ETV Bharat / state

રેલવે અને પાલિકાના સંકલનના અભાવે વાપી વાસીઓ માટે 80 નંબરનું ફાટક બન્યું મુસીબતનું ફાટક - વાપી સમાચાર

ઇસ્ટ અને વેસ્ટમાં આવાગમન માટે રેલવે ગરનાળુ અને ઓવરબ્રિજને બાદ કરતા રાહદારીઓ માટે 80 નંબરનું ફાટક આશીર્વાદ રૂપ હતું. જેને હાલમાં જ રેલવેએ બંધ કરી દેતા રોજના અહીંથી પસાર થતા હજારો નગરજનો પરેશાનીમાં મુકાયા છે. જ્યારે 200 દુકાનદારો અને 300 જેટલા રિક્ષા ચાલકોની રોજીરોટી છીનવાઈ હોવાની ભીતિ સેવાઈ છે.

Daman news
રેલવે અને પાલિકાના સંકલનના અભાવે વાપી વાસીઓ માટે 80 નંબરનું ફાટક બન્યું મુસીબતનું ફાટક
author img

By

Published : Feb 24, 2020, 6:07 PM IST

Updated : Feb 24, 2020, 6:18 PM IST

વાપીઃ નગરપાલિકા વિસ્તારના મધ્યભાગમાંથી મુંબઈ અમદાવાદ રેલવે લાઇન પસાર થાય છે. જેને કારણે અહીં ઇસ્ટમાં કે, વેસ્ટમાં જતા લોકો માટે એક ઓવરબ્રિજ અને બે રેલવે ગરનાળા બનાવવામાં આવ્યા છે. જે બંને શહેરની મુખ્ય બજારથી દૂર હોય બજારમાં જતા નગરજનો માટે ચાલીને જવાનો એકમાત્ર રસ્તો 80 નંબરનું ફાટક હતો. હાલમાં રેલવેએ આ રસ્તા પર દીવાલ ઉભી કરી દેતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે અંગે વેપારીઓનું કહેવું છે કે, રસ્તો બંધ થવાથી દુકાનદારો, રિક્ષાચાલકોની રોજગારી છીનવાઈ છે અને લોકોને માટે નવી મુસીબત ઉભી થઇ છે.

વેરીઓના જણાવ્યા મુજબ અહીં વર્ષો પહેલા 80 નંબરનું ફાટક હતું. જેને બંધ કરી બ્રિજ અને ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. જો કે, ચાલીને 2 મિનિટમાં ઇસ્ટ માંથી વેસ્ટ તરફ બજારમાં આવવા માટે 80 નંબરનું ફાટક લોકો માટે તે બાદ પણ આશીર્વાદરૂપ રહ્યું હતું. એટલે પાલિકાના સત્તાધીશો સામે અહીં 23 વર્ષથી વૈકલ્પિક રસ્તા માટે રજૂઆતો કરવામાં આવી છે. એ માટે સરકાર તરફથી પાલિકાએ રેલવેમાં ફંડ પણ જમા કરાવ્યું છે,પરંતુ તે બાદ ખુદ સત્તાધીશો જ ઊંઘી ગયા અને હવે રેલવેએ રસ્તો બંધ કરી દેતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે.

રેલવે અને પાલિકાના સંકલનના અભાવે વાપી વાસીઓ માટે 80 નંબરનું ફાટક બન્યું મુસીબતનું ફાટક
સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ રજુઆત કરવા આવ્યું હતું. પાલિકા દ્વારા પણ વૈકલ્પિક વ્યવસ્થા અંગે અમૃત યોજનામાંથી અંડરગ્રાઉન્ડ પેડિસ્ટ્રીયલ પાસ બનાવવાનું આયોજન છે. 80 નંબરના ફાટક પાસે રેલવેએ દીવાલ બાનાવી દેતા હાલ લોકો અહીં તે દીવાલ નજીકથી પસાર થઈ રહ્યા છે. આ રસ્તો વર્ષોથી વાપીના જ નહીં ,પરંતુ આસપાસના ગામડાઓ, ધરમપુર, કપરડા તાલુકાના અને સંઘપ્રદેશ દમણ, સેલવાસના લોકો માટે આશીર્વાદ સમાન હતો. જે હવે પારાવાર મુશ્કેલી ઉભી કરાવી રહ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો આ અંગે વહેલી તકે વૈકિલ્પક વ્યવસ્થા ઉભી કરે એજ લોકોની માગ છે.

Last Updated : Feb 24, 2020, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.