ETV Bharat / state

દમણગંગામાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 562 ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન

વાપીઃ વાપીમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવના પાંચમા દિવસે સર્વાધિક વિઘ્નહર્તાની મૂર્તિઓનું વાજતે-ગાજતે દમણગંગા નદી, રાતાખાડી, કોલક, દમણના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની ભીડ વચ્ચે એકલી દમણગંગા નદીમાં જ 562 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ganesh
author img

By

Published : Sep 7, 2019, 9:32 AM IST

ગણેશોત્સવના પાંચમા દિવસે વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે હિન્દી, ગુજરાતી, ભોજપુરી ગીતો, ભજનોની રમઝટ વચ્ચે શુક્રવારે બપોર પછી વાપીના વિવિધ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી.

દમણગંગામાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં 562 ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન
વિસર્જન યાત્રામાં દરેક મંડળના આયોજકો કાર્યકરો લાલ, લીલા, પીળા એક જ કલરના પોષાકમાં સજ્જ થઈ નાચગાન સાથે દમણગંગા નદી, રાતા ખાડી, કોલક નદી અને દમણના દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં બાપાની અંતિમ આરતી અને ગણપતિ બાપ્પા મોરીયાના જયઘોષ સાથે વિધ્નહર્તાનું પાણીના પ્રવાહમાં વિસર્જન કર્યું હતું. ગણેશોત્સવનાં પાંચમા દિવસના વિસર્જનમાં દમણગંગા નદીના કિનારે હજારો ગણેશ ભક્તોની ભીડ જામી હતી. અને મોડી રાત સુધીમાં 562 જેટલી ગણેશજીની મૂર્તિઓનું દમણગંગા નદીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એક ફૂટથી લઈને નવ ફૂટ સુધીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ફાયરના જવાનો, પોલીસ, હોમગાર્ડ, અને સામાજિક સંસ્થા પોલીસ સમન્વયના સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.

એક અંદાજ મુજબ વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામની આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી મળી દમણગંગા નદી, રાતાખાડી, દમણના દરિયા કિનારે, ઉમરગામ-નારગોલના દરિયાકિનારે અંદાજીત 1500 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Intro:story approved by assignment desk

સ્ટોરી વાપી માં લેવી

વાપી :- વાપીમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવના પાંચમા દિવસે સર્વાધિક વિધ્નહર્તાની મૂર્તિઓનું વાજતે-ગાજતે દમણગંગા નદી, રાતા ખાડી, કોલક, દમણના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની ભીડ વચ્ચે એકલી દમણગંગા નદીમાં જ 562 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Body:ગણેશોત્સવના પાંચમા દિવસે વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે હિન્દી, ગુજરાતી, ભોજપુરી ગીતો, ભજનોની રમઝટ વચ્ચે શુક્રવારે બપોર બાદ વાપીના વિવિધ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી.

વિસર્જન યાત્રામાં દરેક મંડળના આયોજકો કાર્યકરો લાલ, લીલા, પીળા એક જ કલર ના પોષાકમાં સજ્જ થઈ નાચગાન સાથે દમણગંગા નદી, રાતા ખાડી, કોલક નદી અને દમણના દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં બાપા ની અંતિમ આરતી અને ગણપતિ બાપ્પા મોરીયા....ના જયઘોષ સાથે વિધ્નહર્તાનું પાણીના ધસમસતા પ્રવાહમાં વિસર્જન કર્યું હતું.

ગણેશોત્સવનાં પાંચમા દિવસના વિસર્જનમાં દમણગંગા નદીના કિનારે હજારો ગણેશ ભક્તોની ભીડ જામી હતી. અને મોડી રાત સુધીમાં 562 જેટલી ગણેશજીની મૂર્તિઓનું દમણગંગા નદીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એક ફૂટથી લઈને નવ ફૂટ સુધીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ફાયરના જવાનો, પોલીસ, હોમગાર્ડ, અને સામાજિક સંસ્થા પોલીસ સમન્વયના સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.

Conclusion:એક અંદાજ મુજબ વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામની આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી મળી દમણગંગા નદી, રાતાખાડી, દમણના દરિયા કિનારે, ઉમરગામ-નારગોલના દરિયાકિનારે અંદાજીત 1500 જેટલી વિઘ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.