ETV Bharat / state

કોરોના કાળમાં આ રીતે શિવની પૂજા કરી ઉજવો મહાશિવરાત્રિ પર્વ - કોરોના અપડેટ

સમગ્ર દેશમાં મહાશિવરાત્રી સર્વત્ર ઉત્‍સાહભેર ઊજવવામાં આવે છે. મહા વદ પક્ષ ચતુર્દશીની તિથિએ મહાશિવરાત્રિ આ શિવજીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે 11 માર્ચ 2021ના દિવસે મહાશિવરાત્રિ છે. ઉપવાસ, પૂજા અને જાગરણ આ મહાશિવરાત્રી વ્રતના 3 પાસાં છે.

ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
author img

By

Published : Mar 10, 2021, 11:06 PM IST

  • કોરોના કાળમાં ઘરે રહી કરો શિવજીની પૂજા
  • ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
  • મહાશિવરાત્રિના દિવસે 1 સહસ્ર ગણું કાર્યરત રહે છે શિવતત્ત્વ

વાપી: મહાશિવરાત્રી પર્વ દરમિયાન હાલની કોરોના કાળની પરિસ્થિતિને ધ્યાને રાખી કેટલાંક મહત્વના સ્થળો પર પ્રશાસન દ્વારા મહાશિવરાત્રીના ભવ્ય આયોજન પર પાબંધી લગાવી છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી માટે તૈયારીઓ હાથ ધરાઈ

મહાશિવરાત્રીનું વ્રત

ચતુર્દશીના દિવસે સવારે મહાશિવરાત્રી વ્રતનો સંકલ્‍પ કરવો. સાંજે નદી પર અથવા તળાવ પર જઈને શાસ્‍ત્રોક્ત સ્‍નાન કરવું તેમજ ભસ્‍મ અને રુદ્રાક્ષ ધારણ કરવા. પ્રદોષકાળે શિવજીના મંદિરમાં જવું અને શિવજીનું ધ્‍યાન ધરવું પછી ષોડ્શોપચાર પૂજા કરવી. શિવજીને એકસો આઠ કમળ અથવા બીલીપત્ર નામ મંત્રથી ચઢાવવાં. ત્‍યારપછી પુષ્‍પાંજલિ અર્પણ કરીને અર્ઘ્‍ય આપવું. પૂજાસમર્પણ, સ્‍તોત્રપાઠ અને મૂલમંત્રનો જપ થયા પછી શિવજીના મસ્‍તક પરનું એક ફૂલ કાઢીને તે પોતાના મસ્‍તક પર મૂકવું અને ક્ષમાયાચના કરવી, એવું મહાશિવરાત્રીનું વ્રત છે.

આ પણ વાંચો: ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય

શિવનો નામમંત્ર લખીને કરી શકાય પૂજા

આ સમયે કોરોનાની પાર્શ્‍વભૂમિ પર કેટલાંક ઠેકાણે આ વ્રત હંમેશાંની જેમ કરવામાં મર્યાદા આવી શકે છે. આવા સમયે મહાશિવરાત્રીને દિવસે શિવમંદિરમાં જવું સંભવ નથી, તેઓ પોતાના ઘરમાં જ શિવલિંગની પૂજા કરી શકે છે. શિવલિંગ ઉપલબ્‍ધ ન હોય, તો શિવજીના ચિત્રની પૂજા કરવી. શિવજીનું ચિત્ર પણ ઉપલબ્‍ધ ન હોય, તો પાટલા પર શિવલિંગનું અથવા શિવજીનું ચિત્ર દોરીને તેની પૂજા કરી શકાય છે અથવા તો શિવજીનો ‘ૐ નમઃ શિવાય’ આ નામમંત્ર લખીને પણ આપણે તેમની પૂજા કરી શકીએ છીએ.

માનસ પૂજાનું પણ છે અનેરું મહત્વ

માનસપૂજા : ‘સ્‍થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્‍ઠ’, આ અધ્‍યાત્‍મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. જેવી રીતે સાદા બૉંબ કરતાં અણુબૉંબ અને તેના કરતાં પણ પરમાણુબૉંબ વધારે શક્તિશાળી હોય છે, તેવી રીતે સ્‍થૂળ બાબતો કરતાં સૂક્ષ્મ બાબતોમાં વધારે સામર્થ્‍ય હોય છે. આ તત્ત્વ અનુસાર પ્રત્‍યક્ષ શિવપૂજા કરવી એમ ન હોય તો શિવજીની માનસપૂજા પણ કરી શકાય છે.

હાલમાં આપત્‍કાળનો આરંભ થયો છે

વર્તમાનમાં સર્વત્ર કોરોનાની બીજી લહેરનો ડર છે. સમગ્ર વિશ્વમાં અનેક ઠેકાણે નૈસર્ગિક પ્રકોપની ઘટનાઓ બની રહી છે. ભારત અને ચીન સંબંધો તણાવપૂર્ણ છે. આ બનાવો એટલે આપત્‍કાળનાં જ ચિહ્‌નો છે. અનેક સંતો અને ભવિષ્‍ય ભાખનારાઓના કહેવાં પ્રમાણે આપત્‍કાળનો આરંભ થયો છે.

વ્રત કરવામાં મર્યાદા હોય, તો પણ નિરાશ ન થાઓ

આપત્‍કાળમાં જો તરી જવું હોય, તો સાધનાનું જ બળ આવશ્‍યક છે. તેથી ભલે હંમેશાંની જેમ વ્રત કરવામાં મર્યાદા હોય, તો પણ નિરાશ થવાને બદલે વધારેમાં વધારે ઝંપલાવી દઈને સાધના કરવા ભણી લક્ષ આપવું. મહાશિવરાત્રીના નિમિત્તે ભગવાન શિવની પ્રાર્થના કરવી જોઈએ.

કોરોના કાળમાં ઘરે રહી કરો શિવજીની પૂજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.