ETV Bharat / state

વાપીમાં વરસાદી માહોલ અને મંદી વચ્ચે દિવાળીના છેલ્લા દિવસે ફટાકડા માર્કેટમાં ધસારો

વાપીઃ દિવાળી પર્વની જોરશોર તૈયારીઓ વચ્ચે ફટાકડા બજારમાં પણ મંદીના માર બાદ અચાનક તેજીનો તણખો જર્યો છે. દિવાળીના બે દિવસ પહેલા વરસાદી માહોલ વચ્ચે ફટાકડા વિક્રેતાઓ પાસે ફટાકડા ખરીદતા ગ્રાહકો ગાયબ થઇ ગયા હતાં.

વરસાદી માહોલ અને મંદી વચ્ચે દિવાળીના છેલ્લા દિવસે ફટાકડા માર્કેટમાં ગ્રાહકોનો તડાકો
author img

By

Published : Oct 26, 2019, 7:11 PM IST

દિવાળીનો તહેવાર એટલે ફટાકડાનો તહેવાર, એક તરફ મંદી, ફટાકડા ફોડવા માટે સમયની પાબંદી અને વરસાદી માહોલને કારણે ફટાકડાના વેપારીઓ અને ગ્રાહકો મુંઝવણમાં મુકાયા હતાં. દિપાવલીના સપ્તાહ પૂર્વે 60થી 70 ટકા ખરીદીની સામે આ વખતે દિવાળીના ગણતરીના કલાકો દરમિયાન જ સારો ટ્રાફીક જોવા મળ્યો હતો.

વરસાદી માહોલ અને મંદી વચ્ચે દિવાળીના છેલ્લા દિવસે ફટાકડા માર્કેટમાં ગ્રાહકોનો તડાકો

દિવાળીના મહાપર્વમાં મીઠાઈ, કપડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ સાથે જો ફટાકડાની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધરૂ ગણાય, એટલે જ દર વર્ષે દિપોત્સવી પર્વમાં ફટાકડા બજારમાં તેજી પ્રવર્તતી હોય છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનાં સૂર્યાસ્ત બાદ આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે. ઘરોઘર ફટાકડાના અવાજ ગુંજી ઉઠે છે. જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, સૂતરી બોમ્બ, રોકેટ વગેરે પ્રકારના ફટાકડા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પરંતુ, વેપારીઓના મતે આ વર્ષે દિવાળીમાં ફટાકડા બજારમાં નવી વેરાયટી હોવા છતા મંદી અને વરસાદે વેપારીઓને ચિંતામાં મૂક્યા હતાં.

Intro:Story approved by assignment desk

Location :- વાપી

વાપી :- દિવાળી પર્વની જોરશોર તૈયારીઓ વચ્ચે ફાટાકડા બજારમાં પણ મંદીના માર બાદ અચાનક તેજીનો તણખો જર્યો છે. દિવાળીના બે દિવસ પહેલા સુધી વરસાદી માહોલ વચ્ચે ફટાકડા વિક્રેતાઓ પાસે ફટાકડા ખરીદતા ગ્રાહકો ગાયબ થઇ ગયા હતાં. જો કે આખરી કલાકોમાં ઘરાકી નીકળતા ફટાકડા બજારમાં ગ્રાહકોનો તડાકો બોલ્યો છે. તો, આ વખતે ફાટકડામાં ભાવવધારો પણ ના હોય લોકોએ બાળકોની ફરમાઈશ મુજબના ફટાકડાની ખરીદી કરી હતી. 

Body:દિવાળીનો તહેવાર એટલે ફટાકડાનો તહેવાર, એક તરફ મંદી, ફટાકડા ફોડવા માટે સમયની પાબંદી અને વરસાદી માહોલને કારણે ફટાકડાના વેપારીઓ અને ગ્રાહકો મુંઝવણમાં મુકાયા હતાં. દિપાવલીના સપ્તાહ પૂર્વે 60 થી 70 ટકા ખરીદીની સામે આ વખતે દિવાળીના ગણતરીના કલાકો દરમ્યાન જ સારી ઘરાકી નીકળી છે.

