સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે સોમવારે દમણ માછીમાર મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેન અને તેના સભ્યોએ મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના વાપીના ઉદ્યોગો દ્વારા દમણગંગા નદીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને ઠલવી તેમજ દમણના દરિયા સુધી ઉદ્યોગોના પાણીના નિકાલ માટેના જે પાઇપલાઇન પ્રોજેકટ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી આ પ્રોજેકટને અટકાવી દઈ દમણના દરિયાને પ્રદુષિત થતો રોકવામાં મહત્વની સફળતા મેળવી છે. દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવાનું ઉમદા કામ પ્રશાસકે કર્યું હોય તેમ માછીમારોની રોજગારી છીનવાતી બચાવી હોવાથી તેમનો આભાર માન્યો હતો.
આ માટે માછીમાર મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ધર્મેશ ટંડેલના નેતૃત્વમાં નગરપાલિકા કાઉન્સિલર ચંદ્રગીરી ઈશ્વર, હરેશ ટંડેલ, નિરંજન ટંડેલ, આશિષ ટંડેલ, સતીશ ટંડેલ અને ઉદય ટંડેલના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલ પટેલને વિશેષ ભેટ આપી આભાર પ્રગટ કર્યો હતો.