ETV Bharat / state

દાદરામાં ભાજપનો ગાંડો થયેલો વિકાસ ભાંગી પડ્યો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ - Gujarati News

દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 10 વર્ષ સુધી ભાજપનું શાસન છે. વર્તમાન નેતા દાદરા નગર હવેલીમાં ભાજપે જ વિકાસ કર્યો હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. ત્યારે તેની સાચી વાસ્તવિકતા જાણવા માટે ઈટીવી ભારતે દાદરા નગર હવેલીના રૂદાના ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં આદિવાસીઓની કપરી પરિસ્થિતિ નજર સમક્ષ આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 3:54 AM IST

Updated : Apr 2, 2019, 1:31 PM IST

આઝાદીના આટલા વર્ષો બાદ પણરૂદાનાગામના 25જેટલા ઘર એવા છે કે, જ્યાં લાઈટના થાંભલા તો નાખવામાં આવ્યા છે. પરંતુ, તેમના ઘરમાં અજવાળુ કરતી લાઈટ ઉપલબ્ધ નથી. આ ગામમાં આજે પણ ગંદુ અને દૂષિત પાણી ટેન્કર વાટે પહોંચાડવામાં આવે છે.એ પણ એવું કે જ્યાં એક તરફ પશુઓ પાણી પીતા હોય અને તેનું એઠું પાણી ત્યાંના ગામલોકો પોતાના પીવા માટે ભરતા હોય છે.

દાદરામાં ભાજપનોગાંડોથયેલો વિકાસ ભાંગી પડ્યો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ

રૂદાનાગામ દાદરાનગર હવેલીના મુખ્યમથક કહેવાતા સેલવાસથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને 25 કિલોમીટર દૂર જ ભાજપનોગાંડોથયેલો વિકાસ પડ્યો છે. જો કે, આ ગામમાં લાઇટ અને પાણીની સિવાયગામના એવા કેટલા યુવાનો છે કે જે 12માં ધોરણસુધી કે ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે. છતાં પણ શિક્ષિત બેરોજગાર છે. શિક્ષિત બેરોજગારીના દુઃખમાં દારૂ અને અન્ય વ્યસનના રવાડે ચડી ગયા છે.

ગામના યુવાનોનું કહેવું છે કે, અમારા ગામમાં પાણીની અને લાઈટની સમસ્યા તો વર્ષો જૂની સમસ્યા છે. આ અંગે અમે અનેકવાર અહીંયાના સ્થાનિક નેતાઓને અને પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરી છે. જે બાદ પ્રશાસને ટેન્કર વાટે પાણી તો આપ્યું છે. પણ તે પાણી પીવા લાયક તો ઠીક નાહવા લાયક પણ નથી. કેમ કે, એ પાણીથીનાહવાથીઆખા શરીરે ખંજવાળ આવે છે. જો એ પાણી પીએ છીએ તો ખાંસી અને ઉધરસ સાથેની અનેક બીમારીઓથી દવાખાને ધક્કા ખાવા પડે છે.

યુવાનોનું કહેવું છે કે આ ગામમાં અનેક એવા લોકો છે. જે સારા ભણેલા-ગણેલા છે. પરંતુ તેમ છતાં સાચીવાસ્તવિકતા એ છે કે આ ગામના સ્થાનિકોને નજીકમાં આવેલી એકપણ કંપનીમાં કાયમી રોજગારી મળતી નથી.કોન્ટ્રાક્ટ પર કામ મળે છે.આ લોકો આવી કંપનીમાંથી પીવાનું પાણી લાવી તેનો પીવા માટે ઉપયોગ કરે છે.ગામની મહિલાઓ આજે પણ જંગલમાંથી બળતણનાલાકડા લાવીને સાંજનો ચુલ્લો સળગાવે છે. સરકારની ઉજવલ્લા યોજના હોય કે અન્ય બીજી કોઈ યોજનાઅહીં એકપણ યોજના પહોંચી નથી. પહોચ્યો છે તો માત્ર એક માર્ગ જેનાસિક નેજોડતો સ્ટેટ હાઇવે છે.પરંતુ, તેની કિનારે જ વસતા ગામના લોકો માટે સરકારની એક પણ યોજના આજની તારીખમાં પહોંચી નથી.

