દમણ : સિરવી ક્ષત્રિય સમાજના નાના બાળકોથી માંડીને 99 વર્ષના વૃદ્ધ સહિત મહિલાઓ અને પુરુષોએ રાજસ્થાની ગીત-ગરબા અને રંગબેરંગી છત્રીના સહારે નાચગાન કરી એકબીજા પર ગુલાલની છોડો ઉડાડી ઉમળકાભેર ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
સમાજના આગેવાનો દ્વારા આયોજિત ધુળેટી પર્વના આનંદ ઉલ્લાસ બાદ સમાજના દરેક પરિવાર માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભિલાડ અને આસપાસના વિસ્તારમાં રહેતા સિરવી ક્ષત્રિય સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.