ETV Bharat / state

દમણની હોટેલોમાં યુવાધને ડાન્સ વિથ DJના સંગાથે 2022ને વિદાય આપી 2023ને કર્યું વેલકમ - દમણમાં નવા વર્ષની ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણની હોટેલોમાં પ્રવાસીઓએ 31st લાસ્ટ નાઈટ પાર્ટીમાં વર્ષ 2022ને વિદાય આપી આજથી શરૂ થતાં નવા વર્ષ 2023ને વેલકમ (Dance with DJ sang farewell to 2022 in Daman) કર્યું હતું. યુવાનોએ DJ ના તાલે ગુજરાતી ગરબા, હિન્દી-અંગ્રેજી સોંગ્સ પર ધમાલ બોલાવી હતી.

દમણની હોટેલોમાં યુવાધને ડાન્સ વિથ DJના સંગાથે 2022ને વિદાય આપી 2023ને કર્યું વેલકમ

author img

By

Published : Jan 1, 2023, 11:25 AM IST

દમણની હોટેલોમાં યુવાધને ડાન્સ વિથ DJના સંગાથે 2022ને વિદાય આપી 2023ને કર્યું વેલકમ

દમણ: ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા દમણની વિવિધ હોટેલો એવી સેન્ડી રિસોર્ટસ, મીરમાર, મીરસોલ, સી-રોક, ગોલ્ડ બીચ સહિત અનેક હોટેલમાં 31st લાસ્ટ નાઈટ પાર્ટી એન્ડ ન્યુ યર વેલકમ (Dance welcome 2023 with DJ in hotel in Daman) માટે સમગ્ર ગુજરાતમાંથી આવેલા પ્રવાસીઓએ DJ અને લાઈવ બેન્ડના તાલે નાચગાન સાથે વેજ-નોનવેજ વાનગીઓ અને તેમાં પણ સી-ફૂડ અને શરાબની ભરપૂર મોજ કરી નવા વર્ષને આવકાર્યું હતું.

DJના તાલે ગરબાની રમઝટ: વર્ષ 2022ને બાય બાય કરવા અને વર્ષ 2023ને વેલકમ (new year 2023 party in daman) કરવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો પ્રવાસીઓએ દમણની વિવિધ હોટેલમાં 31st નાઇટની જોરદાર મજા માણી હતી. દમણમાં મોટેભાગે ગુજરાતી પ્રવાસીઓ વધુ આવતા હોય આ ગુજરાતી પ્રવાસીઓએ ગુજરાતી ગરબા.. મેળે...મેળે... છોગાળા તારા... જેવા ગીતો ઉપરાંત દેખા જો તું જે યાર... નાચો નાચો આજ નાચો..... અને ડોંન ફિલ્મના મૈં હું ડોન જેવા ગીત સાથે હિન્દી-ઈંગ્લીશ ફ્યુઝન મ્યુઝિક કમ DJના તાલે રોશનીના ઝગમગાટ વચ્ચે પોતાના પરિવાર અને પ્રિયતમા તેમજ બાળકો સાથે ડાન્સ કરી ધૂમ મચાવી હતી.

આતશબાજી સાથે ન્યુ યર સેલિબ્રેશન: વર્ષના અંતિમ દિવસે સુરતથી દમણ આવેલા વિશાલ અને કલ્યાણી ઝરીવાલાએ જણાવ્યું હતું કે, તેમને ખૂબ જ મજા આવી છે. દર વર્ષે તેઓ તેમના પરિવાર સાથે દમણમાં નવા વર્ષને વેલકમ કરવા આવે છે. દમણની હોટેલોમાં DJ-સેટઅપ ખૂબ જ સરસ હોય છે. 31st ની ઉજવણીમાં નાચગાન કરી વેજ નોનવેજ વાનગીઓનો સ્વાદ ચાખે છે. જે બાદ 12 વાગ્યે થતી આતશબાજી સાથે ન્યુ યર સેલિબ્રેશન (New Year Celebration in Daman) કરે છે.

ગણતરીની હોટેલોમાં જ ન્યુ યર પાર્ટીનું આયોજન: 31st લાસ્ટ નાઈટ અને નવા વર્ષની આવકારવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દેવકા સહિતના બીચ પર આવેલી વિવિધ હોટેલોમાં આવે છે. હોટેલ સંચાલકો પણ આ દિવસને ધ્યાને રાખી હોટેલો ને શણગારી પ્રવાસીઓને ડાન્સ વિથ GJ મ્યુઝિકના તાલે ઝૂમતા કરવા વિશેષ અયોજન કરે છે. જો કે આ વખતે ગણતરીની હોટેલોમાં જ ન્યુ યર પાર્ટીનું આયોજન હોય હોટેલોમાં ઓછી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને નવા વર્ષને આવકારવા સંગીતના તાલે ઝૂમ્યા હતા.

વર્ષ 2023ને અવકારવાનો અનોખો થનગનાટ: આકર્ષક અને શરીરને મન મોહી લેતા કપડામાં સજ્જ યુવતીઓ એ દરેક હોલીવુડ-બોલીવુડ ફિલ્મી ગીતો, રેપ સોંગ્સ અને ગુજરાતી ગરબાના તાલે શરીરની અદાઓ દ્વારા એકમેકને મદહોશ કર્યા હતા. તો પાર્ટીમાં ડાન્સ સાથે તમામ હોટેલોમાં ગાલા ડિનરની વ્યવસ્થા હતી. જેમાં વેજ-નોનવેજ વાનગીઓની અને શરાબની મજા માણી હતી. લાસ્ટ નાઈટ પાર્ટીમાં આવેલા યુવાનોમાં વર્ષ 2022ને બાય બાય કહેવાનો અને નવા વર્ષ 2023ને (new year 2023) અવકારવાનો અનોખો થનગનાટ જોવા મળ્યો હતો.

મ્યુઝિકના સંગાથે ડાન્સનો આનંદ: સુરતના ભાવિન અને અંકિતાએ જણાવ્યું હતું કે, 31st હોય એટલે તેઓ પરિવાર સાથે અચૂક દમણ આવે છે. આ દિવસને તેઓ એન્જોય કરે છે. અવનારું વર્ષ સારું જાય એ માટે તેઓ દર વર્ષે 31st ની ઉજવણી કરવા આવે છે. અહીંની હોટેલોમાં પણ માત્ર કપલ કે પરિવારને જ એન્ટ્રી આપતા હોય સુરક્ષિત રહી દરેક પ્રકારની વાનગીઓની મિજબાની માણી મ્યુઝિકના સંગાથે ડાન્સ નો આનંદ ઉઠાવે છે.

બીચ પરના પ્રતિબંધથી પ્રવાસીઓ નારાજ: આ વખતે દમણ પ્રશાસને પણ ખાસ નિયમો બનાવી સખતાઈ વર્તી હોય, પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી નડી નહોતી. પરંતુ દરિયા કિનારે ઘેઘૂવતા સાગરના સંગાથે લાસ્ટ નાઈટની માજા માણવા આવેલા અસંખ્ય પ્રવાસીઓના એ મનોરથ પૂર્ણ ના થતા નિરુત્સાહ થયા હતાં. તેમ છતાં પોલીસ અને પ્રશાસનની વ્યવસ્થાને લઈ આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.