ETV Bharat / state

Union Territory : વલસાડ જિલ્લાના 4 ગામને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવા લોક માંગણી

ગુજરાતના 4 ગામને સંઘપ્રદેશમાં સામેલને (Involved in Union Territory in 4 villages of Valsad) લઈને લોકોએ જોર પકડ્યું છે. ગુજરાતના અને દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલા ચારેય ગામમાં ફરી એકવાર વિલીનીકરણ લઈને લોક માંગણી ઉઠી છે. આ ઉપરાંત ગામોને ગુજરાતમાંથી અલગ પાડી UTમાં ભેળવી દેવાની રાજરમતની ચર્ચા પણ એરણ પર છે.

Union Territory : વલસાડ જિલ્લાના 4 ગામને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવા લોક માંગણી
Union Territory : વલસાડ જિલ્લાના 4 ગામને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવા લોક માંગણી
author img

By

Published : Jan 22, 2022, 10:10 AM IST

વાપી : વર્ષો પહેલા સંઘપ્રદેશમાં (Union Territory) સમાવેશ પામવા મથતા ગુજરાતના મેઘવાળ, મધુબન, રાયમલ અને નગર ગામના લોકોનીએ જૂની માંગણીનો આગામી 28મી જાન્યુઆરી 2022ના રોજ છેડો આવી શકે છે. મળતી માહિતી મુજબ ગોવામાં યોજાનાર વેસ્ટર્ન કાઉન્સિલ સ્ટેન્ડિંગ કમિટી (Western Council Standing Committee) મિટિંગમાં આ અંગે નિર્ણય લઈને જાહેરાત થઈ શકે છે.

મેઘવાળ, મધુબન, રાયમલ નગર ગામને UTમાં સામેલ કરાશે

વલસાડ જિલ્લાના 4 ગામને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવા લોક માંગણી

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે (Villages near Gujarat Border) જોડાયેલ તાલુકો છે. મુખ્યત્વે આદિવાસી સમાજ ધરાવતા આ મુલકમાં એક સમયે પ્રાથમિક સુવિધાઓનો અનેકગણો અભાવ હતો. જો કે આજે પરિસ્થિતિ બદલાય છે. સંઘપ્રદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. તો ગુજરાતમાં પણ સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે.

જૂની માંગણી સંદર્ભે ETV ભારતે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી હતી

જો કે આ જૂની માંગણી અંગે ડિસેમ્બર 2019માં ETV ભારતે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું હતુઁ. જેમાં મેઘવાળ ગામ સિવાય અન્ય ગામના લોકોએ ગુજરાતમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં દાદરા નગર હવેલી અને દમણ અને દિવ એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ મેઘવાળ ગામના લોકોનો પણ મૂડ બદલાયો છે. સ્થાનિક ગામ લોકોએ જણાવ્યું હતું કે, હાલમાં અમને ગુજરાત સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. સરકારી કામકાજ માટે તાલુકા મથક તરીકે કપરાડા સંઘપ્રદેશના દમણ કરતા નજીક છે. એટલે અમારો સંઘપ્રદેશમાં(Involved in Union Territory in 4 villages of Valsad) વિલીન થવા અંગે વિરોધ છે.

ગામ લોકોની માંગને લઈને નિર્ણય

જો કે, આ અંગે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા પ્રધાન અને કપરાડાના ધારાસભ્ય, જીતુ ચૌધરીએ જણાવ્યું કે, આ ગામો માટે હાલ અમે સંમતિ આપી દીધી છે. કેમ કે તે તેઓની માંગ હતી. હાલમાં ગામના યુવાનો સંઘપ્રદેશમાં જોડાવા માંગે છે. તો વડીલો ગુજરાતમાં રહેવાનું પસંદ કરતાં હોવાની વિગતો મળી રહી છે. આ અંગે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવશે.

