ETV Bharat / state

દમણમાં 1 લાખથી વધુ લોકોએ લીધા વેકસીનના ડોઝ, યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ - Vaccination

દમણની કુલ વસ્તીના 60 ટકા થી વધુ લોકોને વેકસીનનો પ્રથમ અથવા બંને ડોઝ પૂરો કરાવવામાં દમણ પ્રશાસન સફળ થયું છે. દમણમાં 12મી જૂન સુધીમાં પ્રશાસને જાહેર કરેલા આંકડા મુજબ કુલ 1,07,742 લોકોએ વેકસીનના ડોઝ લીધા છે. હાલમાં 6 સેન્ટર પર 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેકસીનેશન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વેકસીન સેન્ટર પર કોરોનાની રસી મુકાવવા યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

xx
દમણમાં 1 લાખથી વધુ લોકોએ લીધા વેકસીનના ડોઝ, યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ
author img

By

Published : Jun 13, 2021, 6:24 PM IST

  • દમણમા રસીકરણનુ કામકાજ પુરજોશમાં
  • 12 જૂન સુધી 1,07,742 લોકોએ રસી લીધી
  • દમણની 60 ટકા વસ્તિએ રસી લઈ લીધી

દમણ : દમણમાં અત્યાર સુધીમાં 3419 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 3374 લોકો સાજા થયા છે. હાલમાં માત્ર 44 દર્દીઓ જ સારવાર હેઠળ છે. રસીકરણ ઝુંબેશમાં દમણની વસ્તીના 60 ટકાથી વધુ લોકોએ રસીના ડોઝ લીધા છે. હાલમાં યુવાનો માટે ચાલતી વેકસીનેશન કામગીરીમાં પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણમાં 12મી જૂન સુધીમાં કુલ 1,07,742 લોકોએ કોરોના વેકસીનના ડોઝ લીધા છે. દમણના કોળી પટેલ સમાજના હોલમાં છેલ્લા 21 દિવસથી દમણ પ્રશાસન દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં 20 દિવસમાં 20 હજાર લોકોએ કોરોનાની રસીના ડોઝ લીધા છે.

રોજના એક હજાર લોકોને અપાય છે વેકસીન

વેકસીનેશન સેન્ટરમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે સેન્ટરમાં ફરજ બજાવતા કોમન હેલ્થ સેન્ટરના દ્વિજેશા પટેલે વિગતો આપી હતી કે આ સેન્ટરમાં સવારના 10 થી 4 વાગ્યા સુધી અથવા 5 વાગ્યા સુધી 18 પ્લસ યુવાનોને વેકસીન આપવામાં આવે છે. દરરોજના 1000 વેકસીનના ડોઝ અપવામાં આવે છે. વેકસીનેશન લેવા આવતા દરેકે યુવાનોએ એ માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવાનું રહે છે. નંબર મુજબ દરેકને રસી આપવામાં આવે છે. તે બાદ ઓબ્ઝર્વેશન હોલમાં અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં છે. અહીં વેકસીનેશન પહેલા ખાસ એન્ટીજેન રેપીડ ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં યુવાનોના એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવે છે. હાલ આ કેમ્પમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. યુવાનોમાં વેકસીનના ડોઝ લેવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દમણમાં 1 લાખથી વધુ લોકોએ લીધા વેકસીનના ડોઝ, યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ

આ પણ વાંચો : પાટણ શહેરમાં 42% થયુ રસીકરણ, 1, 28,000 લોકોને રસીકરણનો આપ્યો ટાર્ગેટ

પરપ્રાંતીય કામદારો લઈ રહ્યા છે વેકસીન

દમણના આ વેકસીનેશન સેન્ટર પર દમણના સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર કહેવાતા વરકુંડ, દુણેઠા, ભેંસલોર ગામના સ્થાનિક યુવાનો ઉપરાંત આ વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના કામદારો પણ વેકસીન લેવા આવી રહ્યા છે. સરેરાશ યુવાનોમાં યુવકોનું પ્રમાણ વધુ છે. તેમ છતાં વેકસીન માટે યુવક-યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રશાસનની સારી વ્યવસ્થાને પ્રતાપે અત્યાર સુધીમાં કુલ 1,07,742 લોકોએ વેકસીનના ડોઝ લીધા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.