ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ભાજપનો ગઢ ગણાતી ઉમરગામ બેઠક શું મતદારોનો મિજાજ કેળવી શકશે? - Umargam Residents Demands

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ વિધાનસભા બેઠક (Umargam Assembly Seat ) વિશે.

Gujarat Assembly Election 2022: ભાજપનો ગઢ ગણાતી ઉમરગામ બેઠક શું મતદારોનો મિજાજ કેળવી શકશે?

author img

By

Published : Jul 6, 2022, 4:24 AM IST

Updated : Jul 6, 2022, 2:52 PM IST

ઉમરગામ: ગુજરાત રાજ્યમાં કુલ 182 વિધાનસભા ક્ષેત્ર છે. જેમાં વલસાડ જિલ્લામાં આવેલ ઉમરગામ તાલુકો છેલ્લી 182મી વિધાનસભા બેઠક છે. 182-ઉમરગામ વિધાનસભા બેઠક વર્ષ 1995થી ભાજપના કબ્જામાં છે. ગુજરાત રાજ્યમાં કુલ 182 વિધાનસભા પૈકી વલસાડ જિલ્લામાં 178-ધરમપુર, 179- વલસાડ, 180-પારડી, 181-કપરાડા, 182-ઉમરગામ એમ 5 વિધાનસભા આવેલી છે. એમાં ઉમરગામ વિધાનસભા બેઠક વિશે વિગતવાર જોઇએ.

ગુજરાત રાજ્યમાં કુલ 182 વિધાનસભા ક્ષેત્ર છે. જેમાં વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ તાલુકો છેલ્લી 182મી વિધાનસભા બેઠક છે. 182-ઉમરગામ વિધાનસભા બેઠક વર્ષ 1995થી ભાજપના કબ્જામાં છે. આ બેઠક પર રમણલાલ પાટકર સતત 5 ટર્મથી જીતતા આવ્યાં છે. રમણલાલ પાટકર 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ વન અને આદિજાતિ વિભાગના પૂર્વ રાજ્યપ્રધાન રહી ચૂક્યા છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં કુલ 53 ગામ અને ઉમરગામ નગરપાલિકા શહેરી વિસ્તાર છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : કનુ દેસાઈના નામે ભાજપ પારડી વિધાનસભા બેઠક તરી જશે?

ઉમરગામ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં 1,30,017 પુરુષ મતદારો, 1,13,323 મહિલા મતદારો મળી કુલ 2,43,340 મતદારો છે. જેમાં વારલી મતદારોના પ્રભુત્વ ઉપરાંત, હળપતિ, માછી, ભંડારી, ધોડી, પારસી, મુસ્લિમ સમાજના અને પરપ્રાંતીય મતદારો છે. જો કે 27 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો હોય પાછલા 10 વર્ષથી અનેક વિકાસના કામો થયા છે. રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, દરિયાઈ ધોવાણ અટકાવતી પ્રોટેક્શન વોલ, રોજગારી જેવી સુવિધાઓમાં વધારો થયો છે. તેમ છતાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારા માર્ગના અને પુલના અભાવે ચોમાસા દરમ્યાન આવાગમન માટે અનેક મુશ્કેલી સર્જાતી રહી છે. પીવાના શુદ્ધ પાણી માટે સુવિધાની કડી ખૂટે છે. દરિયાઈ ધોવાણ મોટી સમસ્યા છે. વર્ષ 2017માં ધારાસભ્ય રમણલાલ પાટકરે રાજ્યપ્રધાન બન્યા બાદ અહીંના મોટાભાગના વિસ્તારમાં વિકાસના કાર્યોને વેગ આપ્યો હતો.

2017 પ્રમાણેના કુલ મતદારો 2,43,340 સામે આવ્યા હતા. જેમાં, 1,30,017 પુરુષ મતદારો અને 1,13,323 સ્ત્રી મતદારો નોંધાયા હતા.

આગામી ચૂંટણીમાં મતદારોનો મિજાજ કેળવી શકશે?

