ETV Bharat / state

દમણ પ્રશાસને કુંતાવાસીઓના આધારકાર્ડ ચેક કરી વાહનોને પ્રવેશ આપ્યો

કોરોના મહામારી અને લોકડાઉનમાં દમણ પ્રશાસને દમણની તમામ બોર્ડર સીલ કરી કોરોના મુક્ત રહેવામાં સફળતા મેળવી છે. લોકડાઉનના દિવસોમાં દમણની બોર્ડર સાથે જોડાયેલ ગુજરાતના કુંતા ગામની સરહદ પણ સીલ કરી હતી. જે સરહદને ખુલ્લી કરી ગામલોકોને આધારકાર્ડ ચેક કરી વાહનોને સેનેટાઇઝ કરી પ્રવેશ આપ્યો હતો.

daman
કોરોના મહામારી
author img

By

Published : May 29, 2020, 9:56 PM IST

દમણ: દમણ ગુજરાતની સરહદ લોકડાઉનમાં સીલ કરી દીધા બાદ દમણમાં જ આવેલું અને દમણની સરહદથી જોડાયેલ કુંતા ગામના લોકો મુસીબતમાં મુકાયા હતાં. ગામના લોકોનો વેપારધંધો, રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દમણમાં જઇ શકતા નહોતા. આ સમસ્યામાંથી કુંતા ગામના લોકો બહાર નીકળી શક્યા છે. તેમજ દમણમાં આવાગમન શરૂ કર્યું હતું.

દમણ પ્રશાસને કુંતાવાસીઓના આધારકાર્ડ ચેક કરી વાહનોને સેનેટાઇઝ કરી પ્રવેશ આપ્યો
આ અંગે દમણ કલેકટર રાકેશ મીનહાસે પ્રશાંસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વનો નિર્ણય લઈ બોર્ડરને ખોલી દેવામાં આવી છે. હાલ ત્યાં ગુજરાત અને દમણની સયુંકત પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. જે લોકો કુંતા ગામમાંથી દમણમાં આવતા લોકોને ચેક કરી તે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામનું થર્મલ ચેકીંગ કરી, વાહનોને સેનેટાઇઝ કરી પ્રવેશ આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કુંતા ગામના મોટાભાગના લોકોનો વેપાર ધંધો, રોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ માટે દમણ આવવું અતિ આવશ્યક છે. એ ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં દમણ જે રીતે અત્યાર સુધી કોરોના મુક્ત રહ્યું છે. તેવી જ રીતે કોરોના મુક્ત રાખવામાં સહયોગ આપે તેવી આશા કલેકટરે વ્યક્ત કરી હતી. જે પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ જવા લક્ષણો દેખાય તેઓ આરોગ્ય કેન્દ્રમાં જઇ સારવાર કરાવે અને ઘરે જ રહે તેવી અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.