ETV Bharat / state

દમણ: યુવતીનો વિડીયો પોર્ન સાઈટ પર અપલોડ કરવાની આપી ધમકી - Youth

દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલ યુવકે દમણના એક ફરિયાદીના ફેસબુક પર પૂજા નામની યુવતી પાસેથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. જે બાદ તેનો વોટ્સએપ નંબર મેળવી વીડિઓ કોલ કરી યુવતી પાસે અશ્લીલ હરકતો કરાવી તેનું વિડિઓ રેકોર્ડિંગ કર્યું હતું. જે ક્લિપને વાયરલ કરી દેવાની અને પોર્ન વેબસાઇટ્સ પર અપલોડ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી બ્લેક મેઈલ કરતા હતાં. ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ આધારે દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

yyy
દમણ: યુવતીનો વિડીયો પોર્ન સાઈટ પર અપલોડ કરવાની આપી ધમકી
author img

By

Published : May 22, 2021, 11:26 AM IST

  • દમણમાં યુવતી સાથે વિડીયો કોલમાં અશ્લિલ હરકત
  • પોર્ન સાઈટ પર વિડીયો અપલોડ કરવાની આપતો હતો યુવક
  • રાજસ્થાનથી યુવકની કરવામાં આવી ધરપકડ

દમણ : દમણમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે ફેસબુક પર દોસ્તી કરી એક યુવતીએ વિડિયો કોલ કર્યો હતો. જેમાં અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડિંગ કરી લઈ તેને વાયરલ કરી દેવાની તેમજ પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી ધમકી આપી પૈસાની માંગણી કરે છે. દમણ પોલીસે આ ફરિયાદ આધારે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકની કરવામાં આવી ધરપકડ

નાની દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી છે. જમશેદ ખાન નામના આ આરોપી સામે દમણના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી યુવકના ફેસબુક પર કોઈ પૂજા નામની યુવતીએ(નામ બદલ્યું છે) ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ ફરિયાદી સાથે મેસેજમાં ચેટિંગ કરી તેનો વોટ્સએપ નંબર મેળવી વિડિયો કોલ કર્યો હતો. વીડિઓ કોલમાં યુવતીએ અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડીંગ કરી ફરિયાદી ને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પૈસાની માંગણી કરી જો પૈસા નહિ આપે તો જે વિડિયો કલીપ છે. તેને વાયરલ કરી દેવાની અને પોર્ન સાઇટ પર અપલોડ કરી દેવાની અને પોલીસમાં ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : ગોધરાના પોલીસકર્મીએ કોરોનાગ્રસ્ત પત્નિની સાથી મહિલા શિક્ષિકાની છેડતી કરી

જમશેદ ખાન નામના યુવકની ધરપકડ કરી

ફરિયાદીની આ ફરિયાદને ગંભીર ગણી નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સોહિલ જીવાણીએ જિલ્લા પોલીસવડાની સૂચના આધારે એક ટીમનું ગઠન કરી ટેક્નિકલ સર્વેલન્સ, સોશ્યલ મીડિયા, બાતમીદારોના સહયોગથી તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ માહિતી આધારે આ વિડિયો કોલ કરનાર ગેંગ રાજસ્થાનમાં સક્રીય હોવાનું જાણવા મળતા એક ટીમને રાજસ્થાન મોકલી રાજસ્થાન પોલીસની મદદથી અલવર જિલ્લાના લક્ષ્મણગઢ ખાતેથી જમશેદ રૂસ્તમ ખાન નામના 27 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જેને નાની દમણ ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા નામદર કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી

પકડાયેલ યુવક સાથે અન્ય કેટલા લોકો સામેલ છે. અન્ય ક્યાં ક્યાં ગુન્હા કર્યા છે. તેની વિગતો મેળવવા નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સોહિલ જીવાણીએ વધુ તપાસ હાથ ધરી છે. દમણ પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા સમયે સાવધાન રહે અને સોશિયલ મીડિયામાં નંબર કે અન્ય માહિતી આપવાનું ટાળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.