ગામના લોકો પોતાનો બળાપો કાઢતા કહે છે કે ગામના ભણેલા-ગણેલા યુવાનો નોકરી વગર બેકાર બની ગયા છે. આ માનસિક તણાવમાંદારૂ અને અન્ય વ્યસનની લતે ચડી ગયા છે. જેને જોઈને બીજા મા-બાપ પણછોકરાઓને ભણાવતા નથી અને બાળમજૂરી માટે મોકલેછે. આ ગામની આવી વાસ્તવિકતા જાણ્યા પછી ખરેખર એવું લાગે છે કે દાદરા નગર હવેલીમાં વિકાસ તો થયો છે. પરંતુ, માત્ર નેતાઓનો. આદિવાસી પ્રજા આજે પણ મૂળભૂત સુવિધા કહેવાથી પાણી અને લાઇટ માટે 21મી સદીમાં પણ પ્રાથમિક સુવિધાથી વંચિતછે.

થોડા દિવસ પહેલા etv ભારતે દાદરા નગર હવેલીના સાંસદ અને હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સાથે વાત કરી હતી. ત્યારે, તેમણે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીમાં મોદી સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. કરોડો રૂપિયાની યોજનાઓ દાદરા નગર હવેલીમાં મોદી સરકારે આપી છે.છેક છેવાડાના માનવી સુધી પાકા ઘર અને પીવાનું પાણી પહોંચાડયું છે.

જેની સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએજણાવ્યું હતું કે દાદરા નગર હવેલીમાં આદિવાસી પ્રજાનો કોઈ જ વિકાસ થયો નથી. આજે પણ દાદરાનગર હવેલીના અંતરિયાળ આદિવાસી ગામડાઓમાં એક તરફ જ્યાં પશુઓ પાણી પીતા હોય છે. તેવું જ ગંદું પાણી ત્યાંના સ્થાનિક આદિવાસીઓ પીવા માટે મજબૂર છે.

પ્રભુ ટોકીયાની આ વાત સાચે જ સાચી સાબિત થઈ છે. દાદરા નગર હવેલીમાં આજે પણ પશુઓનું એઠું પાણી અહીંની આદિવાસી પ્રજાએ પીવું પડે છે. રાત્રે મીણબત્તી કે દીવાના અજવાળે પેટનો ખાડો પુરવો પડે છે. આશા રાખીએ કે આ લોકસભા ચૂંટણી પહેલા સરકાર ગાંડા વિકાસને પકડે અને આ વિસ્તારની પાયાની સુવિધા પાડે.

Slug :- દાદરાનગર હવેલીના ગામડાઓમાં ગાડો વિકાસ ભાગી ગયો! લોકો પાણી અને વીજળી માટે વલખા મારે છે.

Location :- રૂદાના, દાદરા નગર હવેલી

દાદરા નગર હવેલી :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા દસ વર્ષ સુધી ભાજપનું શાસન હતું. અને હાલના નેતા દાદરા નગર હવેલીમાં ભાજપે જ વિકાસ કર્યો હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. ત્યારે, તેની વરવી વાસ્તવિકતા જાણવા માટે ઈટીવી ભારતે દાદરા નગર હવેલીના રૂદાના ગામની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાતમાં આદિવાસીઓની કપરી પરિસ્થિતિ નજર સમક્ષ આવી હતી. 

આઝાદીના આટલા વર્ષો બાદ પણ રૂદાના ગામના ૨૫ જેટલા ઘર એવા છે કે, જ્યાં લાઈટના થાંભલા તો નાખવામાં આવ્યા છે. પરંતુ, તેમના ઘરમાં અજવાળુ કરતી લાઈટ ઉપલબ્ધ કરાવી શકાય નથી. એ જ રીતે આ ગામમાં આજે પણ ગંદુ અને દૂષિત પાણી ટેન્કર વાટે પહોંચાડવામાં આવે છે.  એ પણ એવું કે જ્યાં એક તરફ પશુઓ પાણી પીતા હોય અને તેનું એઠું પાણી ત્યાંના ગામલોકો પોતાના પીવા માટે ભરતા હોય. 

રૂદાના ગામ દાદરાનગર હવેલીના મુખ્યમથક કહેવાતા સેલવાસથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને 25 કિલોમીટર દૂર જ ભાજપનો ગાંડો થયેલો વિકાસ ભાગી ગયો છે. જો કે, આ ગામમાં લાઇટ અને પાણીની જ સમસ્યા છે એવું નથી. આ ગામના એવા કેટલા યુવાનો છે કે જે 12માં ધોરણ સુધી કે ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે છતાં પણ શિક્ષિત બેરોજગાર છે. અને શિક્ષિત બેરોજગારીના દુઃખમાં દારૂ અને અન્ય વ્યસનના રવાડે ચડી ગયા છે.

