આ કમિટી દ્વારા વલસાડના પાનના ગલ્લા, પાર્લર વગેરે જગ્યાએ ચેતવણી આપવામાં આવી અને તમાકુથી કેન્સર થાય છે એવી આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું છુટક વેચાણ ઉપર પ્રતિબંધ છે તેવી સુચનાઓ પણ આપવામાં આવી હતી.
વલસાડમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંર્તગત તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેંચાણ અને આનુસંગિક નિયમના ટાસ્ક માટે ફોર્સની રચના વલસાડના કલેક્ટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી છે. આ કામગીરી ડીસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ.મનોજ પટેલ, ફુડ વિભાગમાંથી કે.જે. પટેલ, પોલીસ વિભાગમાંથી PSI એન.આર.મકવાણા, જિલ્લા ટોબેકો સેલમાંથી પ્રોગ્રામ આસિસ્ટન્ટ પીયુષભાઇ લાડ અને સોશિયલ વર્કર અલ્પેશ એ. પટેલ કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.