ETV Bharat / state

દિલ્હીથી ભાગીને આવેલા કિશોરનું દમણ પોલીસે માતાપિતા સાથે કરાવ્યું મિલન

દમણઃ દિલ્હીથી દમણ ભાગી આવેલા યુવકને શનિવારે પોલીસ વિભાગ દ્વારા તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે. ફરવાના શોખ માટે ઘરેથી ભાગી આવેલો આ યુવાન અગાઉ પણ પોતાના ઘરેથી ભાગી ગયો હોવાની વિગતો સામે આવી છે.

g
author img

By

Published : Jun 23, 2019, 5:19 AM IST

દિલ્હીના શિવવિહારનો યશવીર નામનો 18 વર્ષીય યુવક પોતાના ઘરેથી ભાગી ગયો હતો, ઘરેથી ભાગી જવા પાછળનું કારણ તેનો ફરવાનો શોખ હોવાનું માલુમ પડ્યુ છે. અગાઉ તે બે વાર ઘરેથી ભાગીને જયપુર, રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો છે.

દિલ્હીથી ભાગીને આવેલા કિશોરનું દમણ પોલીસે માતાપિતા સાથે કરાવ્યું મિલન

તાજેતરમાં તે દમણ ભાગી આવ્યો હતો, બાદમાં પોલીસે તેની પાસેથી તેના પિતાનો નંબર લઈ સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા દમણ દોડી આવ્યા હતા. જ્યાં પોતાના પુત્રને હેમખેમ જોઈ તેમણે પોલીસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. યશવીર તેના ઘરેથી 19 જૂને 3000 રૂપિયા લઈ વાપી સ્ટેશને આવ્યો હતો, તેમજ ત્યાંથી દમણ પહોંચી રાત્રે દરિયા કિનારે બેઠેલો હતો, જેથી પોલીસ તેને પોલીસમથકે લઈ ગઈ હતી.

Intro:દેશમાં કેટલાક એવા બાળકો કે યુવાનો છે. કે, જે માત્ર પોતાના ફરવાના શોખને કારણે કે અસ્થિર મગજને કારણે ઘરે થી નાસી જાય છે. અને તેના વર્ષો બાદ પરિવાર સાથે મિલન થાય છે. પરંતુ દિલ્હીથી દમણ ભાગી આવેલ યશવિર જગવીરસિંગ નામના 17 વર્ષના બાળકને દમણ પોલીસે ત્રણ જ દિવસમાં તેમના માતાપિતાને હેમખેમ પરત સોંપ્યો છે.Body:નામ :- યશવિર જગવીર સિંગ, 

જન્મ તારીખ :-15-09-2002, 

સરનામું :-ઘર નંબર 320, ગલી નંબર 2, ફેઝ નંબર 4C, કરવાલ નગર, શિવ વિહાર દિલ્હી

અભ્યાસ :- ધોરણ 10 સુધી, 

શોખ :- ઘરેથી ભાગીને અન્ય રાજ્ય કે શહેર માં ફરવું, 

અત્યાર સુધીના રેકોર્ડ :- બે વાર ઘરેથી ભાગીને જયપુર, રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો, હાલમાં દિલ્હીથી દમણ આવ્યા બાદ પોલીસે ઝડપયો અને માતાપિતાને પરત કર્યો.

આ તમામ બાયોડેટા યશવિર નામના બાળકનો છે. જેને દમણ પોલીસે પકડ્યા બાદ પોલીસ જ  અચરાજમાં પડી ગઈ છે. વાત એમ છે કે 20મી જૂનના રાત્રે દમણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે, જમ્પોર દરિયા કિનારે એક બાળકને સુનમુન હાલતમાં બેસેલો જોઈ પૂછતાછ કરી અને પોતે એકલો હોય દિલ્હીથી આવ્યો હોવાનું જણાવતા પોલીસે તરત જ તેને સાથે લઈ પોલીસ સ્ટેશને લાવ્યા.

 પોલીસ સ્ટેશને પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીએ તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ યશવીર હોવાનું જણાવ્યું. પિતાનું નામ જગવીર સિંગ હોવાનું અને પોતે દિલ્હીમાં રહે છે તેવી વિગત આપી તેમના પિતાના ફોન નંબર પોલીસને આપતા પોલીસે તાત્કાલિક તેમના માતાપિતાનો સંપર્ક સાધતા યશવિર ના માતાપિતા તાબડતોબ દમણ આવી પોતાના પુત્રને હેમખેમ જોઈ ભેટી પડ્યા હતા અને પોલીસનો આભાર માન્યો હતો. 

જો કે આ સમગ્ર ઘટનામાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યશવિર ફરવાનો શોખીન છે અને તે 19મી જૂને દિલ્હીથી 3000 હજાર રૂપિયા લઈને ટ્રેનમાં વાપી રેલવે સ્ટેશને આવ્યો હતો. ધોરણ 10 સુધી ભણેલો પણ થોડો મગજનો અપસેટ યશવિર વાપીથી દમણ આવ્યો હતો. અને દમણમાં રાત્રે દરિયા કિનારે બેસેલો હતો. ત્યારે પોલીસ તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લાવી હતી.

વધુ નવાઈની વાત એ છે કે, આ યશવિર આ પહેલા પણ ઘરે થી ભાગ્યા બાદ રાજસ્થાન ના જયપુર અને એકવાર તો પાકિસ્તાન બોર્ડર પરથી મળ્યો હતો. હાલ તો આ ફરવાના નામે ઘરેથી ભાગેલા પુત્રનો માતાપિતાને હેમખેમ કબજો મળી જતા હર્ષના આંસુ છલકાયા હતા.

Conclusion:ઉલ્લેખનીય છે કે, દમણ પોલીસે આવા અનેક બાળકોનું મિલન તેમના પરિવાર સાથે કરાવી આપ્યું છે. જેમાં 17 વર્ષીય યશવિરને ત્રણ જ દિવસમાં તેમના માતાપિતા સાથે મેળાપ કરાવી વધું એક પોતાની ફરજ નિભાવી દિલ્હીના પરિવારનું તેમના લાડકવાયા સાથે મિલન કરાવી ગર્વની લાગણી મહેસુસ કરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.