ધાક ધમકી આપવાની આ ઘટનામાં જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તે શિવમ પટેલની પેનલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં તેઓ પોતે પણ ABVPના કાર્યકરો છે અને તે કાર્યકરના નાતે તેમણે CRની ટીકીટની માંગ કરી હતી.પરંતુ ABVPના કન્વીનર મેહુલ પટેલ નાની દમણ અને મોટી દમણના વિદ્યાર્થીઓ વચ્ચે ભાગલા પડાવવા માંગતા હોય તેમણે ટીકીટ ના આપતા અમે અલગ પેનલ રચી છે.
હાલ આ સમગ્ર મામલે ધાક ધમકીના આક્ષેપો કરનારા અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર AVBPના પ્રાંત સહપ્રધાન યુતિ પ્રદીપ ગજરે, નવસારી વિભાગના સંયોજક હર્ષિત દેસાઈ હવે મીડિયાથી ભાગતા ફરી રહ્યા છે. સમગ્ર મામલે મોટા ઉપાડે સાંસદ પરિવાર પર આક્ષેપો કર્યા બાદ હવે આ મામલે કંઈપણ કહેવા કેમેરા સામે તૈયાર નથી અને વલસાડના ABVPના સંયોજક કમેરા સામે બોલશે તેવું કહી ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું છે. જે જોતા કદાચ ક્યાંક ને ક્યાંક GSની ચૂંટણીમાં ABVPએ જ હારની બીકે આ રાજકારણ રમ્યા હોવાનું કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે.