કોંગ્રેસ કમિટી દાદરા નગર હવેલી દ્વારા ગલોન્ડા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઓલ ઇન્ડિયા કમિટી અને દાદરા નગર હવેલી, દમણ દીવ, ગુજરાતના પ્રભારી ડૉ મોહંતી ખાસ ઉપસ્થિત રહી અગામી 29મી નવેમ્બરે આયોજિત "જન વેદના આંદોલન" અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત દાદરા નગર હવેલીના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપતા પ્રભારી ડૉ મહંતીએ જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર વિરૂદ્ધ દેશભરમાં જન વેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે દાદરા નગર હવેલીમાં પણ 29મી નવેમ્બરે 11 વાગ્યે કિલવણી નાકા પાસે "જન વેદના આંદોલન" અંતર્ગત વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં રાષ્ટ્રિયસ્તરના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે અને મોદી સરકાર વિરૂદ્ધ પોતાનો આક્રોશ દર્શાવશે.
આંદોલન કાર્યક્રમની રૂપરેખા અંગે આયોજિત બેઠકમાં 20 ગ્રામ પંચાયતના મુખ્ય કાર્યકર્તા અને નગરપાલિકાના સાથી કાર્યકરો ઉપરાંત કમિટી સભ્ય વિક્રમસિંહ પરમાર, મહેશ શર્મા, કેશુ પટેલ અને પ્રભુ ટોકીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામે પ્રભારી ડૉ મહંતીનું આગવી આદિવાસી શૈલીમાં સ્વાગત કર્યું હતું.