ETV Bharat / state

દમણની શ્રીસાંઈ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનારા 3 ઝડપાયા - thief

દમણ: ડાભેલ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બે દિવસ પહેલા રાતે ચોરી થઈ હતી. આ ઘટનામાં પોલીસે બે શકમંદોને ઝડપીને તપાસ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આ બંને ઈસમોએ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી બે લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દમણની શ્રીસાંઈ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા
author img

By

Published : May 17, 2019, 6:15 PM IST

દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી શ્રીસાંઇ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારની રાતે ચોરીનો બનાવ બન્યો હતો. ચોરી કરનારા મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. અજાણ્યા ચોરોએ કમ્પ્યુટર, મોનિટર તથા પોલીમરની બેગ મળી અંદાજે 2 લાખનો સામાન ચોરી કરી હતી. આ અંગે મશાલ ચોક વિસ્તારમાં રહેતા સંતોષ ધનશ્રી ઉપાધ્યાયે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દમણની શ્રીસાંઈ ઈન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા

આ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે નાની દમણના સોમનાથ ડાભેલ વિસ્તારમાં રહેતા ત્રણ ઇસમોને શંકાને આધારે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસની કડક તપાસમાં સોમનાથ વિસ્તારમાં રહેતા વિષ્ણુ રામતીર્થ ચૌરસિયા, વાજીહુદ્દીન સનાઉલ્લાહ મન્સૂરૂ અને ઉમેશ રમેશ ઠાકુરે પોલીસ સમક્ષ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 20 મે સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Slug :- 2 લાખના સમાનની ચોરી કરનાર ઇસમોને દમણ પોલીસે ઝડપી પાડ્યા

Location :- દમણ

દમણ :- દમણના ડાભેલ 
વિસ્તારમાં આવેલ એક કંપનીમાં બે દિવસ અગાઉ રાત્રીએ ચોરી કરનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેની પાસેથી અંદાજે 2 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. 

દમણના ડાભેલ સ્થિત શ્રીસાઇ ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારની રાત્રીએ કોઇ ચોર ઇસમો કંપનીના મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી અંદર પ્રવેશી ગયા હતા. કંપનીમાંથી કમ્પ્યુટર, મોનિટર તથા પોલીમરની બેગ મળી અંદાજે 2 લાખનો સામાન ચોરી કરી ગયા હતા. 

ચોરીના બનાવ અંગે નાની દમણના મશાલ ચોક વિસ્તારમાં રહેતા સંતોષ ધનશ્રીભાઇ ઉપાધ્યાયે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી 380 અને 457 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

આ દરમિયાન નાની દમણના સોમનાથ ડાભેલ વિસ્તારમાં રહેતા ત્રણ ઇસમોને શંકાને આધારે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. સોમનાથ વિસ્તારમાં રહેતા વિષ્ણુ રામતીર્થ ચૌરસિયા, વાજીહુદ્દીન સનાઉલાહ મંસૂરી અને ઉમેશ રમેશ ઠાકુરે પોલીસ સમક્ષ ચોરીની કબુલાત કરી લેતા પોલીસે કાયદેસરની ધરપકડ કરી હતી. ચોરીના કેસના ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 20મી મે સુધીના રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી હોવાનું કલરીયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીએ જણાવ્યું હતું.

Bite :- સોહિલ જીવાણી, પીઆઇ, કલરીયા આઉટપોસ્ટ, દમણ

Video spot

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.