ETV Bharat / state

દમણમાં આજે સ્થાનિક સ્વરાજ્યના મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહનો માહોલ - Voting for Panchayats

દમણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી જ ત્રણેય પ્રદેશના કુલ 726 મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ જોવા મળી રહી છે.

દમણમાં આજે સ્થાનિક સ્વરાજ્યના મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ

author img

By

Published : Nov 8, 2020, 1:46 PM IST

  • સંઘપ્રદેશમાં આજે મતદાન
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાઈ રહ્યું છે મતદાન
  • દમણમાં કુલ 204 મતદાન કેન્દ્રો છે.

દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી જ ત્રણેય પ્રદેશના કુલ 726 મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ જોવા મળી રહી છે. દમણમાં કુલ 204 મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારોની મતદાન માટેની કતાર જોવા મળી હતી. ત્રણેય પ્રદેશની મળીને ફુલ 439 બેઠક માટે 910 ઉમેદવારો મેદાનમાં છે.

દમણમાં આજે સ્થાનિક સ્વરાજ્યના મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ
ભાજપ-JDU અને અપક્ષ વચ્ચે મુખ્ય ચૂંટણી મુકાબલો

દમણ ગુજરાત રાજ્યની પેટા ચૂંટણી સંપન્ન થયા બાદ રવિવારે 8મી નવેમ્બરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મળીને કુલ 439 બેઠક માટે 910 ઉમેદવારો મેદાનમાં છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ-JDU અને અપક્ષ વચ્ચે મુખ્ય ચૂંટણી મુકાબલો છે.

શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણી બાદ રવિવારે 8મી નવેમ્બરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના એકીકરણ બાદ બનેલા પ્રદેશમાં પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. પ્રદેશમાં પૂરતી વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચે ખાસ તૈયારીઓ ઊભી કરી છે. પંચાયતો માટે મતદાન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં કુલ 726 મતદાન કેન્દ્રો પર વહેલી સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શુભારંભ થયો છે. દમણમાં 204, દીવમાં 50 અને દાદરાનગર હવેલીમાં 471 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. કુલ 38 ગ્રામ પંચાયતના સરપંચ, 350 ગ્રામ પંચાયતના સભ્યો અને 44 પંચાયતની બેઠક માટે પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. તો નગરપાલિકાની 45 બેઠકો માટે મતદાન કેન્દ્ર રાખવામાં આવ્યા છે.

કોરોના વાઇરસની મહામરીને ધ્યાને રાખી સમય વધારાયો

હાલના કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને મતદાનનો સમય સવારે અને સાંજે એક-એક કલાક વધારીને સવારના સાતથી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની 4 અને પાલિકાની ત્રણ બેઠક અગાઉથી બિન હરીફ ઉમેદવાર ચૂંટાઇ આવ્યા છે. મતદાન પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે અને તમામ મતદાન બૂથ પર મતદારોની કતારો જોવા મળી રહી છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એ જ રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

11મીએ મતગણતરી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 11મી નવેમ્બરે મોટી દમણ સ્થિત ITI અને સેલવાસના કરાડ ખાતે મતગણતરી કરવામાં આવશે દાદરા નગર હવેલીમાં ભાજપ અને JDU એલાયન્સ પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એ જ રીતે દમણમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.