26મી જાન્યુઆરી 2020થી એક સંઘપ્રદેશ બન્યો છે

એક સમયે પછાત પ્રદેશ ગણાતા દાદરા નગર હવેલીમાં હાલ અનેકગણો વિકાસ થયો છે. વિકાસની આ દૌડમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં સંસદમાં બિલ પસાર કરી 26મી જાન્યુઆરી 2020થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દિવને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના જે ચાર ગામ સંઘપ્રદેશમાં આવેલા છે તે ગામના લોકોને સંઘપ્રદેશમાં જ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સુવિધા મળે છે. કેન્દ્ર સરકારના અનેક લાભ તેમને દાદરા નગર હવેલીમાં સામેલ થવાથી મળી શકશે.

કપરાડા તાલુકાના 4 ગામ બોર્ડર વિલેજ છે

વલસાડ જિલ્લાના (Villages of Valsad district) કપરાડા તાલુકાના 129 ગામ છે. જેમાંથી આ ચાર ગામ બોર્ડર વિલેજ તરીકે સંઘપ્રદેશ સાથે જોડાયેલા છે. પહેલા અહીં પાયાગત સુવિધાઓ પહોંચતી ન હતી, પરંતુ હાલમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. રસ્તાની સુવિધા, પાણી, લાઈટ, શાળા અને આરોગ્યની સુવિધા પૂરી પાડી છે. એટલે હવે આ ગામના લોકોનું મન બદલાયું છે.

ગામના લોકો આજે પણ જંગલની જમીનમાં રહેઠાણ બાંધીને વસવાટ કરે છે

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ સાથે નાતો ધરાવતા આ ગામના લોકો આજે પણ જંગલની જમીનમાં રહેઠાણ બાંધીને વસવાટ કરે છે. ખેતી-માછીમારી કરી ગુજરાન ચલાવે છે. ગુજરાત સરકાર અને વનવિભાગની આ અંગે કોઈ જ કનડગત નથી. જ્યારે સંઘપ્રદેશમાં સામેલ થવાથી તેમને આ જમીન જતી કરવી પડે તેવી દહેશત છે. એટલે જ તેઓ હવે ગુજરાતમાં જ રહીને સંઘપ્રદેશ સાથે શિક્ષણ, આરોગ્ય રોજગારીનો નાતો જાળવવા માગે છે.

મેઘવાળ ગામ 3500ની વસ્તી ધરાવે છે

આ ચારેય ગામની ભૌગોલિક સ્થિતિ અંગે જોઈએ તો દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી માત્ર 7 કિલોમીટર દૂર વસેલા ગામ મેઘવાળમાં 3500 આસપાસની વસ્તી છે. 600 હેકટરમાં પથરાયેલ મેઘવાળ ગામમાં 13 ફળિયા આવેલા છે. આ ગામ દાદરા નગર હવેલીનું નહીં પરંતુ વલસાડ જિલ્લાનું છે. તેમ છતાં તેને વલસાડ જિલ્લાની સરહદ (Boundary of Valsad district) સ્પર્શતી નથી.

મધુબનમાં 650, તો નગરમાં 1100 લોકોની વસ્તી છે

જ્યારે મધુબન ગામ માત્ર 650 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને મધુબન ડેમમાં માછીમારી કરવાનો છે. નગર ગામ 1100 જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામનો વિસ્તાર ડૂબાણનો વિસ્તાર છે. ગામમાં માંડ 5 ટકા ખાતેદારો છે. તેમ છતાં ત્રણેય ગામમાં શિક્ષણ, પાણી અને લાઇટની સુવિધા છે. ડામરના માર્ગો છે. આરોગ્ય, શિક્ષણ સહિતની તમામ પાયાગત સુવિધાઓ મળી રહી છે. તેમજ આરોગ્ય, શિક્ષણ માટે કે રોજગારી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સંઘપ્રદેશમાં પણ મળી રહે છે.

રાયમલ ગામ આજે પણ સુવિધાઓથી વંચિત ગામ છે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને ગુજરાતના બોર્ડર વિલેજ ગામ તરીકે જાણીતા રાયમલ ગામના લોકો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. અહીં પાણી-રોડ-શાળા-લાઈટ તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરંતુ આ સુવિધાઓ માત્ર સરકારી ચોપડે છે. ગામના લોકો આજે પણ આ સુવિધાઓ માટે વલખા મારે છે. નજરમાં તો પાણી જ પાણી છે. પરંતુ તેમ છતાં શુદ્ધ પીવાનું પાણી નસીબમાં નથી. નદી કાંઠે વીરડો ગાળી કાંપ વાળું પાણી પીવું પડે છે. રસ્તા ધોવાઈ ગયા છે. લાઈટ, આંગણવાડીના ઠેકાણા નથી. નદીમાંથી માછલી પકડી ગુજરાન ચલાવે છે. તેમને પાયાગત સુવિધાઓની જરૂર છે. જે ગુજરાત સરકાર આપે કે દાદરા નગર હવેલી જે સુવિધાઓ આપશે તે પ્રદેશમાં રહેવા માંગે છે.

