- દમણના પરિયારી ગામમાં 80ટકાથી વધુ વેક્સિનેશન(Vaccination)
- પરિયારી ગામ સાંસદનું દત્તક ગામ છે
- દમણમાં શિક્ષિત ગામ તરીકે જાણીતું ગામ છે
દમણઃ કોરોના(Corona)એ હાહાકાર મચાવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3,419 જેટલા કોરોના પોઝિટિવ(Corona Positive) દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 3,374 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલમાં માત્ર 44 દર્દીઓ એક્ટિવ દર્દીઓ છે, તો પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 1,07,742 લોકોને વેક્સિન(Vaccine)ના ડોઝ અપાયા છે. એમાં પણ 4 હજારની વસ્તી ધરાવતા પરિયારી ગામે વેક્સિનેશન(Vaccine)ઝુંબેશમાં મહત્વની સિદ્ધિ મેળવી 80 ટકાથી વધુ વેક્સિનેશન(Vaccination) પૂર્ણ કરી લીધું છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ચોથા તબક્કાના વેક્સિનેશનમાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિન અપાશે
દમણમાં 1 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 1 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન(Vaccination) પૂર્ણ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવામાં 80 ટકાથી વધુ વેક્સિનેશન(Vaccination)ની કામગીરી પૂર્ણ કરી લેનારા ગામમાં 4 હજારની આસપાસ વસ્તી ધરાવતું શિક્ષિત અને પ્રગતિશીલ ગામ છે. ગામમાં દમણ પ્રશાસનના અને દમણ સાંસદના સહયોગથી આરોગ્ય-શિક્ષણની સેવા ઘર આંગણે જ મળી રહી છે.
વેક્સિનેશન(Vaccination)અભિયાન હાથ ધરાયુ
હાલમાં કોરોના(Corona) મહામારીમાં ગામમાં કોરોના સામે ગામ લોકો રક્ષણ મેળવી શકે તે માટે ખાસ વેક્સિનેશન(Vaccination) અભિયાન હાથ ધર્યું હતું. જેના ફળસ્વરૂપે ગામમાં 80 ટકા આસપાસનું સફળ વેક્સિનેશન(Vaccination) પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
સિનિયર સિટીઝનમાં 95 ટકા, 18+માં 80 ટકા વેક્સિનેશન(Vaccination)
ગામના સરપંચ પંક્તિ પટેલે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગામમાં 1લી માર્ચથી સિનિયર સિટીઝન અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન (Vaccination) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 95 ટકા વેક્સિનેશન(Vaccination) પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે 18થી 44 વર્ષના લોકો માટે શરૂ કરાયેલી વેક્સિનેશન(Vaccination) કામગીરીમાં પણ 80 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
પંચાયત-આરોગ્ય સ્ટાફની અપીલને ગામ લોકોએ આવકારી
ગામમાં વેક્સિનેશન(Vaccination) માટે આરોગ્ય સ્ટાફ, ગ્રામ પંચાયત સ્ટાફ, સરપંચ-સભ્યોએ લોકોને જાગૃત કરવા અને વેક્સિનેશન(Vaccination)ના ડોઝ લઈ લેવા ખાસ ઝુંબેશ ચલાવી અપીલ કરી હતી. જેમાં મહત્વની સફળતા મેળવી છે.
આ પણ વાંચોઃ Corona Vaccination: પાટણ સાંસદના આદર્શ ગામમાં ત્રણ મહિનામાં 70 ટકા કોરોના રસીકરણ થયું
સાંસદ લાલુભાઈએ દત્તક લીધેલું ગામ છે પરિયારી
ઉલ્લેખનીય છે કે, પરિયારી ગામ દમણના સાંસદ લાલુભાઈ પટેલે દત્તક લીધેલું ગામ છે. ગામમાં હેલ્થ વેલનેસ સેન્ટર, સહિત તમામ પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જાગૃત અને શિક્ષિત ગામ હોવાના કારણે ગામના લોકોએ પ્રશાસનને પણ સંપૂર્ણ સહકાર આપી કોરોના વેક્સિનેશન(Vaccination) માટે આગળ આવી વેક્સિન (Vaccine)ના ડોઝ લીધા છે અને કોરોના સામે રક્ષણ મેળવ્યું છે.