ETV Bharat / state

International Jat Parliament : સમાજને ઉન્નત શિખર પર લઈ જવાની નેમ સાથે જયપુરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ - ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ

13મી એપ્રિલે વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદે (Gujarat Jat Samaj Vikas Parishad) આગામી 12મી જૂને જયપુરમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જાટ સંસદના (International Jat Parliament) આયોજનમાં 130 દેશમાંથી લોકો ઉપસ્થિત રહેશે.

International Jat Parliament : સમાજને ઉન્નત શિખર પર લઈ જવાની નેમ સાથે જયપુરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ

author img

By

Published : Apr 15, 2022, 10:50 AM IST

વાપી : વિશ્વભરમાં વસતા જાટ સમાજના લોકોને એક મંચ પર લાવી સમાજને નવી દિશા આપવાના ઉદેશ્યથી આંતરરાષ્ટ્રીય જાટ સંસદ દ્વારા 22 મી જૂનના રોજ જયપુર ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં (International Jat Parliament) વિશ્વના 130 દેશોમાંથી જાટ સરદાર ઉપસ્થિત રહેશે. જે અંગેનું આમંત્રણ વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને પાઠવવા સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી.એસ. કલવાનીયા વાપીમાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાજને ઉન્નત શિખર પર લઈ જવાની નેમ સાથે જયપુરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ

સમાજનું પ્રતિનિધિત્વ વધે તે ઉદ્દેશ - કાર્યક્રમ અંગેની રૂપરેખા આપતા આંતરરાષ્ટ્રીય જાટ સંસદના સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી.એસ. કલવાનીયાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં વસતા જાટ સમાજમાં એકતા વધે, તેમની કલા-સંસ્કૃતિ-સાહિત્યના ગૌરવ શાળી વારસાથી સમાજના લોકો પરિચિત થાય, આરોગ્ય, શિક્ષણ, રોજગારી ક્ષેત્રે જાગૃતિ આવે, રાજકીય ક્ષેત્રે હિસ્સેદારી-ભાગીદારીમાં સમાજનું (Culture of Jat Society) પ્રતિનિધત્વ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : JAIPUR FASHION SHOW 2022: રેમ્પ પર ઉતર્યા અનેક સ્ટાર્સ, 'ભાંગ વાલી ડ્રેસ' જોઈને લોકોએ કહ્યું વાહ!

130 દેશમાંથી લોકો ઉપસ્થિત રહેશે - આ પહેલા વર્ષ 2020 માં પ્રથમ વખત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં 62 દેશમાંથી જાટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 12મી જૂન 2022 ના જયપુરમાં (International Jat Parliament in Jaipur) આયોજિત આ દ્વિતીય સત્રમાં 130 દેશમાંથી સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સમાજના મહાપુરુષોને સન્માન - આંતરરાષ્ટ્રીય જાટ સંસદ સંયોજક પી.એસ. કલવાનીયાએ જણાવ્યું કે દેશમાં જાટ સમાજના વીર પુરુષો (Heroic Men of Jat Society) રાજા સુરજમલ, રાજા રણજીતસિંહ, ભગતસિંહ, ઉદ્ધમસિંહ જેવા સપૂતોએ દેશ માટે કુરબાની આપી હોવા છતાં તેને જોઈએ તેવું સન્માન આપવામાં નથી આવ્યું. કેબિનેટમાં આજે એક પણ જાટ પ્રતિનિધિ નથી તે અંગે ન્યાય મળે સન્માન મળે તેવી માંગ કરવા માટે વિશેષ પહેલ આ (Gujarat Jat Samaj Vikas Parishad) પરિષદમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : Heart Transplant in Jaipur : એર એમ્બ્યુલન્સ દ્વારા જયપુર લાવવામાં આવ્યું હૃદય

વાપીના સભ્યો ઉપસ્થિત રહેશે - વધુમાં પી.એસ. કલવાનીયાએ જણાવ્યું કે, આ પરિષદમાં દેશમાં ભાઈચારો કાયમ રહે, સામાજિક કુરિવાજોને તિલાંજલિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે સમાજને વધુને વધુ પ્રગતિના પંથે લઈ જવા કેવા પ્રયાસો કરવા જોઈએ. તે અંગે વિચાર મંથન કરવામાં આવશે. આ માટે દેશભરમાં વસતા જાટ સમાજના લોકોને આમંત્રણ આપવા ભારત ભ્રમણ કરી વાપીમાં (Jat Society in Vapi) ઉપસ્થિત રહ્યા હોવાનું સંયોજકોએ જણાવ્યું હતું. વાપીમાં તેમનું સ્વાગત કરી સત્રમાં ઉપસ્થિત રહેવાનો કોલ ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના સભ્યોએ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.