ETV Bharat / state

રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકા સભ્યની ધરપકડ - revolver

વલસાડઃ દમણ નગરપાલિકાના સભ્ય અને બિલ્ડર સલીમ મેમણની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી છે. વાપીના ખમણ હાઉસના વેપારીએ સલીમ મેમણ સામે રિલોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરવાનો અને મિલ્કત લખાવી લેવાનો આરોપ મુક્યો છે.

રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકાના સભ્યની ધરપકડ
author img

By

Published : Jul 6, 2019, 2:14 AM IST

ઉલ્લેખનીય છે કે, વલસાડ SOG અને LCBની ટીમે સલીમ મેમણની ધરપકડ કર્યા બાદ તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે. વ્યાજે નાણાં આપી રિવોલ્વર બતાવી ધમકી આપી મિલ્કત પોતાના નામે કરવાના ગુનામાં પકડાયેલા આરોપી સલીમ મેમણને વલસાડ પોલીસે તેમના વિવિધ સ્થળો પર લઈ જઈ તપાસ હાથ ધરી છે.

રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકાના સભ્યની ધરપકડ

જે અંતર્ગત શુક્રવારે સલીમ મેમણને લઈને વલસાડ પોલીસે દમણમાં જે બેંકમાં તેમના એકાઉન્ટ છે. તે બેંકમાં તેમજ તેમના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી. સલીમ મેમણ લક્ઝુરિયસ કારમાં ફરતો હોય તેમની કારને પણ પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. સલીમ મેમણ વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં બે બે ગુના નોંધાતા દમણનું રાજકારણ ગરમાયુ છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ SOG અને LCBની ટીમે સલીમ મેમણની ધરપકડ કર્યા બાદ તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે. વ્યાજે નાણાં આપી રિવોલ્વર બતાવી ધમકી આપી મિલ્કત પોતાના નામે કરવાના ગુનામાં પકડાયેલા આરોપી સલીમ મેમણને વલસાડ પોલીસે તેમના વિવિધ સ્થળો પર લઈ જઈ તપાસ હાથ ધરી છે.

રિવોલ્વરની અણીએ વ્યાજે આપેલા નાણાં વસૂલ કરનાર દમણ પાલિકાના સભ્યની ધરપકડ

જે અંતર્ગત શુક્રવારે સલીમ મેમણને લઈને વલસાડ પોલીસે દમણમાં જે બેંકમાં તેમના એકાઉન્ટ છે. તે બેંકમાં તેમજ તેમના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી. સલીમ મેમણ લક્ઝુરિયસ કારમાં ફરતો હોય તેમની કારને પણ પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. સલીમ મેમણ વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં બે બે ગુના નોંધાતા દમણનું રાજકારણ ગરમાયુ છે.

Intro:વાપી :-  જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે પૈસા આપ્યાં બાદ ધમકી આપવાના અને જમીન મિલકતો પડાવી લેવાના કેસમાં  વલસાડ પોલીસે ધરપકડ કરેલ સલીમ મેમણ વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં વાપીના એક ખમણ હાઉસના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જે સાથે જ વલસાડ પોલીસે સલીમ મેમણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે.


Body:વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં દમણ નગરપાલિકાના  સભ્ય અને વ્યાજે નાણાં આપવાનો ધંધો કરનાર બિલ્ડર એવા સલીમ અનવર બારવટીયા ઉર્ફે મેમણ વિરુદ્ધ ધમકી આપી 33 કરોડ રૂપિયાની મિલકતો અને 55 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પડાવી લેવાની ફરિયાદ નોંધાયા બાદ સલીમ મેમણ વિરૂદ્ધ વાપીમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

