- સંઘપ્રદેશ દમણમાં પેટ્રોલના ભાવ કરતા ડીઝલના ભાવ વધુ
- દમણમાં પેટ્રોલ 91.23 રૂપિયાએ વેચાયુ
- ડીઝલ 91.82 રૂપિયાએ પહોંચ્યો
દમણઃ સંઘપ્રદેશ દમણના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ 91 રૂપિયાને પર પહોંચ્યો છે. ગત 11 જૂન 2020ના રોજ દમણમાં પેટ્રોલનો ભાવ 70.47 રૂપિયા હતો, જયારે ડીઝલનો ભાવ 65.73 રૂપિયા હતો. આજે એક વર્ષ બાદ દમણમાં પેટ્રોલ 91.23 રૂપિયાએ વેચાઈ રહ્યું છે, જયારે ડીઝલ તો પેટ્રોલથી પણ આગળ પહોંચીને 91.82 રૂપિયાએ પહોંચી ગયું છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો
છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, સરકારનું કહેવું છે કે, કિંમત આંતરરાષ્ટ્રીય કિંમતને કારણે વધી રહી છે. પરંતુ હકીકતમાં એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ તરીકે તગડી રકમ વસૂલી રહી છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ ડીઝલ પર મોટી રાહત, 24 દિવસ પછી ભાવમાં ઘટાડો
રાજ્ય સરકાર 1 લિટર પેટ્રોલ પર 20 રૂપિયા અને કેન્દ્ર સરકાર અંદાજે 33 રૂપિયા વસૂલે છે ટેક્સ
પેટ્રોલ પર કેન્દ્ર સરકાર રાજ્યો કરતાં પણ વધારે ટેક્સ લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવેલા વેટ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. સરેરાશ રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર અંદાજે 20 રૂપિયા અને કેન્દ્ર સરકાર અંદાજે 33 રૂપિયા ટેક્સ વસૂલે છે. એટલે કે પેટ્રોલ ડિઝલ પર લોકો અડધાથી વધારે રકમ તો સરકારને ટેક્સ તરીકે આપી રહી છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ચલાવવામાં આવતું આંદોલન
ઇંધણના વધતા ભાવના કારણે દેશમાં મોંઘવારી પણ અત્યંત ઝડપથી વધી રહી છે. શાકભાજી તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારા પાછળ વધી રહેલા ઇંધણના ભાવ પણ જવાબદાર છે. એક સમયે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ખૂબ આંદોલન ચલાવવામાં આવતું હતું. ત્યારે બીજી તરફ હાલ ભાજપ સત્તામાં છે તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં લઇ શકાતા નથી.
આ પણ વાંચોઃ પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં: નાણાં પ્રધાન
જનતાની આવકનો મોટા ભાગનો હિસ્સો પેટ્રોલ ડીઝલના ધુમાડામાં
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન સરકારના દબાણ હેઠળ કંપનીઓએ પેટ્રોલ ડીઝલમાં કોઈ ભાવ વધારો કર્યો નહોતો, પરંતુ જેવી ચૂંટણીઓ પતિ કે રોજના પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું શરુ થઇ ગયું છે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના લઈને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. જાહેર જનતાની આવકનો મોટા ભાગનો હિસ્સો પેટ્રોલ ડીઝલના ધુમાડામાં ઉડી રહ્યો છે.
જનતા માટે પડ્યા પર પાટુ જેવી સ્તિથી ઉભી કરી છે.સતત આગ દઝાળતા ભાવને લઈ હવે શહેરીજનો હેરાન પરેશાન થયા છે. આમ એક તરફ કોરોના કાળમાં ધંધા પાણી ચોપટ થયા અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજ થતા ભાવ વધારાએ જાહેર જનતા માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી કરી છે.