વાપીઃ વાપી નજીક મોરાઈ GIDCમાં આવેલી વેલ્સ્પન કંપનીના જનરલ મેનેજર આનંદ દત્તાત્રેય કુલકર્ણીને ધાકધમકી (Welspun company manager threatened to kill) આપી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કપાસ ખરીદી પ્રકરણના (Cotton purchase scam in Vapi) ગોટાળામાં રવિવારે વાપી ટાઉન પોલીસે કંપનીના તત્કાલીન પ્લાન્ટ ડિરેક્ટર લક્ષ્મીનારાયણ કૌશિકને નાગપુરથી ઝડપી (Welspun Company director arrested) પાડી વાપી લાવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Department of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો
નાણાકીય લાભ મેળવવા હલકી કક્ષાનો કપાસ ખરીદ્યો
આ સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાપી નજીકના મોરાઈ ખાતે આવેલી વેલસ્પન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વર્ષ 2019માં ટુવાલ, પગલૂછણિયા જેવી પ્રોડકટ બનાવવા કપાસની ગાંસડીઓ ખરીદી કરવામાં આવી હતી. આ અંગે કંપનીના પ્લાન્ટ ડિરેક્ટર લક્ષ્મીનારાયણ કૌશિક અને મહેન્દ્ર રાઠીએ કુલ 1,200 જેટલી કપાસની ગાંસડી ખરીદી હતી.
આ પણ વાંચોઃ Junagadh Fake RTPCR Test: એક જ નંબર પર RTPCR ટેસ્ટના 40 સર્ટિફિકેટ મળ્યા, મોટું કૌભાંડ હોવાની આશંકા
કંપનીના મેનેજરની રાજીનામું આપવા કર્યા હતા મજબૂર
આ કપાસ પોતાના નાણાકીય લાભ માટે હલકી કક્ષાનો (Scam in the purchase of substandard cotton) ખરીદ્યો હતો. એટલે એમાંથી જોઈએ તેટલું ઉત્પાદન થયું ના હોય એ અંગે તપાસ કરી જનરલ મેનેજર આનંદ કુલકર્ણીએ વાંધો ઉઠાવ્યો હતો. એટલે પોતાની પોલ ખૂલી પડવાની બીકે લક્ષ્મીનારાયણ કૌશિક અને મહેન્દ્ર રાઠીએ આનંદ કુલકર્ણીને લોભ લાલચ આપી હતી. જોકે, તેનાથી આનંદ ન પીગળતા તેને જાનથી મારી નાખવાની ધમકી (Welspun company manager threatened to kill) તેમ જ એક રૂમમાં ગોંધી રાખી કંપનીમાંથી રાજીનામું આપવા માટે મજબૂર (Welspun Company director arrested) કર્યો હતો.
આરોપી લક્ષ્મીનારાયણ કૌશિક નાગપુરથી ઝડપાયો
આ સમગ્ર ઘટના બાદ આનંદ કુલકર્ણીએ રાજીનામું આપ્યું હતું. અત્યારે તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, પરંતુ લક્ષ્મીનારાયણ કૌશિકની પહોંચ તેમને ત્યાં પણ નડી રહી હોવાથી આખરે આ મામલે ન્યાય મેળવવા અને કંપની સાથે વિશ્વાસઘાત કરી પોતાનો ફાયદો મેળવનારા લક્ષ્મીનારાયણ અને મહેન્દ્ર રાઠી બંને સામે 8 જાન્યુઆરી 2022ના વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે તપાસ દરમિયાન લક્ષ્મીનારાયણ કૌશિકને નાગપુરથી ઝડપી વાપી લાવી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મહેન્દ્ર રાઠી પોલીસ પહોંચથી બહાર છે.