ETV Bharat / state

દમણમાં બ્યુટીફીકેશનના નામે રોપેલાં નારીયેલીના છોડ સાર સંભાળના અભાવે મુરજાઈ ગયા..! - destroyed

દમણ: દમણના કોસ્ટલ હાઇવે રૂટ પર બ્યુટીફીકેશનના નામે મોટે ઉપાડે નારિયેળીના છોડવા ઉગાડવામાં આવ્યા હતા. પણ દુ:ખની વાત તો એ છે કે, ભેસલોર સર્કલથી ભીમપોર પાતલીયા સુધીના રૂટ પર રોપવામાં આવેલા નારિયેળીના છોડવાઓ સૂકાઇને ખરી પડયા છે. તેમ જ અમુક છોડવા પાલતુ પશુઓ દ્વારા ચાવી જવામાં આવતા તંત્રની બેદરકારી છતી થઈ છે.

દમણ
author img

By

Published : May 19, 2019, 4:20 AM IST

સહેલાણીઓને આકર્ષવા માટે દમણમાં કરોડોના ખર્ચે માર્ગો અને બીચનું બ્યુટીફીકેશન હાથ ધરાયુ હતું. જે અંતર્ગત દમણ ગુજરાતને જોડતા કોસ્ટલ હાઇવેની આસપાસ કેટલાક નારિયેળીના છોડ રોપવામાં આવ્યા આવ્યા હતા. પણ સાર સંભાળના અભાવે તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ છોડવાઓનું બાળ મરણ થઇ રહ્યું છે. દમણ PWD દ્વારા લગાવવામાં આવેલા આ નારિયેળીના છોડ સારસંભાળના અભાવે રખડતા ઢોરો દ્વારા ચારા તરીકે ચવાઈ ગયા છે અથવા તો સ્થાનિક નાગરિકો દ્વારા સંગે વગે કરવામાં આવ્યા છે.

દમણમાં બ્યુટીફીકેશનના નામે રોપેલાં નારીયેલીના છોડ સાર સંભાળના અભાવે મુરજાઈ ગયા..!

તો બીજી તરફ પાણીની પાઇપ લાઈન નાખવાથી કેટલીક નારિયેળી ઉખાડી પણ નાખવામાં આવી છે. લાખોના ખર્ચે રોપવામાં આવેલી નારિયેળીઓ તરફ યોગ્ય ધ્યાન ન દોરાતા તે સુકાઈ રહી છે. વૃક્ષોની સારસંભાળ અને ગેરકાયદે કટિંગના મામલે ઉદાસીનતા દાખવાતા દમણના માર્ગો પર ગ્રીનરી નામશેષ થવાના આરે આવી ગઇ છે. હવે આકરા ઉનાળાની શરુઆત થવા પામી છે. ત્યારે, વૃક્ષોની સંખ્યા ઘટતા કેવી હાલાકી ભોગવવી પડે છે. તેનો અહેસાસ વાહન ચાલકોને થઇ રહ્યો છે.

એક વાર નારિયેળીના છોડની રોપણી થઇ ગયા બાદ તંત્રે તેના પર ધ્યાન આપવાનું જ માંડી વાળ્યું છે. તેમજ ફરી વખત જે તે વિભાગ દ્વારા નવા વૃક્ષની રોપણી પણ કરવામાં નથી આવી. આ છોડવાઓને પાણી પીવડાવવા માટે PWD તથા કોન્ટ્રાકટર દ્વારા ટેન્કર મૂકવામાં આવ્યા છે પણ છોડવાની હાલત જોતા એમ લાગી રહ્યું છે કે, ઘણા સમયથી તેમને પાણી પણ મળ્યું નથી.

PWD નુ ટેન્કર જયારે મૂડ થાય ત્યારે, માત્ર હાઇ-વે ડિવાઇડરની વચ્ચે આવેલા છોડવાઓને પાણી છાંટીને જતું રહે છે. જયારે હાઈ-વેની આસપાસ લાગેલા તમામ છોડવાઓ વિષે ટેન્કરવાળાને કોઈ ખબર જ નથી અથવા તો તે આ છોડને પાણી આપવા બાબતે સદંતર ઉદાસીનતા સેવી રહ્યા છે. ત્યારે PWD વિભાગ મરણ પામતા નારિયેળીના આ નાના છોડ પ્રત્યે ધ્યાન આપે અને બચેલી નારિયેળીની સાર સંભાળ લે તેવી લોક માગ ઉઠવા પામી છે.

