્ગ સહિત વિવિધ વિકાસના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હાલ દમણ ભાજપ, દમણ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાજપ દ્વારા PM ના સ્વાગત માટે ઘરઘર જઇ લોકોને આમંત્રણ આપી રહ્યા છે. સ્વાગત માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દમણ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ

16 કિલોમીટર લાંબો રોડ શૉ: આગામી 25મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6ઠ્ઠી વખત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવવાના છે. જેને લઈને દમણ ભાજપ અને દમણ પ્રશાસન તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. દમણમાં વડાપ્રધાન 16 કિલોમીટર લાંબો રોડ શૉ યોજવાના છે. ત્યારે વડાપ્રધાનની દમણ મુલાકાત અંગે દમણ શહેર ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દમણ મુલાકાતને લઈ દમણવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

4800 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાલ દરમ્યાન દમણમાં તેમણે જે વિવિધ વિકાસના કામોનું ખાતમુહરત કર્યું હતું. તેમાના જ 4800 કરોડથી વધુના વિકાસના કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. જેમાં દમણ દેવકા ખાતેના સી-ફ્રન્ટ રોડ, દમણની ફિશ માર્કેટસ, શાક માર્કેટસ, પોલીસ સ્ટેશન, દેવકા ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ સહિતના પ્રોજેક્ટનું મોદી લોકાર્પણ કરશે.

ભાતીગળ સંસ્કૃતિ સાથે સ્વાગત: 25 મી એપ્રિલે તમામ દમણવાસીઓ દેવકા ખાતે આયોજિત રોડ શૉમાં ઉપસ્થિત રહી, દરેક સમાજ તેમની ભાતીગળ સંસ્કૃતિ સાથે તેમનું સ્વાગત કરે તે માટે દરેક સમાજના આગેવાનો સાથે ભાજપ સંગઠન બેઠક કરી રહ્યું છે. ભાજપ કાર્યકરો દ્વારા 108 કુંડી મહાયજ્ઞ કરવામાં આવશે. કોલેજમાં જઇ મોદી સરકારે એજ્યુકેશન માટે દમણમાં કેવો વિકાસ કર્યો છે. તેની જાણકારી અપાઈ રહી છે.

સી-ફ્રન્ટ રોડનું લોકાર્પણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં દમણ પ્રશાસક પ્રફુલ પટેલના નેજા હેઠળ દમણમાં એરપોર્ટ, એજ્યુકેશન, આરોગ્ય, પ્રવાસન સ્થળો સહિત તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે. જેમાના મહત્વના ગણાતા 203 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નમો મેડિકલ કોલેજ, 165 કરોડના ખર્ચે તૈયાર થયેલ દેવકા પ્રોમનેડ એન્ડ સી-ફ્રન્ટ રોડ સહિત અંદાજિત 4800 કરોડના વિકાસના પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ-ખાતમુહરત કરવાના છે.

આ પણ વાંચો Assam-Arunachal to sign MoU: 50 વર્ષ જૂનો આસામ-અરુણાચલ સરહદ વિવાદ ખતમ થશે!

દમણવાસીઓમાં અનેરો ઉત્સાહ: ઉલ્લેખનીય છે કે, દમણમાં સી-ફ્રન્ટ રોડ પર મોદી રોડ શૉ કરવાના હોય પ્રશાસન, ભાજપ, હોટેલ એસોસિએશન દ્વારા રોડ શૉ ના માર્ગ પર રોશની સહિતના વિવિધ સાજ શણગાર અને સ્વાગત સ્ટેજની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મોદી દમણ ઉપરાંત દાદરા નગર હવેલીના સેલવાસમાં મેડિકલ કોલેજના ઉદ્ઘાટન સાથે સાયલીમાં એક જાહેર સભાને સંબોધન કરશે. દમણને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકગણી સુવિધાઓ પુરી પાડી છે. જેના ઋણ સ્વીકાર માટે હાલ દમણવાસીઓમાં અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

આ પણ વાંચો Kingdom of Mysore: રાજકીય દંતકથાઓને જન્મ આપનાર જૂના મૈસુર પ્રદેશની ઝાંખી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.