 ગામના યુવાનોનું કહેવું છે કે, અમારા ગામમાં પાણીની અને લાઈટની સમસ્યા તો વર્ષો જૂની સમસ્યા છે. આ અંગે અમે અનેકવાર અહીંયાના સ્થાનિક નેતાઓને અને પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરી છે. જે બાદ પ્રશાસને ટેન્કર વાટે પાણી તો આપ્યું છે. પણ તે પાણી પીવા લાયક તો ઠીક નાહવા લાયક પણ નથી. કેમ કે, એ પાણીથી ન્હાઈએ છીએ તો આખા શરીરે ખંજવાળ આવે છે. જો એ પાણી પીએ છીએ તો ખાસી અને ઉધરસ સાથેની અનેક બીમારીઓથી દવાખાને ધક્કા ખાવા પડે છે. એ સાથે જ યુવાનોનું કહેવું છે કે આ ગામમાં અનેક એવા લોકો છે. જે સારા ભણેલા-ગણેલા છે પરંતુ તેમ છતાં વરવી વાસ્તવિકતા એ છે કે આ ગામના સ્થાનિકોને નજીકમાં આવેલી એક પણ કંપનીમાં કાયમી રોજગારી મળતી નથી. કોન્ટ્રાક્ટ પર કામ મળે છે. અને આ લોકો આવી કંપનીમાંથી પીવાનું પાણી લાવી તેનો પીવા માટે ઉપયોગ કરે છે. ગામની મહિલાઓ આજે પણ જંગલમાંથી બળતણના લાકડા લાવીને સાંજનો ચુલ્લો સળગાવે છે. સરકારની ઉજવલ્લા યોજના હોય કે અન્ય બીજી કોઈ યોજના અહીં એકપણ યોજના પહોંચી નથી. પંહોચ્યો છે તો માત્ર એક માર્ગ જે નાસિક ને જોડતો સ્ટેટ હાઇવે છે. પરંતુ, તેની કિનારે જ વસતા ગામના લોકો માટે સરકારની એક પણ યોજના આજની તારીખમાં પહોંચી નથી.

 ગામના લોકો પોતાનો બળાપો કાઢતા કહે છે કે ગામના ભણેલા-ગણેલા યુવાનો નોકરી વગર બેકાર બની ગયા છે. આ માનસિક ટેન્શનમાં દારૂ અને અન્ય વ્યસનની લતે ચડી ગયા છે. જેને જોઈને બીજા કેટલાય માબાપ પોતાના છોકરાઓને ભણાવતા નથી અને બાળમજૂરીમાં જોતરી દે છે. આ ગામની આવી વાસ્તવિકતા જાણ્યા પછી ખરેખર એવું લાગે છે કે દાદરા નગર હવેલીમાં વિકાસ તો થયો છે. પરંતુ, માત્ર નેતાઓનો..... આદિવાસી પ્રજા આજે પણ મૂળભૂત સુવિધા કહેવાથી પાણી અને લાઇટ માટે વલખા મારી રહી છે.

 થોડા દિવસ પહેલા etv ભારતે દાદરા નગર હવેલીના સાંસદ અને હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સાથે વાત કરી હતી. ત્યારે, તેમણે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીમાં મોદી સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. કરોડો રૂપિયાની યોજનાઓ દાદરા નગર હવેલીમાં મોદી સરકારે આપી છે. અને છેક છેવાડાના માનવી સુધી પાકા ઘર અને પીવાનું પાણી પહોંચાડયું છે.

 જેની સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએ  જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીમાં આદિવાસી પ્રજાનો કોઈ જ વિકાસ થયો નથી આજે પણ દાદરાનગર હવેલીના અંતરિયાળ આદિવાસી ગામડાઓમાં એક તરફ જ્યાં પશુઓ પાણી પીતા હોય છે. તેવું જ ગંદું પાણી ત્યાંના સ્થાનિક આદિવાસીઓ પીવા માટે મજબૂર છે. 
પ્રભુ ટોકીયની આ વાત સાચે જ સાચી સાબિત થઈ છે. દાદરા નગર હવેલીમાં આજે પણ પશુઓનું એઠું પાણી અહીંની આદિવાસી પ્રજાએ પીવું પડે છે. અને રાત્રે મીણબત્તી કે દીવાના અજવાળે પેટનો ખાડો પુરવો પડે છે. આશા રાખીએ કે આ લોકસભા ચૂંટણી પહેલા સરકાર ગાંડા વિકાસને પકડે અને આ વિસ્તારની પાયાની જરૂરિયાત પૂરી કરે.

Bite :- કલ્પેશ માધુ, સ્થાનિક ગ્રામવાસી
Bite :- શામજી ગંગા મોર

મેરૂ ગઢવી etv ભારત, દાદરા નગર હવેલી

Last Updated : Apr 2, 2019, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.