ETV Bharat / state

Daman News: દમણમાં દરેક જગ્યાએ પાણી... પાણી...માઠી અસરથી મુશ્કેલીઓ શરૂ

સંઘપ્રદેશ દમણમાં 24 કલાક દરમ્યાન 9.24 ઈંચ જેટલો મુશળાધાર વરસાદ વરસ્યો છે. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરો તથા નાના મોટા ધંધા રોજગાર ચલાવતા દુકાનદારોની દુકાનમાં પાણી ફરી વળતા લોકો એ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

દમણમાં મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા

author img

By

Published : Jul 20, 2023, 11:48 AM IST

દમણમાં મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા

દમણ: મંગળવારે અને બુધવારે સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી શહેરના અને ગ્રામ્ય, ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. વરસાદી પાણી ભરાવાને કારણે દમણના ડેપ્યુટી કલેક્ટર સહિત નગરપાલિકાના પ્રમુખની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા.

રસ્તા પર પાણી ફરી વળ્યા: મંગળવાર-બુધવારના છેલ્લા 24 કલાકથી વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી સહિત સંઘપ્રદેશ દમણમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બુધવારની મોડી રાત્રીથી જાણે આકાશમાં મેઘ તાંડવ થયું હોય એમ મળસ્કે સુધી દમણમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. અતિભારે ખાબકેલા વરસાદને પગલે વહેલી સવારે પ્રદેશના એરપોર્ટ રોડ, દેવકા રોડ, કોલેજ રોડ, ડાભેલ, ભીમપોર ઔદ્યોગિક વિસ્તાર, નાની દમણ ધોબી તળાવ વિસ્તાર, પોસ્ટ ઓફિસ રોડ, ઝાંપાબાર રોડ, ખારીવાડ, સુપ્રિમ સહિત આસપાસના વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

બચાવવાનો પ્રયત્ન: દમણના દરેક મુખ્ય માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં જોઈએ ત્યાં ફક્ત પાણી પાણી ના જ દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તા પર જ નહીં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરો તથા નાના મોટા ધંધા રોજગાર કરતા દુકાનદારોની દુકાનોમાં અને ચાલીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં લોકો એ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. ઘરમાં ફરી વળેલા પાણીને કારણે લોકો જેટલી પણ ઘરવખરીનો સામાન બચાવી શકાય એટલી વસ્તુઓને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.

મુશ્કેલીનો સામનો કરવો પડ્યો: આ તરફ રસ્તા પર ફરી વળેલા પાણીને પગલે રાહદારીઓની સાથે વાહન ચાલકોએ પણ અનેક અગવડતાનો સામનો કરી રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. નાની દમણની જેમ મોટી દમણના પટલારા ગામની ખાડી પણ ઓવર ફ્લો થતા ખાડીના પાણી ગામના રસ્તા પર ફરી વળતા અહીં પણ લોકો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આવેલા સાંબેલાધાર વરસાદથી દમણનું સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું. વરસાદી પાણી વિવિધ વિસ્તારોમાં પ્રસરતાં દમણના ડેપ્યુટી કલેક્ટર સહિત નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમેં વિવિધ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દમણમાં 24 કલાક દરમ્યાન 234.8 એમ.એમ. ( 9.24 ઈંચ ) જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સિઝનનો કુલ 48.05 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.

  1. Daman News: દમણમાં ખાખીના સર્ચ ઓપરેશન બાદ આખરે 11 વર્ષીય બાળક મળી આવ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન
  2. Daman News: દમણમાં ખાખીના સર્ચ ઓપરેશન બાદ આખરે 11 વર્ષીય બાળક મળી આવ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.