અગાઉની ચૂંટણીના પરિણામો - ઉમરગામ વિધાનસભા બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક પર 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સતું દેવા વિજયી બન્યા હતાં. 1967માં પણ કોંગ્રેસ તરફથી સતું દેવા વિજેતા બન્યા હતાં. તો, 1972થી 1990 સુધીની પાંચ ટર્મ પણ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જેમાં 1972માં કિકલાભાઈ વારલી, 1975, 1980, 1985 અને 1990 તમામ ચૂંટણી કોંગ્રેસના છોટુ પટેલ જીત્યા હતાં. જો કે તે બાદ 1995થી શરૂ કરીને 2017 સુધીમાં યોજાયેલ તમામ ચૂંટણી અનુક્રમે 1995, 1998માં ભાજપના રમણલાલ પટેલ, વર્ષ 2002માં કોંગ્રેસનાના શંકરભાઇ મંગલાભાઈ વારલી વિજયી બન્યા હતાં. જે બાદ, 2007, 2012 અને 2017 એમ સળંગ 3 વિધાનસભાની ચૂંટણીમાં રમણલાલ પાટકર જીતતા આવ્યાં છે. રમણલાલ પાટકરે 2017માં 96004 મત મેળવી 41690ની લીડથી આ બેઠક જીતી હતી. કોંગ્રેસના પટેલ અશોક મોહનભાઇને 54314 મત મળતા કારમી હાર મળી હતી. 2017માં કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

લોકોના વ્યવસાયિક વિકલ્પો - ઉમરગામ અને સરીગામ GIDCમાં અનેક નાનામોટા ઔદ્યોગિક એકમો છે. અહીં જ દેશનો પ્રથમ નેનોટેક્નોલોજી પ્લાન્ટ સ્થપાયો છે. આ ઉપરાંત, એવરેસ્ટ મસાલા, ડોમ્સ, હિન્દુસ્તાન પેન્સિલ, ઇલેક્ટ્રિક કેબલ, ઓઇલ બનાવતી અપાર ઇન્ડસ્ટ્રીઝ સહિત ગાર્મેન્ટ્સ, પ્લાસ્ટિક, એન્જીનીયરીંગના મોટા એકમો કાર્યરત છે. સરીગામ GIDCમાં કેમિકલ પ્લાન્ટ, પેપરમિલ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના એકમો છે. ઉમરગામ ગુજરાતનું પ્રવેશ દ્વાર હોય અહીં મોટાપાયે ઔદ્યોગિક વિકાસ થયો છે. આ સાથે જ ખેતીવાડીક્ષેત્રે કેરી, ચીકુ, નારીયેલી જેવા બાગાયતી પાકો, મરચા, રીંગણાં, ટામેટા સહિતની શાકભાજીની અને ડાંગરની ખેતી કરવામાં આવે છે. તો, નારગોલ, મરોલી, ઉમરગામ જેવા મત્સ્ય બંદરો છે. માછીમારી પર નભતા માછીમારોની અહીં સારી એવી વસ્તી છે.

રાજકારણ અનેક દાવપેચથી ભરેલી બેઠક - જો કે શરૂઆતના 28 વર્ષ કોંગ્રેસે રાજ કર્યા બાદ 27 વરસથી ભાજપનો ગઢ બની ગયેલ ઉમરગામ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણી માટે રમણલાલ પટેલની વયમર્યાદા અને નાદુરસ્ત તબિયત નવા ઉમેદવારની શોધ તરફ ઈશારો કરી રહી છે. એટલે આ બેઠક પર કોંગ્રેસ અને આપ પાર્ટી હાલ સક્રિય થઈ છે. ભાજપનો ગઢ ગણાતી ઉમરગામ બેઠકનું રાજકારણ અનેક દાવપેચથી ભરેલું છે, તેમજ મતદારોનો મિજાજ કળવો પણ મુશ્કેલ છે. એટલે 27 વર્ષની સત્તા જાળવી રાખવા ભાજપ, જ્યારે ભાજપની એકધારી સત્તાને બ્રેક લગાવવા કોંગ્રેસ અને આ બંને પક્ષને ટક્કર આપી ઇતિહાસ રચવા આમ આદમી પાર્ટી સારા પ્રભુત્વ ધરાવતા મુરતિયાની શોધમાં છે.

