ETV Bharat / state

કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતનું નિરીક્ષણ કર્યું - Inspection of mango and jackfruit in Nargol village

કૃષિ યુનિવર્સિટી નવસારીના ડૉ. ચિરાગ દેસાઈ તથા કૃષિ યુનિવર્સિટીની ટીમે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે આવેલી આંબાવાડીઓ તેમજ ફણસની વાડીઓની મુલાકાત લીધી હતી. નિષ્ણાતની ટીમે દેશી ફણસની અને કેરીની નવી જાતો વિકસિત કરવા સંસોધનના ભાગ રૂપે નમૂના લીધા હતાં.

કૃષિ યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
author img

By

Published : Jun 12, 2020, 12:09 PM IST

દમણ: નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતોનું નિરીક્ષણ કરવા કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે મુલાકાત લીધી હતી. આ અંગે નારગોલ ગામના અગ્રણી ખેડૂત જયપ્રકાશ ભંડારીના જણાવ્યા મુજબ ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દાયકાથી ખેડૂતોએ કેરી અને ફણસ જેવા ફળોના ઉત્પાદનમાં ક્રાંતિ પ્રાપ્ત કરી છે. વાડી બગીચાની સંખ્યામાં પણ વધારો થવાથી ઉમરગામ તાલુકાનાં ગામોની કેરીઓ દેશ વિદેશમાં એક્સપોર્ટ થઈ રહી છે. તેજ રીતે દક્ષિણ ભારતનું ફળ ગણાતું ફણસના ઝાડોનું વાવેતરમાં પણ ખાસ્સો ઉમેરો થયો છે.

nargol
કૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતોનું નિરીક્ષણ કર્યું
ખેડૂત જયપ્રકાશ ભંડારીની વાડીમાં 50 વર્ષ જૂના ફણસ તેમજ આંબાના ઝાડ આવેલા છે. વર્ષો બાદ પણ આ ઝાડ ઉપર ભરપૂર ઉત્પાદન મળે છે. તેજ પ્રમાણે ફળોનું કદ પણ ખાસ્સું મોટું જોવા મળે છે. એવા સંજોગોમાં કૃષિ યુનિવર્સિટી નવસારીના વૈજ્ઞાનિકો કેરી તેમજ ફણસ જેવા ફળોમાં રોગ-જીવાત ઓછા થાય અને તેનું મબલખ ઉત્પાદન થાય જે માટે એવા ફળોની નવી જાતિનો વિકાસ અને સંશોધન કરી રહ્યા છે.કૃષિ યુનિવર્સિટી નવસારીના ડૉ. ચિરાગ દેસાઇ તથા કૃષિ યુનિવર્સિટીની ટીમે વાડીની મુલાકાત લીધી હતી. વાડીમાં રહેલા જૂના અને નવા ફળોના વૃક્ષો અને ફળોના નમૂના સર્વે કરી પોતાની સાથે લીધા હતા. સાથે જ આજુબાજુની વાડીઓની પણ મુલાકાત લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.