ગામને દાદરા નગર હવેલીમાં સામેલ કરવા અનેક રજૂઆતો કરેલી

વર્ષો પહેલા પાયાગત સુવિધાઓના અભાવે આ ચારેય ગામના લોકોએ વલસાડ જિલ્લાના પીઢ નેતા સ્વ. ઉત્તમ હરજી મિનિસ્ટર હતા, ત્યારે તેની સમક્ષ રજુઆત કરી હતી. તે બાદ સંઘપ્રદેશના સાંસદ સ્વ. મોહન ડેલકર સમક્ષ, વલસાડ કલેકટર, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર વગેરે તમામ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2018-19માં આ અંગે વલસાડ કલેકટર અને સંઘપ્રદેશ પ્રશાસન વચ્ચે મિટિંગ પણ ગોઠવાઈ હતી. જો કે હાલમાં આ અંગેની કોઈ માહિતી વર્તમાન કલેકટર પાસે નથી તેવી માહિતી આપી છે.

અહીં વલસાડ જિલ્લાનો મધુબન ડેમ આવેલ છે

જો કે આતો થઈ ગામની ભૌગોલિક પરિસ્થિતિની વાત પણ એ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાની આ સરહદ પર જિલ્લાનો સૌથી મોટો ડેમ મધુબન ડેમ આવેલ છે. જેના એક પટ્ટામાં ગુજરાતના ગામ છે. બીજા કેટલાક પટ્ટામાં સંઘપ્રદેશના ગામ છે. ગુજરાતના મધુબન, રાયમલ અને નગર ગામ અહીં વસેલા છે.

આ પણ વાંચોઃ Rani Ki Vav Patan: પાટણની રાણીની વાવે 2021માં કરી આટલી કમાણી, અઢી લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેમ છે

કુદરતી સૌંદર્યથી શોભતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આસપાસના પ્રવાસીઓ આવે છે. પરંતુ આ વિસ્તાર હજુ સુધી જોઈએ તેવો વિકસિત થયો નથી. ઊંચા વૃક્ષો, ઊંચા પહાડો, સર્પાકાર રસ્તાઓ, રમણીય નદી કાંઠો અને નજીકમાં સંઘપ્રદેશની સરહદ પ્રવાસીઓ માટે અહીં તમામ સુવિધા મળી શકે છે. જે એક પ્રવાસન સ્થળ પર હોવી જોઈએ. પરંતુ આ વિસ્તાર વનવિભાગમાં આવે છે. સારું પ્રવાસન સ્થળ ચોક્કસ બની શકે છે. પરંતુ તે માટે વનવિભાગ ઈચ્છે તો જ શક્ય બની શકે છે.

ગામોને ગુજરાતમાંથી અલગ પાડી UTમાં ભેળવી દેવાની રાજરમત ચર્ચાની એરણ પર

ગુજરાતનો આ વિસ્તાર જો પ્રવાસન્નક્ષેત્રે વિકસિત કરવામાં આવે તો એનો ફાયદો સીધો અહીં વસતા અને ખેતી, મચ્છી મારી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓને થશે. તેઓને ઘર આંગણે જ રોજગારી મળી શકે છે. જો કે આ તમામ શક્યતાઓથી પર હાલ આ ગામોને ગુજરાતમાંથી અલગ પાડી દાદરા નગર હવેલીમાં ભેળવી દેવાની રાજરમતની ચર્ચા પણ એરણ પર છે.

આ પણ વાંચોઃ Tourists returned From Daman: ઉત્તરાયણની મજા માણવા દમણ આવેલા પ્રવાસીઓ વીલા મોઢે પરત ફર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.