- સેવા હી સંગઠન અંતર્ગત દમણમાં રક્તદાન કેમ્પ
- રક્તદાન કેમ્પમાં રક્તદાતા કરતા ફોટા પડાવવાવાળા વધારે
- માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું
- 5000 માસ્ક, 2000 સેનેટાઈઝર વિતરણ કર્યા
દમણ : કેન્દ્રની ભાજપશાસિત નરેન્દ્ર મોદી સરકારે 30મી મેએ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ઉપલક્ષ્યમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં અને પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપના સંગઠનમાં સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલના નેતૃત્વમાં લગભગ 150 જેટલા સ્થળો ઉપર માસ્ક, સેનેટાઈઝર, ભોજન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. દમણમાં પણ દરેક વોર્ડમાં જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયાની આગેવાનીમાં આ કાર્યક્રમો યોજાયા હતાં. જે અંતર્ગત દમણના માછી મહાજન સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફિયાસ્કો થયો હતો. સવારથી સાંજ સુધીના બ્લડ ડોનેશન કેમ્પમાં માત્ર 4 રકતદાતાઓએ જ રક્તનું દાન કર્યું હોવાનું દમણ રક્તદાન કેન્દ્રમાંથી જાણવા મળ્યું હતું.
રક્તદાન કેમ્પનો ફિયાસ્કો
જ્યારે અસ્પિ દમણીયા દ્વારા દમણના વિવિધ વોર્ડમાં અંદાજિત 5000 જેટલા માસ્કનું અને 2000 જેટલા સેનેટાઈઝરનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ઓછા રક્તદાન અંગે તેમણે કહ્યું હતું કે હાલમાં શહેરમાં ચાલતા lockdown અને વેક્સિનેશન કાર્યક્રમના કારણે રક્તદાતાઓમાં ઉત્સાહ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ વેક્સિનના બીજા ડોઝને લઈ વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું
પ્રદેશ અધ્યક્ષે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું
પ્રવક્તાએ અલગથી જન્મ દિવસની ઉજવણી કરી
ઉલ્લેખનીય છે કે આજના દિવસે દમણ ભાજપના પ્રવક્તા વિશાલ ટંડેલનો જન્મ દિવસ હતો. તેમણે ભાજપના સાત વર્ષની સફળ ઉપલબ્ધિમાં ભાગ લેવાનો બદલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી ગરીબોને રાશન અને જરૂરી સામગ્રી પોતાના ટ્રસ્ટ તરફથી કરી હતી. જે જોતાં કદાચ દમણ ભાજપમાં આવનારા દિવસોમાં રાજકારણ ગરમાય તો નવાઈ નહી.
આ પણ વાંચોઃ કચ્છના કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનના શહેરના ટાઇમઝોન તથા લોકેશન દેખાયા