વાપીઃ ગુંજન વિસ્તારમાં આવેલ વંદેમાતરમ ચોક ખાતે વિદ્યા નિકેતન સ્કૂલના બાળકો શિક્ષકોએ શાળામાં ધ્વજવંદન કરવાને બદલે શહેરના મુખ્ય ચોક પર ડંબલ્સ અને લેઝિંગના કરતબ સાથે, ભારત માતાની વેશભૂષામાં સજ્જ થઈ ધ્વજવંદન કર્યું હતું. મુખ્ય ચોક પર તિરંગાને સલામી આપવા કોઈપણ નેતા કે, મહાનુભાવોને આમંત્રણ આપવાને બદલે નજીકમાં જ પોતાના નાના બાળકો સાથે તિરંગા વેન્ચતી ગરીબ મહિલાના હસ્તે ધ્વજવંદન કરાવી દેશભક્તિની અનોખી મિશાલ આપી હતી.
વંદે માતરમ ચોક ખાતે આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના બાળકોએ અનોખા કરતબ બતાવ્યાં હતાં. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.