દિવાળીના મહાપર્વમાં મીઠાઈ, કપડા, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ સાથે જો ફટાકડાની ખરીદી ના થાય તો દિવાળી પર્વ અધુરૂ ગણાય, એટલે જ દર વર્ષે દિપોત્સવી પર્વમાં ફટાકડા બજારમાં તેજી પ્રવર્તતી હોય છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનાં સૂર્યાસ્ત બાદ આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે. ઘરોઘર ફટાકડાના અવાજ ગુંજી ઉઠે છે. જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, સૂતરી બોમ્બ, રોકેટ વગેરે પ્રકારના ફટાકડા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પરંતુ, વેપારીઓના મતે આ વર્ષે દિવાળીમાં ફટાકડા બજારમાં નવી વેરાયટી હોવા છતા  મંદી અને વરસાદે વેપારીઓને ચિંતામાં મૂક્યા હતાં.  

આ અંગે વાપીના જાણીતા ફટાકડાના વેપારી મહેન્દ્રસિંહ જાડેજાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વરસાદી માહોલને કારણે છેલ્લા દિવસે ઘરાકી નીકળી છે. ગત વર્ષ ની તુલનાએ આ વખતે માંડ 7 થી 10 ટકાનો ભાવવધારો છે. જ્યારે તેની સામે અનેક નવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ બની છે. તેમ છતાં મોટેભાગે લોકો બાળકો માટેના ફટાકડા જ વધુ પસંદ કરે છે.

 દેશના ફટાકડાનું કેન્દ્ર ગણાતા શિવાકાસી, અમદાવાદ, સુરત રાજકોટમાંથી અનેક નવી વેરાયટી સાથેના ફટાકડા બજારમાં આવ્યા છે. દર વખત કરતા ભાવ પણ સરેરાશ છે 30 રુપિયાથી લઇને 350 રૂપિયા સુધીમાં અનેક સારી વેરાયટીના ફટાકડા ઉપલબ્ધ છે. 

તો, ફટાકડા ખરીદવા આવેલા સંતોષ જ્યસવાલે  જણાવ્યું હતું કે દર વખતે દિવાળી પર્વ હોય એટલે ફટાકડા તો ખરીદવા જ પડે છે. આ વખતે ભાવ ગત વર્ષની સરખામણીએ જ છે. જ્યારે, અન્ય હિતેન્દ્ર પટેલ નામના ફટાકડા શોખીને જણાવ્યું હતું કે ભાવ ઓછો હોય કે વધુ બાળકો માટે ફટાકડા ખરીદવા આવ્યા છીએ એટલે ખરીદવા તો પડે છે. બાળકોની ખુશી માટે ભાવની ચિંતા કરતા નથી.

Conclusion:ઉલ્લેખનીય છે કે એકલા વાપીમાં એક થી સવા કરોડ સુધીના ફટાકડા વેંચાય છે. જ્યારે સમગ્ર જિલ્લામાં અંદાજે સાડા પાંચ કરોડથી વધુના ફટાકડાનો વેપાર થતો આવ્યો છે.  પરંતુ આ વખતે દિવાળી મહિનાની આખર તારીખમાં હોય, વરસાદનું વિઘ્ન હોય બજારમાં ફેલાયેલા ચિંતાના વાતાવરણ વચ્ચે છેલ્લા દિવસની ઘરાકીએ ફટાકડા વિક્રેતાઓના અને ગ્રાહકોના ચહેરા પર સ્મિત તો જરૂર ફરકાવ્યું છે.

Bite 1, મહેન્દ્રસિંહ જાડેજા, ફટાકડા વિક્રેતા, આશાપુરા સ્ટોલ

Bite 2, સંતોષ જ્યસવાલ, ગ્રાહક

Bite :- 3, હિતેન્દ્ર પટેલ, ગ્રાહક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.