ETV Bharat / state

Daman Accident News : દમણના બામણ પૂજા પાસે નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા

દમણના 3 યુવાનો બામણ પૂજા પાસે નદીમાં વહેણમાં ડૂબી ગયા હતા. એક સાથે 3 મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, ખારીવાડમાં આવેલ દિવ્ય દર્શન બિલ્ડિંગમાં રહેતા 4 યુવાનો દમણના બામણ પૂજા પાસેની નદીમાં ન્હાવા ગયા હતા. જેમના મૃતદેહ મળ્યા બાદ દમણ પોલીસે એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી.

Daman Accident News
Daman Accident News
author img

By

Published : Aug 12, 2023, 10:43 PM IST

દમણના બામણ પૂજા પાસે નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા

દમણ : ગુજરાતની સરહદે બન્ને પ્રદેશમાંથી પસાર થતી નદીના વહેણમાં ન્હાવા ગયેલ દમણના 3 યુવકો ડૂબી જતાં મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ દમણ-વાપી પોલીસ અને ફાયર સ્ટાફે યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહને દમણની સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલવામાં આવ્યા છે.

દમણના 3 યુવાન : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મૃતક યુવકો નાની દમણના ખારીવાડમાં આવેલ દિવ્ય દર્શન બિલ્ડિંગમાં રહે છે. આ 4 યુવાનો શનિવારે બપોરે દમણના બામણ પૂજા પાસેની નદીમાં ન્હાવા ગયા હતા. ગુજરાતના ભીલાડ પલસેટ ગામની હદ તરફની નદીમાં 4 પૈકી 3 યુવાનો ન્હાવા માટે ઉતાર્યા હતા. જેમાં 32 વર્ષીય રોહિત બોરા, 25 વર્ષીય ક્રિષ્ના જીવન બોરા અને 20 વર્ષીય સંદીપ નેગી નદીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા. એ દરમિયાન પાણીનું વહેણ વધી જતાં ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા.

પાણીના વહેણમાં તણાયા : ડૂબતા ત્રણેય યુવકોએ ચોથા મિત્રને બચાવવા બૂમાબૂમ કરતા તેણે મદદ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગ્ય સમયે મદદ ન મળતા ત્રણેય યુવાનો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ તાત્કાલિક મોટી દમણ કોસ્ટલ પોલીસ અને દમણ ફાયરને કરવામાં આવી હતી. પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર આવી યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

મૃતદેહ મળ્યા : આ ઘટના ગુજરાતની હદમાં ઘટિત થઈ હોવાથી વાપી ફાયર અને વાપી-ભીલાડ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેઓએ પણ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. ઘણા પ્રયત્નો બાદ એક પછી એક ત્રણેય યુવાનોના મૃતદેહ અલગ અલગ સ્થળેથી મળી આવ્યા હતા.

મૃતક યુવકો : આ ઘટનામાં 32 વર્ષીય રોહિત બોરા, 25 વર્ષીય ક્રિષ્ના જીવન બોરા અને 20 વર્ષીય સંદીપ નેગી નામના યુવકો મોતને ભેટ્યા હતા. જેમના મૃતદેહ મળ્યા બાદ દમણ પોલીસે એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી.

પરિવારમાં શોકની લાગણી : ઉલ્લેખનીય છે કે, બનાવ ગુજરાતની હદમાં ઘટયો હોવાને કારણે આ મામલે 0 નંબરથી ફરિયાદ ભીલાડ પોલીસને મોકલવામાં આવી હોવાનું દમણ પોલીસે જણાવ્યું હતું. જ્યારે ત્રણેય યુવકોના મૃત્યુથી તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

  1. Daman News: દમણમાં દરેક જગ્યાએ પાણી... પાણી...માઠી અસરથી મુશ્કેલીઓ શરૂ
  2. Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.