દમણઃ દમણ-દીવ અને ગોવા પર લાગલગાટ 451 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન (independence day union territory daman) કાયમ રહ્યા બાદ 19મી ડિસેમ્બર 1961ના દિવસે આ શાસનનો અસ્ત થયો. એ રીતે 19મી ડિસેમ્બર 1961 નો દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયેલો છે. આ ત્રણેય વિસ્તારોને પોર્ટુગીઝના (short history about Daman) શાસનમાંથી મુક્તિ મળી અને તેને ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જા સાથે સામેલ કરવામાં આવ્યાં હતાં. આજથી 62 વર્ષ પહેલાં 1961માં દમણને 402 વર્ષના, દીવને 426 વર્ષના પોર્ટુગીઝના શાસનમાથી ભારતીય સેનાએ મુક્તિ અપાવી હતી.
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ઇતિહાસ પર એક પંજાબીએ સંશોધન કરી લખ્યું પુસ્તક
ફ્રી સ્ટેટઃ જો કે આજે દમણ પ્રવાસન ક્ષેત્રે અને સાથે સાથે લિકર ફ્રી સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો. દમણના ઈતિહાસની વાત કરીએ તો, વાસ્કોદી ગામાના ભારત આગમનના 12 વર્ષ બાદ 1510માં ગોવા પર સૌપ્રથમ શાસન સ્થાપ્યું હતું. 1535માં દીવ પર અને 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો. જે લાગલગાટ 451 વર્ષ સુધી કાયમ રહ્યા બાદ 19મી ડિસેમ્બર 1961ના દિવસે અસ્ત થયો. એ રીતે 19મી ડિસેમ્બર 1961 નો દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયેલો છે.
ગોવાને રાજ્યઃ 1987ના રોજ ગોવાને એક રાજ્ય બનાવી દમણ-દીવને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયાં હતા. જેની રાજધાની દમણ બની હતી. હાલમાં ફરી એક વાર ઇતિહાસે કરવટ બદલી છે. હાલ દમણ-દીવ અને દાદરા નગર હવેલી સાથે એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. દમણ-દીવમાં પોર્ટુગીઝ સમયના અનેક સ્મારકો છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દમણમાં મોટી દમણ અને નાની દમણ એમ બે ભાગમાં વહેચાયેલા શહેર છે.
પોર્ટુગીઝોની યાદઃ અરબ સાગરના કિનારે આવેલા આ પ્રદેશમાં પોર્ટુગીઝ સમયના કિલ્લાઓ છે. જેની કારીગરી પ્રવાસીઓના મન મોહી રહી છે. પોર્ટુગીઝ સમયના અને કિંમતી લાકડામાંથી, ચૂંના પથ્થરમાંથી મનમોહક કોતરણીવાળા ચર્ચ છે. વહીવટી કામકાજ માટે સ્થાપેલ નગરપાલિકાનું મકાન (દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ) આજે પણ કાર્યરત છે. એ ઉપરાંત પોર્ટુગીઝ સમયમાં દમણમાં વિશેષ પોર્ટુગીઝ બાંધણીના શોપિંગ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, પોલીસ સ્ટેશન, બાગ બગીચા હતા. જેને હાલ ધ્વસ્ત કરી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ દીવના ઘોઘલા વિસ્તારમાં બે દિવસથી આંતક મચાવનાર દીપડો પાંજરે પુરાયો
અનેક ઈતિહાસઃ ભારતમાં વિલીન થયા બાદ સંઘપ્રદેશ દમણ કેન્દ્ર સરકારની રાહબરી હેઠળ આવે છે. અહીં પ્રશાસકનો હોદ્દો સર્વોપરી માનવામાં આવે છે. જે માટે એક સમયે IAS કક્ષાના અધિકારીઓ જ પ્રશાસક તરીકે આવતા હતાં. હાલમાં મોદી સરકારે અહીં ગુજરાતના માજી ગૃહમંત્રી પ્રફુલ પટેલને પ્રશાસક તરીકે મૂક્યાં છે. જેણે વિકાસના નામે દમણ-દીવમાં અનેક ઇતિહાસ રચયા છે.
તાનાશાહી જોઈઃ આ સાથે સાથે દમણ-દીવની જનતાએ પ્રશાસનની તાનાશાહી પણ જોઈ છે. કાયદો વ્યવસ્થા અહીં પ્રશાસકના હાથમાં છે. જેમાં દમણવાસીઓના તમામ મૌલિક અધિકારો છીનવાયા હોવાની પ્રતીતિ અનેક વખત સામે આવતી રહી છે. મુક્તિ દિવસની ઉજવણી હાલમાં માત્ર પ્રશાસનની ઉજવણી બનીને રહી છે. હવે પ્રવાસન્નક્ષેત્રે, સાયન્સ, એન્જીનીયરીંગ, મેડિકલ અભ્યાસ ક્ષેત્ર પ્રગતિના પંથે છે.
ચડિયાતું શાસનઃ ઉલ્લેખનીય છે કે, પોર્ટુગીઝ સમયના અવશેષો જોતા કહી શકાય કે પોર્ટુગીઝોએ દમણ પર કરેલું 402 વર્ષનું, દીવ પર કરેલું 426 વર્ષનું શાસન અંગ્રેજોના શાસન કરતા અને હાલના શાસન કરતા અનેક ગણું ચડિયાતું હતું. મુક્તિ બાદ દાણચોરી માટે, દારૂ માટે અને હવે પ્રવાસન્નક્ષેત્રે, સાયન્સ, એન્જીનીયરીંગ, મેડિકલ અભ્યાસ ક્ષેત્રે દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રગતિના પંથે છે.