ETV Bharat / state

દમણમાં પ્રશાસનના ઉચ્ચ અધિકારી સહિત 20 લોકો કોરોના પોઝિટિવ, સેલવાસમાં 24 કેસ, વલસાડમાં 3 મોત સાથે 18 પોઝિટિવ - 19 more corona cases in Daman

શુક્રવારના રોજ સંઘપ્રદેશ દમણમાં ઉચ્ચ મહિલા અધિકારી સહિત કુલ 19 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. દાદરા નગર હવેલીમાં 24 કોરોના પોઝિટિવ તો, વલસાડમાં 3 દર્દીઓના મોત સાથે 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે 28 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.

કોરોના અપડેટ: દમણમાં વધુ 19 કેસ, દાદરા નગર હવેલીમાં નવા 24 કેસ તો , વલસાડમાં વધુ 18 કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Aug 7, 2020, 10:14 PM IST

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દમણમાં નવા 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. દમણ કલેકટર કચેરીમાં કાર્યરત ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલાને પણ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સરકારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

દમણમાં 19 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવા આવી છે. ત્યારે, જિલ્લામાં કુલ 502 દર્દીઓ સ્વસ્થ થયા છે. 194 દર્દીઓ સારવાર હેઠળ છે. આ તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વધુ 24 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 15 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં 459 દર્દીઓ સ્વસ્થ થયા છે. 179 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે નોંધાયેલ નવા દર્દીઓ સાથે 20 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતાં. જે સાથે કન્ટેનમેન્ટ ઝોનનો કુલ આંક 223 પર પહોંચ્યો છે.

વલસાડ જિલ્લામાં શુક્રવારના રોજ 18 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. 3 દર્દીઓ મોતને ભેટ્યા હતાં. 28 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં કુલ 736 દર્દીઓમાંથી 515 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 138 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 86 લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારના રોજ મૃત્યુ પામેલા ત્રણેય દર્દીઓનો રિપોર્ટ ડેથ ઓડિટ આવ્યા બાદ નક્કી કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.