ફિલ્મ-શૂટિંગ અને ધાર્મિક સ્થળો - 14 કિલોમીટરનો સુંદર દરિયાકાંઠો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉમરગામ, નારગોલ બીચ પ્રવાસીઓના માનીતા બીચ છે. વારલી સમાજ, માછીમારો, ધોડિયા પટેલ, કોળી પટેલ અહીંના નિર્ણાયક મતદારો છે. ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ અહીંનો મુખ્ય વ્યવસાય છે. એટલે આ પ્રદેશમાં પરપ્રાંતીય લોકોની પણ ખૂબ મોટી વસ્તી છે. ગુજરાતી ભાષા ઉપરાંત અહીં મહારાષ્ટ્રની સરહદ હોવાથી મરાઠી, હિન્દી ભાષા પણ વધુ પ્રમાણમાં બોલતી ભાષા છે. ઉમરગામ ફિલ્મ-શૂટિંગ માટે પણ જાણીતું છે. અહીં રામયણથી માંડીને અનેક ટીવી સિરિયલોનું નિર્માણ થયું છે. રામાનંદ સાગરનો સ્ટુડિયો પણ અહીં જ છે. એ ઉપરાંત બૉલીવુડ ફિલ્મોનું અને ભોજપુરી તેમજ સાઉથની ફિલ્મોનું શૂટિંગ થાય છે. ઈરાન છોડી વસવાટ માટેની ભૂમિની શોધમાં નીકળેલા પારસીઓ અહીંના સંજાણ બંદરે ઉતર્યા હતાં. એ સંજાણ પણ આ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે. પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિર સહિત અન્ય તમામ જાતિના ધાર્મિક સ્થળો છે.

ઉમરગામ વિધાનસભા બેઠક જાણીતી ખાસિયતો છે
ઉમરગામ વિધાનસભા બેઠક જાણીતી ખાસિયતો છે

ઉમરગામ વિસ્તારની ખાસિયતો - ઉમરગામ માટે કહેવાય છે કે, લીલીછમ હરિયાળી, પ્રવાસનને આકર્ષતો સમુદ્ર કિનારો, અનુકૂળ વાતાવરણ અહીં વસતા લોકોની ઉંમરમાં વધારો કરતું હોય તેને અનુરૂપ નામ પણ ઉમરગામ છે. ઉમરગામ તાલુકામાં 53 ગામ અને એક ઉમરગામ નગરપાલિકા છે. ગુજરાતની આ વિધાનસભા બેઠક એક એવી બેઠક છે જ્યાં 1995થી ભાજપમાં ધારાસભ્ય જીતતા આવ્યા છે. હાલમાં વિધાનસભા બેઠક, તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપના કબ્જામાં છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : 22 વર્ષ પછી લૂંટાયેલો ગઢ ભાજપ પાછો મેળવી શકશે? જાણો ટંકારા પડધરી વિધાનસભા બેઠક

ઉમરગામ વિસ્તારમાં રહેતા લોકોની માંગો - ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં વારલી મતદારોના પ્રભુત્વ ઉપરાંત, હળપતિ, માછી, ભંડારી, ધોડી, પારસી, મુસ્લિમ સમાજના અને પરપ્રાંતીય મતદારો છે. જો કે 27 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો હોય પાછલા 10 વર્ષથી અનેક વિકાસના કામો થયા છે. રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, દરિયાઈ ધોવાણ અટકાવતી પ્રોટેક્શન વોલ, રોજગારી જેવી સુવિધાઓમાં વધારો થયો છે. તેમ છતાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારા માર્ગના અને પુલના અભાવે ચોમાસા દરમ્યાન આવાગમન માટે અનેક મુશ્કેલી સર્જાતી રહી છે. પીવાના શુદ્ધ પાણી માટે સુવિધાની કડી ખૂટે છે. દરિયાઈ ધોવાણ મોટી સમસ્યા છે. વર્ષ 2017માં ધારાસભ્ય રમણલાલ પાટકરે રાજ્યપ્રધાન બન્યા બાદ અહીંના મોટાભાગના વિસ્તારમાં વિકાસના કાર્યોને વેગ આપ્યો હતો.

Last Updated : Jul 6, 2022, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.