ETV Bharat / state

દમણના દરિયામાં ભળતું વાપી સરીગામ જીઆઈડીસીનું પ્રદૂષિત પાણી, મુલાકાતીઓ માટે મોરના પગ સમાન - દમણ પ્રશાસન

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેના પ્રવાસન સ્થળને કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જો કે દમણના દરિયામાં ભળતું વાપી જીઆઈડીસી, સરીગામ જીઆઈડીસીની કેમિકલ કંપનીઓનું કલરયુક્ત પાણી દરિયાના પાણીને કાળા પીળા રંગવાળું બનાવી રહ્યું છે. ત્યારે આ અંગે દમણ પ્રશાસન યોગ્ય આયોજન કરે તેવી ઈચ્છા દમણના ઇતિહાસ પર પુસ્તક લખનાર લેખકે વ્યક્ત કરી છે.

દમણના દરિયામાં ભળતું વાપી સરીગામ જીઆઈડીસીનું પ્રદૂષિત પાણી, મુલાકાતીઓ માટે મોરના પગ સમાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 3:13 PM IST

દમણ પ્રશાસન યોગ્ય આયોજન કરે તેવી ઈચ્છા

દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે દમણ પ્રશાસન દ્વારા કરોડોના ખર્ચે અનેક આકર્ષણ જન્માવતી સુવિધા ઉભી કરી કાંઠા વિસ્તારને સુંદર બીચમાં તબદીલ કર્યો છે. જો કે, દમણના દરિયામાં ભળતું વાપી જીઆઈડીસી, સરીગામ જીઆઈડીસીની કેમિકલ કંપનીઓનું કલરયુક્ત પાણી દમણવાસીઓને અને પ્રવાસીઓને દરિયામાં ન્હાતા પહેલા નાકના ટેરવા ચઢાવી રહ્યું છે.

મોરના પગ : આપણે સૌ જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર ખૂબ સુંદર છે. તે સરસ નૃત્ય કરી જાણે છે, પરંતુ જેટલો સુંદર તેનું નૃત્ય હોય છે, જેટલા સુંદર તેના પીંછા છે. એટલા જ ખરાબ તેના પગ છે. તેથી એવું કહેવાય છે કે, મોર જ્યારે પોતાના પગની સામે જુએ છે, ત્યારે તે રડી પડે છે. કંઈક આવું જ દમણવાસીઓને અને દમણ આવતા પ્રવાસીઓને દમણનો દરિયો જોઈને થાય છે.

કેમિકલ કંપનીઓનું પાણી : પ્રવાસીઓ માટે આકર્ષણ જન્માવતા દમણના સુંદર બીચની તુલનાએ દરિયાનું પાણી બ્લ્યુ કલરને બદલે કાળા પીળા રંગવાળું છે. કેમ કે આ દરિયાના પાણીમાં વાપી-સરીગામ જીઆઈડીસીની કેમિકલ કંપનીઓનું પાણી વર્ષોથી ભળી રહ્યું છે. જે અંગે દમણમાં લેખક અને દમણના ઇતિહાસ પર પુસ્તક લખનાર કે. સી. સેઠી અને સુનિતા સેઠી નામના દંપતીએ વસવસો વ્યક્ત કર્યો છે.

બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકસિત થઈ શકે છે : દમણ નજીક વાપી જી.આઇ.ડી.સી. અને સરીગામ જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીઓનું પાણી વાપી-સરીગામના CETPમાં ટ્રીટ કરી નજીકમાં પસાર થતી દમણગંગા નદી ભેળવીને કે પાઇપલાઇન મારફતે દમણના દરિયામાં છોડવામાં આવે છે. જેને કારણે દમણનો દરિયો બ્લુ કલરને બદલે કાળાશ અને પીળાશ પડતા પાણીમાં તબદિલ થયો છે.

દમણના દરિયામાં ભળતું આ ગંદુ પાણી ડાયરેક્ટ દરિયાના પાણીમાં ભળે નહીં તેવી વ્યવસ્થા દમણ પ્રશાસન દ્વારા કરવામાં આવે તો જેમ દીવનો ઘોઘલા બીચ બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકસિત થયો છે. તેવી જ રીતે દમણનો આ દરિયા કિનારો પણ બ્લુ ફ્લેગ બીચ તરીકે વિકસિત થઈ શકે છે... કે. સી. સેઠી (લેખક)

કરોડોના પ્રોજેક્ટો પર પ્રશ્ન : મોરના પગની જેમ આ દરિયાનું ગંદુ પાણી એક તરફ દમણ પ્રશાસન દમણના બીચને સુંદર બનાવવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરી સુંદર પ્રવાસન ધામ તરીકે વિકસિત કરી રહ્યા છે. આ વિકાસ પામેલા દમણના દરિયા કિનારાના બીચ પ્રવાસીઓને દરિયા કિનારે ફરવાનો આનંદ આપે છે. પરંતુ પ્રવાસી દરિયાના એ જ પાણીમાં ન્હાવવાનો લાભ લઈ શકતા નથી. મોરના પગની જેમ આ દરિયાનું ગંદુ પાણી પ્રવાસીઓને નાકના ટેરવાં ચઢાવવા મજબૂર કરી રહ્યું છે.

ગંદો બની રહ્યો છે દમણનો દરિયો : લગભગ 27 વર્ષથી દમણમાં રહેતા કે. સી. શેઠી અને સુનીતા શેઠી દમણના ઇતિહાસ અંગે પોર્ટુગીઝ શાસન પર અંગ્રેજી, ગુજરાતીમાં પુસ્તક પ્રગટ કરી ચૂક્યા છે. દમણની ધરોહર, દમણનો દરિયા કિનારો, બીચ નું સુંદર વર્ણન તેઓએ આ પુસ્તકમાં કર્યું છે. જોકે આ જ દમણના બીચ પર એક તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તો બીજી તરફ દમણનો દરિયો એટલો જ ગંદો બની રહ્યો છે.

  1. પોર્ટુગીઝ શાસનની 150થી 400 વર્ષની વિરાસતની આજે પણ દમણમાં લેવાઈ રહી છે સારસંભાળ
  2. ભારતીય રેલવેની આશાવાદી કન્ટેનર સેવાનો પાંચ વર્ષ બાદ ફિયાસ્કો ! સંકલનના અભાવે સપના અધૂરા રહ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.