ભાજપમાં દાદરાનગર હવેલી લોકસભા ચૂંટણી માટે દાવેદારી નોંધાવ્યા બાદ ભાજપના મોવડી મંડળે નટુભાઈ પટેલને લોકસભા ટિકિટ ફાળવતા અંકિતા પટેલ નારાજ થઈ હતી અને પોતાની નારાજગીને લઈને ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં એક NGO ચલાવે છે અને પોતાની મહત્વાકાંક્ષા હતી કે, તે લોકસભા ચૂંટણી લડી સાંસદ બને. આ મહત્વાકાંક્ષા ભાંગીને ભુક્કો થતા ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી કે અપક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડશે તેવો ચર્ચાએ વેગ પકડ્યો છે.
અંકિતા પટેલ સામાજિક કાર્યકર ઉપરાંત હોમ મીનિસ્ટરી કમિટીના દાનહના નેશનલ સેક્રેટરી, બીજેપીમાં મહિલા કિસાન મોરચા તેમજ રોટરી કલબમાં પ્રેસિડેન્ટ પણ હતાં. ત્યારે તેમના રાજીનામાએ સેલવાસના રાજકારણમાં ખળભળાટ સર્જ્યો છે. આ અંગે ભાજપ હવે અંકિતાને મનાવશે કે કેમ અને ડેમેજ કંટ્રોલ અંગે કોઈ ખુલાસો કરશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.