ETV Bharat / state

વાપીમાં આપના ઉમેદવારની કાર પર અજાણ્યા શખ્સોનો હુમલો, હુમલાખોર કારના કાચ તોડી ફરાર - Election campaign in Vapi

વાપી નગરપાલિકા ચૂંટણીમાં(Vapi municipal elections) આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યાં છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર પર અલંગ હાઉસ નજીક અજાણ્યા શખ્સોએ હુમલો(AAP Candidate Attack) કર્યો હતો. બાઈક ઉપર આવેલા અજાણ્યા લોકોએ કારના કાચ તોડી(vapi crime) ભાગી ગયા હતા.

વાપીમાં આપના ઉમેદવારની કાર પર અજાણ્યા શખ્સોનો હુમલો, હુમલાખોર કારના કાચ તોડી ફરાર

author img

By

Published : Nov 25, 2021, 1:57 PM IST

  • વાપીમાં આપના ઉમેદવારની કાર પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો
  • હુમલાખોર બાઈક પર આવ્યા હતા અને હેલ્મેટ પહેર્યું હતું
  • ઘટના અંગે પોલીસ ફરિયાદ તપાસ ચાલુ છે

દમણઃ વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના(Vapi municipal elections) ઉમેદવાર સાથે ઝંપલાવ્યું છે. વાપી નગર પાલિકાની ચૂંટણીનું 28 નવેમ્બરના રોજ મતદાન(Voting 28 November Vapi) છે. એવામાં હાલ મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી છે જેને લઈને ભાજપ-કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે વોર્ડ નંબર 7ના ઉમેદવાર અરવિંદ યાદવની(AAP Candidate Arvind Yadav) કાર પર 2 અજાણ્યા શખ્સોએ હુમલો કરી કારના કાચ તોડી(vapi crime) રફુચક્કર થઈ ગયા હતા. જો કે, આ મામલે આપ પાર્ટીના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાપીમાં આપના ઉમેદવારની કાર પર અજાણ્યા શખ્સોનો હુમલો, હુમલાખોર કારના કાચ તોડી ફરાર

હુમલા અંગે ચૂંટણી પ્રભારીનો ગોળ ગોળ જવાબ

આ અંગે વાપીના આમ આદમીના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અમે GIDC પોલીસ(vapi polics) મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના એક રાજકીય ઘટના છે. કેમ કે અરવિંદ યાદવ સામાન્ય વ્યક્તિ છે. તેમનો કોઈ સાથે ઝઘડો નથી. આ હુમલો(Arvind Yadav Attack) કોણે કરાવ્યો હોઈ શકે તેવા સવાલના જવાબમાં ડૉ. પાંડેએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જેમાં પહેલા ભાજપના કાર્યકરોનું નામ લઈ બાદમાં ફેરવી નાખ્યું હતું.

બાઇક પર આવી કાર પર હુમલો કર્યો

હુમલાનો ભોગ બનનાર ઉમેદવાર અરવિંદ યાદવે જણાવ્યું હતું કે, રાત્રે હું મારા મિત્ર સાથે કારમાં આવતો હતો ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા 2 અજાણ્યા શખ્સોઅ આ હુમલો કર્યો હતો. જે દરમ્યાન હું ગભરાઈ ગયા હતા અને રાજીવ પાંડે સહિતના પાર્ટીના હોદ્દેદારોને ફોન કરી જાણ કરી હતી.

પોલીસે CCTV ફુટેઝ મેળવી તપાસ હાથ ધરી

આ ઘટના બાદ વાપી GIDCમાં પોલીસ(Police in GIDC) ફરિયાદ નોંધાવતા PSI ચંદ્રિકા ડામોરે ઘટના સ્થળ આસપાસના CCTV ફુટેઝ એકઠા કરી તપાસ શરુ કરી હતી. જેમાં 2 અજાણ્યા બાઇક ચાલકો હુમલો કરતા નજરે પડ્યા હતા. પરંતુ તેમની ઓળખ કે બાઇકની ઓળખ ન થતાં વધુ તપાસ હાથ ધરી છે.

કેટલાક લોકો ઉમેદવારના ઘરે જઈ આમ આદમી માંથી ફોર્મ ભરતા રોક્યા હતા

આ ઉપરાંત આપના ચૂંટણી પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ ચોંકાવનારી વિગતો આપી હતી કે, તેમના ઉમેદવારો સાથે ચૂંટણીની શરૂઆતથી આવી ઘટનાઓ બની રહી છે. જેમાં ઉમેદવારી નોંધાવવા સમયે કેટલાક લોકો ઉમેદવારના ઘરે જઈ તેને આમ આદમી માંથી ફોર્મ ભરતા રોક્યા હતા. જેને કારણે અમે તમામ સીટ પર ઉમેદવારો ઉભા નથી રાખી શક્યા. ચૂંટણી પ્રચાર(Election campaign vapi) દરમ્યાન પણ ગીતા નગર વિસ્તારમાં મહિલા કાર્યકર સાથે કેટલાક અશોભનીય વર્તન કર્યું હતું. આ અંગે અમે પોલીસને જાણ કરીને રેલી-પ્રચાર દરમ્યાન સુરક્ષા પુરી પાડવા રજુઆત કરી હતી.

આ પણ વાંચોઃ સુષ્મિતા સેને શેર કર્યું આર્ય 2નું મોશન પોસ્ટર, હાથમાં પિસ્તોલ સાથે જોવા મળી હતી અભિનેત્રી

આ પણ વાંચોઃ ભારતીય નૌસેનામાં સામેલ થશે INS વેલા, ઘાતક મિસાઇલોથી છે સજ્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.