દમણ: દમણમાં આઝાદી પર્વ નિમિત્તે આ વર્ષે કોરોના મહામારીને પગલે માત્ર કેટલાક ખાસ લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જો કે કોરોના મહામારી વચ્ચે પણ દેશના 74મા આઝાદી પર્વની ઉજવણીમાં દમણનો કોઈ નાગરિક વંચિત ન રહી જાય એ માટે પ્રશાસન દ્વારા www daman.nic.in વેબસાઇટ અને દમણ એડ્મીનીસ્ટ્રેશનના ઓફિશિયલ ફેસબુક પેજ પર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
![દમણમાં સાદગીથી ઉજવાયો સ્વતંત્રતા દિવસ, દમણ કલેકટરે કર્યું ધ્વજવંદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-daman-15th-august-vis-gj10020_15082020163307_1508f_1597489387_160.jpg)
આ વર્ષે યોજાયેલા આઝાદી પર્વના સમારોહમાં દમણ કલેકટર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દમણ પીઆઇ સોહીલ જીવાણીના નેતૃત્વમાં યોજાયેલી પોલીસ પરેડે તિરંગાને સલામી આપી હતી. આઝાદી પર્વના સમારોહ પ્રસંગે દમણ કલેકટર સહીત, એસપી આત્મારામ દેશપાંડે, જનરલ ડિરેક્ટર ઓફ કોસ્ટ ગાર્ડ, જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ તેમજ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![દમણમાં સાદગીથી ઉજવાયો સ્વતંત્રતા દિવસ, દમણ કલેકટરે કર્યું ધ્વજવંદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8432914_428_8432914_1597496500684.png)
![દમણમાં સાદગીથી ઉજવાયો સ્વતંત્રતા દિવસ, દમણ કલેકટરે કર્યું ધ્વજવંદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-daman-15th-august-vis-gj10020_15082020163307_1508f_1597489387_1090.jpg)
કાર્યક્રમ પ્રસંગે દમણ કલેકટરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સરકારની વિવિધ યોજનાઓ અને ત્રણેય સંઘપ્રદેશોમાં ભવિષ્યમાં થનારા વિવિધ વિકાસલક્ષી કાર્યોની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
![દમણમાં સાદગીથી ઉજવાયો સ્વતંત્રતા દિવસ, દમણ કલેકટરે કર્યું ધ્વજવંદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-daman-15th-august-vis-gj10020_15082020163307_1508f_1597489387_398.jpg)