દમણઃ દમણના આ મુક્તિ દિવસે દમણ ને બદલે વાપી અને વાપી રેલવે સ્ટેશનનો ઇતિહાસ દમણના (history of Daman) જાણીતા કવિ લેખક અને આંતરરાષ્ટ્રીય કોફી ટેબલ બુક્સ કમ્પાઈલર કે. સી. સેઠીએ કેટલાક તથ્યો આધારે દમણ-વાપીના લોકો સમક્ષ રજુ કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ (Daman independence day) દમણને 19મી ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત કરી ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો.
મુક્તિ દિવસઃ દર વર્ષની 19મી ડિસેમ્બરને દમણ મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જો કે દમણના આ મુક્તિ (independence-day Daman) દિવસે દમણને બદલે વાપી અને વાપી રેલવે સ્ટેશનનો ઇતિહાસ દમણના જાણીતા કવિ લેખક અને આંતરરાષ્ટ્રીય કોફી ટેબલ બુક્સ કમ્પાઈલર કે. સી. સેઠીએ કેટલાક તથ્યો આધારે દમણ-વાપીના લોકો સમક્ષ રજુ કર્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત મહારાષ્ટ્રની સરહદે ઝાઈ-વેવજી ગામે સરહદી વિવાદ; જિલ્લા કલેકટરે લીધી મુલાકાત
'દમણ રોડ' સ્ટેશન: લેખક કે. સી. સેઠી એ લખ્યું છે કે, ઈતિહાસના પાના ફેરવીએ તો ખબર પડે છે કે અગાઉ વાપી રેલવે સ્ટેશનનું નામ 'દમણ રોડ' સ્ટેશન હતું. જે રીતે નાસિક રોડ, દહાણું રોડ પ્રચલિત નામ હતું. પોર્ટુગીઝ ભાષામાં દમાઓ-दमाओ-(Damao) એટલે કે દમણ હાલના વાપી સ્ટેશનથી સાત (6.3/4) માઇલ દૂર હતું, જે હવે લગભગ 11 કિલોમીટર દૂર છે. દમણ તે સમયે પોર્ટુગીઝ કોલોની હેઠળ હતું. આ રેલ્વે લાઇન પર અન્ય દેશ પોર્ટુગલ આધિપત્ય હેઠળના ખૂબ જ લોકપ્રિય સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાતું હતું.
આ પણ વાંચોઃ સરકારે 630 કરોડનું કૃષિ પેકેજ જાહેરાત કરતા વલસાડના ખેડૂતોની વધી ચિંતા
પરમીટ લેવી પડતીઃ દમણના લોકોએ દમણની બહાર જવા માટે પોર્ટુગીઝ સત્તાવાળાઓ પાસેથી પરમિટ મેળવવાની હતી. દમણ પરત ફરતી વખતે તેને પ્રવેશદ્વાર પર સબમિટ કરવાની હતી. તે સમયે આ લાઇન પરની ટ્રેન ગ્રાન્ડ રોડ સ્ટેશનથી અમદાવાદ જતી હતી. અને એ જ રીતે અમદાવાદથી પાછા ગ્રાન્ડ રોડ આવતી હતી. તે સમયના રેલવે ટાઈમ ટેબલ મુજબ ગ્રાન્ડ રોડ થી અમદાવાદ તરફની મુસાફરી 306 માઈલ હતી. જે હવે 493 કિલોમીટર થઈ ગઇ છે. દમણ રોડ સ્ટેશનથી ગ્રાન્ડ રોડ સુધીનું અંતર 104.5 માઈલ હતું જે 168 કિલોમીટર છે.
વલસાડ ક્નેક્શનઃ અમદાવાદ 203.5 માઈલ હતું જે 327 કિલોમીટર છે. વલસાડ સ્ટેશનનું નામ રેલવે વિભાગમાં બુલસર (Bulsar) તરીકે અને અંકલેશ્વર સ્ટેશન 'અંકલેશ્વર-નર્મદા ફેરી' તરીકે જાણીતું હતું. ભારત 1947માં અંગ્રેજોની ગુુલામીમાંથી આઝાદ થયું, પરંતુ દમણ હજુ પણ પોર્ટુગીઝના કબજામાં હતું. ભારતની આઝાદીના 14 વર્ષ બાદ 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદી મળી હતી. ભારતની આઝાદી (1947) પછી દમણ રોડ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વાપી રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું હતું. દમણ પોર્ટુગીઝો શાસકોએ 1559 માં ગુજરાતના સુલતાન પાસેથી જીતી લીધુ હતું. જે પછી ત્યાં કોલોનીઓ શરૂ થઈ. જેના પુરાવા આજ દિવસ સુધી છે.
આ પણ વાંચોઃ રામ રાખે તેને કોણ ચાખે, ચાલુ ટ્રેને ચડવા જતા પ્રવાસી માટે અન્ય પ્રવાસી બન્યો દેવદૂત
મરાઠા સામ્રાજ્ય ગુજરાતમાંઃ અગાઉ દાદરા, નગર હવેલી મરાઠા સામ્રાજ્યનો એક ભાગ હતો. ઈ.સ. 1783 થી 1954 (171 વર્ષ) સુધી પોર્ટુગીઝ હેઠળ હતું. દમણ પર પોર્ટુગીઝોએ 402 વર્ષ સુધી શાસન કર્યું હતું. એ જ રીતે દીવ 426 વર્ષ અને ગોવા 451 વર્ષ સુધી તેમના તાબામાં રહ્યું હતું. પોર્ટુગીઝોએ દાદરા નગર હવેલીને બદલે દમણ રોડ સ્ટેશનને અંગ્રેજો દ્વારા મંજૂર કરવાનું યોગ્ય માન્યું કારણ કે દમણ તેમનો પોતાનો જીતેલો પ્રદેશ હતો. જ્યારે દાદરા નગર હવેલી તેમને ભેટમાં મળેલો પ્રદેશ હતો. હાલમાં દમણની જેમ દાદરા નગર હવેલી જવા માટે પણ ટ્રેન મારફતે વાપી રેલવે સ્ટેશને (જુના નામ મુજબ દમણ રોડ સ્ટેશન) જ ઉતરવું પડે છે.
ધબકતુ રેલવે જંક્શનઃ જલ વાવ કે વાડી પરથી નામાભિધાન થયેલું વાપી ગુજરાતના વલસાડ જિલ્લાની નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. આસપાસ વાપી GIDC માં અનેક ઉદ્યોગો ધમધમતા થતા એક સમયનું દમણ રોડ સ્ટેશન વાપી રેલવે સ્ટેશનના રૂપમાં દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ રેલવેને સૌથી વધુ આવક રળી આપતું મહત્વનું અને A ગ્રેડનું રેલવે સ્ટેશન છે.