સલીમ મેમણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, સલીમ મેમણ રહેવાસી ખારીવાડ દમણવાડા પાસેથી ફરિયાદીએ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધેલા તેના બે મહિનામાં 5,80,000 રૂપિયા ઊંચા વ્યાજે ચૂકવવા છતાં પણ ફરિયાદી પાસે બીજા પાંચ લાખ રૂપિયા માંગતા તે નહીં આપતા આરોપીના માણસ ઇન્સાફ દ્વારા અવારનવાર વ્યાજ વસૂલવા ફરિયાદીને દુકાને મોકલી ધમકી આપી અને પોતે પણ તેના માણસો સાથે 24-6-2019 ના રોજ દુકાને જઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવી તેમજ બીજા ઈસમે ચપ્પુ બતાવી માર મારી ફરિયાદીના ધંધાના આશરે 60 હજાર જેટલા રૂપિયાની લુંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેક માસ અગાઉ ધંધાના કામે પૈસાની જરૂરિયાત ઊભી થતા સલીમ અનવર બારવટીયા પાસેથી ઘણા લોકો વ્યાજે પૈસા લેતા હોય તેમણે પણ અગાઉ તેમની પાસે વ્યાજે પૈસા લીધેલા હોય જેથી સારી રીતની ઓળખાણ મુજબ તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની જરૂરિયાત માટે આ પૈસા વ્યાજે લીધા હતાં. સલીમે જે તે વખતે બેંક એકાઉન્ટની ચેકબુક તથા 100 રૂપિયા ના સ્ટેમ્પ સાથે પોતાની ઓફિસે આવી જવા ફરિયાદીને જણાવ્યું હતું. ત્યાં તેણે 1,50,000 રૂપિયા બેંક મારફતે તેમના એકાઉન્ટમાં જમા કરાવેલ અને કહેલ કે તને બે લાખ રૂપિયા આપ્યા છે. જેમાંથી 50,000 રૂપિયા વ્યાજના કાપ્યા છે. અને સિક્યુરીટી પેટે રૂપિયા પાંચ લાખનો તેના નામનો સહી કરેલ ચેક તથા રૂપિયા 100ના કોરા સ્ટેમ પેપર પર સહી લીધેલી. ચારેક દિવસ પછી ફરીથી સલીમે પૈસા માટે ફોન કરતાં તેણે બે લાખ રૂપિયામાંથી 50 હજાર રૂપિયા કાપી 1.50 લાખ રૂપિયાનો ચેક આપેલ સિક્યુરીટી પેટે પાંચ લાખનો તેના નામનો ચેક, રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર પર ફરી સહી લીધેલ. જેના બે દિવસ બાદ સલીમે ફરી એક લાખ આપી તેમાંથી 30 હજાર વ્યાજ પેટે કાપી 70 હજાર આપેલ અને 3 લાખના સ્ટેમ્પ પેપર પર સહી લીધી કુલ આ રીતે સલીમે ફરિયાદીને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને વ્યાજ પેટે 1.30 લાખ વસુલ પણ કરી લીધેલા તેમ છતાં ચાર પાંચ દિવસ બાદ પૈસાની ઉઘરાણી કરેલી અને દર 15 દિવસે 1.30 લાખ રૂપિયા આપવાનું દબાણ કર્યું હતું. ફરિયાદીએ સતત બે મહિના સુધી વ્યાજ પેટે આ રીતે કુલ 5.80 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ મેમણ ધાકધમકી આપી બીજા પાંચ લાખની ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ ફરિયાદીએ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે, વલસાડ SOG અને LCBની ટીમે સલીમ મેમણની ધરપકડ કર્યા બાદ તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે. ઊંચા વ્યાજે નાણાં આપી રિવોલ્વર બતાવી ધમકી આપી મિલકત પોતાના નામે કરવાના ગુનામાં પકડાયેલા આરોપી સલીમ મેમણને વલસાડ પોલીસે તેમના વિવિધ સ્થળો પર લઈ જઈ તપાસ હાથ ધરી છે. જે અંતર્ગત શુક્રવારે સલીમ મેમણ ને લઈને વલસાડ પોલીસે દમણમાં જે બેંકમાં તેમના એકાઉન્ટ છે. તે બેંકમાં તેમજ તેમના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી. સલીમ મેમણ લક્ઝુરિયસ કારમાં ફરતો હોય તેમની કારને પણ પોલીસે સીઝ કરી તપાસ હાથ ધરી છે. સલીમ મેમણ વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં બે બે ગુના નોંધાતા દમણના રાજકારણ ચકચાર મચી ગઈ છે.

Video file

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.