ETV Bharat / state

કોરોના અસર: દમણમાં બીચ-બજાર અને શાળાઓ બની સુમસામ - દમણમાં શાળાઓ બંધ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કહેરે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે Prevention Better Than Cure કહેવતને અનુસરી દમણ પ્રશાસન દ્વારા પરિપત્રો બહાર પાડી શાળા-કોલેજ-બીચ પરની અવર-જવર, બજારોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને હાલ દમણમાં આ તમામ સ્થળો સુમસામ બન્યા છે.

Etv Bharat, Gujarati News, Daman NEws, Corona News
દમણમાં બીચ-બજાર અને શાળાઓ બની સુમસામ
author img

By

Published : Mar 18, 2020, 4:08 PM IST

દમણઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કહેરે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે Prevention Better Than Cure કહેવતને અનુસરી દમણ પ્રશાસન દ્વારા પરિપત્રો બહાર પાડી શાળા-કોલેજ-બીચ પરની અવર-જવર, બજારોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને હાલ દમણમાં આ તમામ સ્થળો સુમસામ બન્યા છે.

કોરોના અસર: દમણમાં બીચ-બજાર અને શાળાઓ બની સુમસામ
પ્રવાસન સ્થળ તરીકે જાણીતા દમણમાં કોરોના વાઈરસના ભયને લઈને પ્રશાસન દ્વારા શાળા-કોલેજોને બંધ રાખવા હુકમ આપ્યો છે. 31મી માર્ચ સુધીના આ હુકમને પગલે હાલ શાળા કોલેજોમાં નીરવ શાંતિ પથરાયેલી છે. એ જ રીતે આરોગ્ય વિભાગ અને દમણ કલેકટરે લોકોને ભીડવાળી જગ્યાથી દૂર રહેવાની સૂચના આપી છે. દમણના દરિયા કિનારે આવતા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. દરિયા કિનારો પ્રવાસીઓના કોલાહલ અને ચહલપહલ વિના સુમસામ બન્યો છે. દમણમાં આવેલી ચીજવસ્તુઓની ખરીદી માટેની બજાર, શાકભાજી માર્કેટમાં પણ એકલ દોકલ ગ્રાહક સિવાય કોઈ નજરે પડતું નથી.

ઉલ્લેખનીય છે કે, દમણમાં કોરોનાના વાઇરસનો ચેપ કોઈને ના લાગે તે માટે પ્રશાસન દ્વારા વિવિધ પરિપત્રો જાહેર કર્યા છે. જેમાં આગામી 31મી માર્ચ સુધી જાહેર સમારંભના કે લગ્ન કાર્યક્રમો, સામાજિક મીટિંગો પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.