ભારતમાં એક અંદાજ મુજબ કોર્નિયલ બ્લાઈન્ડનેસવાળા 4.6 મિલિયન લોકો છે. જેમનો કોર્નિયલ પ્રત્યારોપણ દ્વારા ઈલાજ સંભવ છે. કોર્નિયલ પ્રત્યારોપણ 90 ટકાથી વધુ લોકોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જેનાથી કોર્નિયલ અંધાપાવાળા વ્યક્તિઓ ફરીથી દ્રષ્ટિ મેળવી શક્યા છે. ધૂંધળા કોર્નિયા સાથે જન્મ લેવાવાળા બાળકોમાં પણ કોર્નિયાનું પ્રત્યારોપણ કરીને તેમના જીવનમાં મોટો બદલાવ લઇ આવી શકાય છે. અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીમાં અંગ પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે કોર્નિયલ પ્રત્યારોપણ અને અંગ પ્રત્યારોપણ માટે પડોશી રાજ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં લોકોએ જવું પડતું હતું. જ્યાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ, હવે આ પ્રત્યારોપણની મંજૂરી મળી જતા સંઘપ્રદેશમાં કોર્નિયલ પ્રત્યારોપણ સંભવ બની શકશે.
સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલને મળી ચક્ષુ બેન્કની મંજૂરી
સેલવાસ: સંઘપ્રદેશ સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી આપી છે. હવે, અંગ દાતાઓ દ્વારા દાન કરેલી આંખો જરૂરીયાતમંદ અંધ વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરી તેને દ્રષ્ટિ આપવાનું સંભવ બનશે.
ભારતમાં એક અંદાજ મુજબ કોર્નિયલ બ્લાઈન્ડનેસવાળા 4.6 મિલિયન લોકો છે. જેમનો કોર્નિયલ પ્રત્યારોપણ દ્વારા ઈલાજ સંભવ છે. કોર્નિયલ પ્રત્યારોપણ 90 ટકાથી વધુ લોકોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જેનાથી કોર્નિયલ અંધાપાવાળા વ્યક્તિઓ ફરીથી દ્રષ્ટિ મેળવી શક્યા છે. ધૂંધળા કોર્નિયા સાથે જન્મ લેવાવાળા બાળકોમાં પણ કોર્નિયાનું પ્રત્યારોપણ કરીને તેમના જીવનમાં મોટો બદલાવ લઇ આવી શકાય છે. અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીમાં અંગ પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે કોર્નિયલ પ્રત્યારોપણ અને અંગ પ્રત્યારોપણ માટે પડોશી રાજ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં લોકોએ જવું પડતું હતું. જ્યાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ, હવે આ પ્રત્યારોપણની મંજૂરી મળી જતા સંઘપ્રદેશમાં કોર્નિયલ પ્રત્યારોપણ સંભવ બની શકશે.
અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીમાં અંગ પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે કોર્નિયલ પ્રત્યારોપણ અને અંગ પ્રત્યારોપણ માટે પડોશી રાજ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં લોકોએ જવું પડતું હતું. જ્યાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ હવે, આ પ્રત્યારોપણની મંજૂરી મળી જતા સંઘપ્રદેશમાં કોર્નિયલ પ્રત્યારોપણ સંભવ બની શકશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં કોર્નિયલ બ્લાઈન્ડ લોકોની નોંધણી તૈયાર કરવામાં આવી ચુકી છે. હવે કોર્નિયલ પ્રત્યારોપણથી આ લોકો દ્રષ્ટિ મેળવીને આ દુનિયાને જોવાનો મોકો પામશે. આ પ્રક્રિયાની તૈયારી સ્વરૂપે વિનોબા ભાવે હોસ્પિટલમાં ખાસ નેત્રબેંકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 5000 લોકોને અંગદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો છે. જેમાં 500 લોકોને ખાસ અંગદાન કાર્ડ પણ આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
અંગદાન એ મહાદાન છે. એનાથી બીજા શબ્દોમાં કહીએ તો જીવનનું અનમોલ નજરાણું છે. લોકો પોતાના અંગદાન થકી અનેક લોકોને જીવનદાન આપી શકે છે.
અંગદાન અને નેત્ર પ્રત્યારોપણ દર વર્ષે હજારો લોકોને જીવન જીવવા માટેનો બીજો અવસર બને છે. અંગદાન એક એવી પ્રક્રિયા છે. જેમાં એક મનુષ્યના (મૃત અથવા તો જીવિત) સારા અંગો અને ટિશ્યુને લેવામાં આવે છે. અને તે બાદ તે અન્ય જરૂરીયાત મંદ વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ પ્રકારનું અંગદાન બીજી વ્યક્તિની જિંદગી બચાવી શકે છે. દાદરા નગર હવેલીમાં પણ મૃતકના અંગદાનની સંભાવના ખૂબ જ રહેલી છે. કેમ કે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતો થાય છે, જેમાં વધારે પડતા કિસ્સા બ્રેઈન ડેડના હોય છે.
Conclusion:અંગદાન કોઈપણ વ્યક્તિ કરી શકે છે. પછી તે કોઈ પણ ઉંમરની હોય કોઈપણ જાતિની હોય તે અંગ દાન કરી શકે છે. જો તેની ઉંમર 18 વર્ષથી નીચેની હોય તો તેના માતા પિતાની અથવા કાનૂની પ્રક્રિયા દ્વારા અંગદાન લેવાય છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંગદાનથી 50 જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે. જેમાં મહત્વપૂર્ણ અંગો જેવા કે હૃદય, લીવર, ફેફસા, કિડની, પાચન ગ્રંથિ, હાર્ટ વાલ્વ, ત્વચા, હાડકા, અસ્થિબંધ, શિરાઓ વગેરે દાન કરી શકાય છે.
Photo file and net image