Slug :- દમણમાં બ્યુટીફીકેશનના નામે રોપેલાં નારીયેલીના છોડ સાર સંભાળના અભાવે મુરજાઈ ગયા!

Location :- દમણ

દમણ :- દમણના કોસ્ટલ હાઇવે રૂટ પર બ્યુટીફીકેશનના નામે મોટે ઉપાડે નારિયેળીના છોડવા ઉગાડવામાં આવ્યા હતા. પણ દુ:ખની વાત તો એ છે કે, ભેસલોર સર્કલથી ભીમપોર પાતલીયા સુધીના રૂટ પર રોપવામાં આવેલા નારિયેળીના છોડવાઓ સૂકાઇને ખરી પડયા છે. તેમ જ અમુક છોડવા પાલતુ પશુઓ દ્વારા ચાવી જવામાં આવતા તંત્રની બેદરકારી છતી થઈ છે.

સહેલાણીઓને આકર્ષવા માટે દમણમાં કરોડોના ખર્ચે માર્ગો અને બીચનું બ્યુટીફીકેશન હાથ ધરાયુ હતું. જે અંતર્ગત દમણ ગુજરાતને જોડતા કોસ્ટલ હાઇવેની આસપાસ કેટલાક નારિયેળીના છોડ રોપવામાં આવ્યા આવ્યા હતા. પણ, સાર સંભાળના અભાવે તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ છોડવાઓનું બાળ મરણ થઇ રહ્યું છે. દમણ PWD દ્વારા લગાવવામાં આવેલા આ નારિયેળીના છોડ સારસંભાળના અભાવે રખડતા ઢોરો દ્વારા ચારા તરીકે ચવાઈ ગયા છે. અથવા તો સ્થાનિક નાગરિકો દ્વારા સંગે વગે કરવામાં આવ્યા છે. 

બીજી તરફ પાણીની પાઇપ લાઈન નાખવાથી કેટલીક નારિયેળી ઉખાડી પણ નાખવામાં આવી છે. લાખોના ખર્ચે રોપવામાં આવેલી નારિયેળીઓ તરફ યોગ્ય ધ્યાન ન દોરાતા તે સુકાઈ રહી છે. વૃક્ષોની સારસંભાળ અને ગેરકાયદે કટિંગના મામલે ઉદાસીનતા દાખવાતા દમણના માર્ગો પર ગ્રીનરી નામશેષ થવાના આરે આવી ગઇ છે. હવે આકરા ઉનાળાની શરૃઆત થવા પામી છે. ત્યારે, વૃક્ષોની સંખ્યા ઘટતા કેવી હાલાકી ભોગવવી પડે છે. તેનો અહેસાસ વાહન ચાલકોને થઇ રહ્યો છે. 

એક વાર નારિયેળીના છોડની રોપણી થઇ ગયા બાદ તંત્રે તેના પર ધ્યાન આપવાનું જ માંડી વાળ્યું છે. તેમજ ફરી વખત જે તે વિભાગ દ્વારા નવા વૃક્ષની રોપણી પણ કરવામાં નથી આવી. આ છોડવાઓને પાણી પીવડાવવા માટે PWD તથા કોન્ટ્રાકટર દ્વારા ટેન્કર મૂકવામાં આવ્યા છે. પણ છોડવાની હાલત જોતા એમ લાગી રહ્યું છે. કે, ઘણા સમયથી તેમને પાણી પણ મળ્યું નથી.

PWD નુ ટેન્કર જયારે મૂડ થાય ત્યારે, માત્ર હાઇવે ડિવાઇડરની વચ્ચે આવેલા છોડવાઓને પાણી છાંટીને જતું રહે છે. જયારે હાઈવેની આસપાસ લાગેલા તમામ છોડવાઓ વિષે કાં તો ટેન્કરવાળાને કોઈ ખબર જ નથી અથવા તો તે આ છોડને પાણી આપવા બાબતે સદંતર ઉદાસીનતા સેવી રહ્યા છે. ત્યારે, પી.ડબ્લ્યુ.ડી વિભાગ મરણ પામતા નારિયેળીના આ નાના છોડ પ્રત્યે ધ્યાન આપે અને બચેલી નારિયેળીની સાર સંભાળ લે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Video spot  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.