વાપી : નાણાપ્રધાન કનુ દેસાઈ એ ગુજરાત રાજ્યનું વર્ષ 2022-23 નું બજેટ (Gujarat Budget 2022) રજૂ કર્યું હતું. કનુ દેસાઈ વલસાડ જિલ્લાના પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ છે. તેથી બજેટને LIVE નિહાળવા માટે વાપીમાં VIA ઓડિટોરિયમમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ત્યાં વાપી, સરીગામ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Vapi Industrialists Welcomed the Budget) પ્રમુખ, હોદ્દેદારો, રાજકીય અગ્રણી તેમજ જાણીતા ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી કનુ દેસાઈને બજેટ રજૂ કરતા સાંભળ્યા હતા.
આ પણ વાંચો : Gujarat Budget 2022 : બજેટને લઈને કોંગ્રેસે કાઢી ઝાટકણી
ઉદ્યોગપતિઓએ બજેટને આવકાર્યું
બજેટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ વાપીના ઉદ્યોગપતિઓ પોતાના પ્રતિભાવ (Valsad with Budget) આપતા જણાવ્યું હતું કે, કનુ દેસાઈએ ખૂબ જ સારું બજેટ રજૂ કર્યું છે. દરિયાકાંઠાના લોકોથી લઈને આદિવાસી ક્ષેત્ર, ખેડૂતો, ઉદ્યોગો, આરોગ્ય ક્ષેત્રે વિશેષ જોગવાઈ આપતું બજેટ રજૂ કર્યું છે.
આ પણ વાંચો : Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!
વલસાડ જિલ્લાના ઉદ્યોગો, બીચ, હોસ્પિટલ માટે વિશેષ જાહેરાત
કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં વલસાડ જિલ્લામાં તિથિલ બીચને બ્લુ ફ્લેગ બીચ માટે વિશેષ જોગવાઈ, વાપી, સરીગામ GIDCમાં CETP દરિયા સુધીની પાઇપલાઇન માટે નાણાંકીય જોગવાઈ, માછીમારો માટે જેટીની સુવિધા, આરોગ્ય ક્ષેત્રે વાપીની હોસ્પિટલને 100 બેડની બનાવવાની જાહેરાત કરી હતી. ઉદ્યોગકારોએ (Entrepreneurs Reaction to the Budget) આ બજેટને સમતોલ વિકાસ માટેનું બજેટ ગણાવ્યું હતું. ઉદ્યોગકારોના મતે પુરાંતવાળું અને કરવેરા રહિત બજેટ હતું. જે ખેડૂતલક્ષી, ઉદ્યોગલક્ષી, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, બજેટ હોવાનું જણાવી કનુ દેસાઈને સારું બજેટ રજૂ કરવા માટે (Finance Minister Kanu Desai) અભિનંદન પાઠવ્યા હતા.