આ રેલીમાં ટ્રાફિક નિયમોની માહિતી આપતા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. કારણ કે, દિવમાં દારુના સેવન પર પ્રતિબંદ નથી. આથી ત્યાર પ્રવાસે આવતા પ્રવાસીઓ સામાન્ય રીતે નશો કરતા હોય છે. જ્યારે નશો કર્યા બાદ કેટલાક લોકો ડ્રાઈવીંગ પણ કરતા હોય છે. આથી નશો કર્યા બાદ ડ્રાઈવીંગ ન કરવા લોકોને માહિતી આપતા રેલીમાં બેનરો પણ લગાવવામાં આવ્યાં હતાં. આ સાથે લોકોને નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરતા સંભવિત અકસ્માત વિશે પણ જાણકાર કરવામાં આવ્યાં હતાં.
આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ‘2018માં પોલીસે નિયમનો ભંગ કરી ડ્રાઈવીંગ કરતા વાહન ચાલકો પાસેથી 41 લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ દ્વારા વાહન ચાલકોને રેલી દ્વારા નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અને અપીલ કરવામાં આવી હતી.