ETV Bharat / state

દમણનો 63મો મુક્તિ દિવસ, પોર્ટુગીઝ શાસનની અમીટ છાપ સમી પુરાણી વિરાસતનો ખજાનો - પોર્ટુગીઝ શાસનની અમીટ છાપ સમી પુરાણી વિરાસત

19મી ડિસેમ્બર એટલે દમણનો 63મો મુક્તિ દિવસ. જ્યારે દમણ પોર્ટુગીઝના તાબામાંથી મુક્ત થયું અને ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. દમણ-દીવ પ્રવાસન સ્થળ તરીકે તેમજ પોર્ટુગીઝ સમયની 400થી વધુ પુરાણી વિરાસતના માટે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. ભારતમાં વિલીન થતાં 63 વર્ષના સમયગાળામાં દમણનો ખુબ વિકાસ થયો છે.

દમણનો 63મો મુક્તિ દિવસ
દમણનો 63મો મુક્તિ દિવસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 6:59 AM IST

દમણનો 63મો મુક્તિ દિવસ

દમણ: દમણ પર પોર્ટુગીઝોએ 400થી વધુ વર્ષ શાસન કર્યું હતું. આજથી 62 વર્ષ પહેલા 19 ડિસેમ્બર 1961ના રોજ દમણ, દીવ અને ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્તિ મળી હતી. ત્યારથી આ દિવસને ખૂબ જ હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. જે તે સમયે પોર્ટુગીઝોએ અહીં કિલ્લો, ચર્ચ, અધિકારીઓ માટે આવાસ બનાવ્યા હતાં. દમણમાં આજે એકપણ પોર્ટુગીઝ પરિવાર નથી. પરંતુ તેમની વિરાસત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

19મી ડિસેમ્બર એટલે દમણનો 63મો મુક્તિ દિવસ

પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા બાદ પ્રશાસને દમણની સંપૂર્ણ કાયાપલટ કરી છે. દમણના દરિયા કિનારે સુંદર કોરિડોર બનાવવામાં આવ્યો છે. જૂની પુરાણી સરકારી ઇમારતો, કિલ્લો, ગાર્ડન, રસ્તાઓની સુંદરતા પ્રવાસીઓને આકર્ષી રહી છે. જેમના કેટલાક પોર્ટુગીઝ સમયના સ્મારકો 450 વર્ષ જૂના છે.

મીની ઇન્ડિયા બન્યું છે દમણ: સંઘપ્રદેશ દમણ આમ તો નાની દમણ અને મોટી દમણ એમ 2 ભાગમાં વહેંચાયેલું છે. મોટી દમણમાં મોટાભાગની સરકારી કચેરીઓ છે તો નાની દમણમાં ખરીદી માટેના માર્કેટસ અને અન્ય રહેણાંક વિસ્તાર છે. માત્ર 72 સ્કવેર કિલોમીટરમાં પથરાયેલ દમણમાં 11 જેટલી પંચાયત છે. એક માત્ર દમણ નગરપાલિકા છે. લિકર ફ્રી ગણાતા દમણમાં પ્લાસ્ટિકસ, એન્જીનીયરીંગના ઉદ્યોગો છે. ભારતભરમાંથી આવતા કામદારોને કારણે દમણ આજે મીની ઇન્ડિયા બન્યું છે અને સતત વિકાસ કરી રહ્યું છે.

પોર્ટુગીઝ શાસનની અમીટ છાપ સમી પુરાણી વિરાસત

પોર્ટુગીઝનું એક સમયનું ચડિયાતું શાસન: વર્ષ 1510માં ગોવાને, 1535માં દીવને અને 1558માં દમણને તાબામાં લઇ લેનાર પોર્ટુગીઝોએ દમણ પર વર્ષ 1961 સુધી રાજ કર્યું હતું. દમણ પર 465 વર્ષ શાસન કરનાર પોર્ટુગીઝ શાસન ભારતના અન્ય પ્રદેશોમાં રહેલા અંગ્રેજોના શાસન કરતા અનેકગણું સારું શાસન હતું. પોર્ટુગીઝોએ દમણમાં કિલ્લો, ચર્ચ, માર્કેટસ, પોલીસ સ્ટેશન, મ્યુનિસિપલ કચેરી, સરકારી કચેરીઓના નિર્માણ સાથે દરિયા કિનારાનો વિકાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ હવે દાદરા નગર હવેલી સાથે મર્જર કરી એક સંઘપ્રદેશ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2019માં આ મર્જર અંગે કવાયત હાથ ધરાયા બાદ 26મી જાન્યુઆરી 2020માં તેનું એકીકરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રશાસનિક અધિકારીઓ સપ્તાહના ચોક્કસ દિવસ દમણ અને દાદરા નગર હવેલીમાં બેસી વહીવટ સંભાળે છે. હાલના પ્રશાસનના સઘન પ્રયાસથી જ આ પ્રદેશ પ્રવાસન સ્થળો માટે, લિકર માટે, ઉદ્યોગો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

  1. ચાયનીઝ દોરી, ટુક્કલ વેચી કે ખરીદી તો ખેર નથી!!! વેપારી અને ગ્રાહક બંને ગુનેગાર ગણાશે
  2. અમદાવાદ શહેરનું બ્યુટીફિકેશન: 8 જાન્યુઆરી સુધીમાં સૌ પ્રથમ તૈયાર કરાશે આઇકોનિક રોડ, 24 કલાક કામગીરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.