વાપી : વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર ગુરુવારે કનુ દેસાઈએ જંગી જનમેદની સાથે (Pardi Assembly candidate) મામલતદાર કચેરીએ આવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેના બીજા દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. જે દરમિયાન ચૂંટણી અધિકારીની કચેરીમાં 5થી વધુ લોકો લઈ જતા તેઓને અટકાવ્યા હતા. જેને લઈને બન્ને પક્ષોના ઉમેદવારો, કાર્યકરોએ રોષ પ્રગટ કર્યો હતો. (Pardi assembly seat)
પોલીસ સાથે બે ઘડી તુ તુ મૈં મૈં પારડી વિધાનસભા બેઠક પર શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી પટેલ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં. મામલતદાર કચેરી પારડી ખાતે ફોર્મ ભરવા આવેલા જયશ્રી પટેલ અને કોંગ્રેસ આગેવાનો કચેરીમાં જેવાં ચૂંટણી અધિકારી (Congress AAP fury in Pardi) પાસે જતા હતા, ત્યારે પારડી પોલીસે તેમને અટકાવી માત્ર 5 લોકો જ ચેમ્બરમાં જઇ શકશે તેવી ચેતવણી આપી હતી. જેને લઈને કોંગ્રેસના આગેવાનોએ રોષ પ્રગટ કર્યો હતો. જેઓની પોલીસ સાથે બે ઘડી તુ તું મૈં મૈં થઈ હતી. (Vapi Assembly Candidate)
આપ-કોંગ્રેસના સમર્થકોએ રોષ પ્રગટ કર્યો જેમના ગયા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં. જેઓને પણ પોલીસ સ્ટાફે 5 વ્યક્તિઓ જ લઈને જવા જણાવતા તેઓ નારાજ થયા હતા. આ અંગે કેતન પટેલે જણાવ્યું હતું કે, પારડી ભાજપનો ગઢ મનાય છે. એટલે કનુ દેસાઈએ 20થી વધુ લોકોને લઈને આવ્યા તો તેમને ચૂંટણી અધિકારીની કેબિનમાં જવા દીધા જ્યારે અમને અટકાવ્યા છે. પરંતુ જનતા અમારી સાથે છે તેવા કટાક્ષ સાથે કેતન પટેલ અને તેમના સમર્થકોએ આ મામલે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. (Mamlatdar Office in Pardi)
આચારસંહિતા ભંગ કરી હોવાનો આક્ષેપ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 10મી નવેમ્બરે ભાજપના ઉમેદવાર કનુ દેસાઈ પારડી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા. ત્યારે તેમની સાથે અન્ય લોકો પણ અધિકારીની ચેમ્બરમાં ઘુસ્યા હતા. તેના ફોટો વિડિઓ અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જ્યારે 11મી નવેમ્બરે ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસના ઉમેદવાર અને આપના ઉમેદવારને નિયમો બતાવી 5થી વધુ એન્ટ્રી આપતા રોક્યા હતા. જે મામલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકરોએ આક્રોશ ઠાલવી કનુ દેસાઈએ ટોળા સાથે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જઈ આચારસંહિતા ભંગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. (Gujarat Assembly Election 2022)