- દમણમાં નાઈટ કર્ફયૂ બાદ રસ્તાઓ સૂમસાન
- બીચ પર લોકોની અવરજવર બંધ કરાવાઈ
- રાત્રીના 8થી સવારના 6 સુધી નાઈટ કર્ફયૂ
દમણ: દમણ શહેરમાં રાત્રે 8 વાગ્યાથી જ દુકાનો બંધ થઇ ગઇ હતી. પોલીસે લોકોને ઘરમાં રહેવા જણાવ્યા બાદ કર્ફયૂ તોડનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. નાઈટ કર્ફયૂને પગલે કોઈ પણ જાતની અવરજવર વગર દમણમાં રસ્તાઓ અને સમુદ્ર બીચ સૂમસાન બન્યા હતા. નાઈટ કર્ફયૂના એલાન બાદ માર્ગો પર પણ ઘનઘોર અંધારું જોવા મળ્યું હતું. એકલ દોકલ જરૂરી કામ અર્થે નીકળતા વાહનો સિવાય કોઈ પણ જાતની અવરજવર જોવા મળી ન હતી. શનિ અને રવિવારની રજામાં અંદાજે 20 હજારથી વધુ લોકો દમણ આવતા હોય છે.
આ પણ વાંચો:નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ
પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને પ્રશાસને બીચ, જમ્પોર સી ફેસ રોડ, પાર્ક અને અન્ય જાહેર સ્થળ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સહેલાણીઓ દમણની હોટલ કે રિસોર્ટમાં રોકાવા માગે તો 72 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે.
આ પણ વાંચો:જામનગરમાં રાત્રી કરફ્યૂનું ચુસ્તપણે પાલન
સરહદો સિલ નથી કરી પરંતુ સાવચેતી રાખવા આદેશ
ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ રાઉન્ડમાં દમણ પ્રશાસને સરહદ સિલ કરી કોરોના સામે બાથ ભીડી હતી. તેમ છતાં કોરોનાના કેસમાં ખૂબ વધારો નોંધાયો હતો. આ વખતે હજુ સુધી સરહદો સિલ નથી કરી પરંતુ સાવચેતી સાથે લોકોને-પ્રવાસીઓને દમણમાં રહેવા અપીલ કરી છે.