ETV Bharat / state

વાપીમાં ફાયર સેફ્ટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ - vapi

વાપીઃ નેશનલ હાઇ-વે નંબર 48 પાસે આવેલા અમીધારા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે કમ્પ્યુટરની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ સમગ્ર ઘટનામાં ફરી એકવાર ફાયર સેફ્ટીની આગનું મુખ્ય કારણ બની હતી.

વાપીમાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ
author img

By

Published : May 31, 2019, 10:03 AM IST

વાપી નેશનલ હાઇવે નંબર 48 નજીક અમીધારા કોમ્પ્લેક્ષ આવેલ છે. આ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ કમ્પ્યુટરની દુકાનમાં આગ લાગી હતી. ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.આગ લાગતા કોમ્પ્લેક્ષમાં અન્ય દુકાનદારોમાં અફરા-તફરી મચી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વાપી GIDC નોટિફાઈડ વિભાગની ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

વાપીમાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેકસમાં લાગી આગ

હાલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહયું છે. સુરતના સરથાણમાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને ફાયર સેફટીના અભાવવાળી બિલ્ડીંગધારકોને નોટિસ ફટકારી રહ્યું છે. પરંતુ વાપીની અમીધારા કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફટીનો અભાવ જાવા મળ્યો હતો.

Slug :- ફાયર સેફટીના અભાવે વાપી અમીધારા કોમ્પ્લેકસના પ્રથમ માળે કમ્પ્યુટરની દુકાનમાં આગ 

Location :- વાપી

વાપી :- વાપી નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ અમીધારા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ કમ્પ્યુટરની એક દુકાનમાં ગુરૂવારના રોજ સાંજે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અહીં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં ફરી એકવાર ફાયર સેફટીની સેફટી આગનું મુખ્ય કારણ બની હતી.

ઘટના સ્થળેથી મળતી વિગત અનુસાર, વાપી નેશનલ હાઇવે નંબર 48 નજીક અમીધારા કોમ્પ્લેક્ષ આવેલ છે. જેમાં અનેક નાની-મોટી દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ એક કમ્પ્યુટરની દુકાનમાં સાંજે પોણા પાંચેક વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતાં. 

આગ લાગતા કોમ્પ્લેક્ષમાં અન્ય દુકાનદારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી GIDC નોટિફાઈડ વિભાગની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે એકાદ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

 આ આગ કયા કારણોસર લાગી અને આગને પગલે કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી. હાલ તો આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહયું છે. ઉલ્લેખનીય છે કે, સુરતના સરથાણમાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટીના અભાવવાળી બિલ્ડીંગધારકોને નોટિસ ફટકારી રહ્યું છે. 

ત્યારે અહીં વાપીની અમીધારા કોમ્પ્લેક્ષ જે ત્રણ માળની છે. જેના પ્રથમ માળે આગ લાગી હતી. અહીં પણ ફાયર સેફટીનો અભાવ જાવા મળ્યો હતો. અને આગમાં મોંઘું ફર્નિચર અને કમ્પ્યુટર સહિત તેના પાર્ટ્સને રાખમાં ફેરવવામાં નિમિત્ત બન્યું હતું.

Video spot send FTP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.