આ સેવાના અધિકારીઓની સિવીલ સર્વિસીસ પરીક્ષા દ્વારા સીધી ભરતી કરવામાં આવે છે. અને તે બાદ રાજધાની દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વહીવટી કાર્યો માટેના જવાબદાર વહીવટકર્તા તરીકે નિમવામાં આવે છે.
દાનિક્સમાં પસંદગી માટે વાર્ષિક ધોરણે યોજાતી સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરવી પડે છે. આ સિવિલ સર્વિસીસ પરીક્ષા ત્રણ તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા પ્રક્રિયા છે. પ્રથમ તબક્કે પ્રારંભિક પરીક્ષા તરીકે ઓળખાતી એક preliminary exam થાય છે. આ એક ક્વોલિફાઇંગ પરીક્ષા હોય છે. તે જનરલ સ્ટડીઝ કાગળ અને યોગ્યતા પરીક્ષણ હેઠળ લેવામાં આવે છે. તે aptitude test પાસ કરનાર ઉમેદવાર જ બાદની "મુખ્ય પરીક્ષા" આપી શકે છે.
જેમાં નવ પેપરનો સમાવેશ થાય છે. દરેક ઉમેદવારે વૈકલ્પિક વિષય અને ચાર સામાન્ય અભ્યાસક્રમો, એક નિબંધ, અંગ્રેજી ભાષાનાં પેપર અને પ્રાદેશિક ભાષાના પેપર પસંદ કરવાના હોય છે. એ પછી તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. નૉન-ગેઝેટ્ડ સિવિલ સર્વિસ ઑફિસર્સના પ્રમોશન દ્વારા કેડરને પસંદ કરવામાં આવે છે. જ્યારે ત્રીજા તબક્કામાં લાયકાત મુજબ સીધી ભરતી કરી વહીવટી કામગીરી માટે પ્રમોશન આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વહીવટી પરીક્ષા પાસ કરનાર દાનિક્સ અધિકારીઓને પ્રશાસક પ્રફુલ પટેલે સંઘપ્રદેશની વહીવટી કામગીરીથી અવગત કરાવ્યા હતા.